Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 1 April 2025
webdunia

પોપટને શોધનારને 10 હજારનું ઈનામ, અયોધ્યામાં પોસ્ટર જોઈને બધા આશ્ચર્યચકિત

પોપટને શોધનારને 10 હજારનું ઈનામ
, બુધવાર, 18 સપ્ટેમ્બર 2024 (16:13 IST)
યુપીના અયોધ્યાથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પોપટ ગુમ થયો ત્યારે તેના માલિકને ચિંતા થઈ. આ પછી, માલિકે શહેરમાં વિવિધ સ્થળોએ પોસ્ટર લગાવ્યા અને જે વ્યક્તિને શોધી કાઢે તેને 10,000 રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી.
 
ચોંકાવનારો મામલો અયોધ્યાની નીલ બિહાર કોલોનીનો છે. અહીં રહેતા શૈલેષ કુમારે પોપટ પાળ્યો હતો, પરંતુ તે થોડા દિવસો પહેલા ગુમ થઈ ગયો હતો. આ પછી પરિવારજનોએ તેની આસપાસ શોધખોળ કરી, પરંતુ તે ક્યાંય મળ્યો ન હતો. આ પછી શૈલેષ કુમારે પોસ્ટર છપાવી લીધા. જેના પર તે પોપટનો ફોટો પણ છે. પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે જે પણ આ પોપટને શોધી કાઢશે તેને 10,000 રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.
 
પોપટના ગળા પર નિશાન
આ સાથે પોસ્ટરમાં લખ્યું છે કે પોપટના ગળા પર નિશાન છે. એટલું જ નહીં સમગ્ર શહેરની દીવાલો અને જાહેર સ્થળો પર પોસ્ટર ચોંટાડવામાં આવ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

500 રૂપિયામાં ગેસ સિલિન્ડર, વૃદ્ધોને 6 હજાર રૂપિયાનું પેન્શન, 2 લાખ સરકારી નોકરી... હરિયાણામાં કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જાહેર