Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વિનાયક દામોદર સાવરકરને ખાસ બનાવે છે તેમના જીવનની આ 10 વાતો

વિનાયક દામોદર સાવરકરને ખાસ બનાવે છે તેમના જીવનની આ 10 વાતો
, શુક્રવાર, 28 મે 2021 (06:20 IST)
- વીર સાવરકરએ રાષ્ટ્રધ્વજ ત્રિરંગાના વચ્ચે ઘર્મ ચક્ર લગાવવાની સલાહ સૌ પ્રથમ આપી હતી, જેને રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે માની  
 
- તેમણે જ સૌ પ્રથમ પૂર્ણ સ્વતંત્રતાને ભારતના સ્વતંત્રતા આંદોલનનુ લક્ષ્ય જાહેર કર્યું. તેઓ એવા પ્રથમ રાજનીતિક કેદી હતા. જેમણે વિદેશી(ફ્રાંસ) ભૂમિ પર કેદી બનાવવાને કારણે હેગના અંતરાષ્ટ્રીય કોર્ટ સુધી વાત પહોંચી. 
 
- તેઓ પહેલા ક્રાંતિકારી હતા જેમણે રાષ્ટ્રના સર્વાંગી વિકાસનું ચિંતન કર્યુ અને જેલની સજા સમાપ્ત થતા જ તેમણે અસ્પૃશ્યતા જેવા કુરિવાજો  વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું.
 
-  દુનિયાના તે એવા પહેલા કવિ હતા જેણે અંડમાનની જેલમાં એકાંત કારાવાર દરમિયાન જેલની દિવાલો પર ખીલ્લી અને કોલસા વડે  કવિતાઓ લખી અને પછી તેને યાદ કરી. આ રીતે યાદ કરેલી 10 હજાર લાઈનને તેમણે જેલમાંથી છુટ્યા પછી ફરી લખી. 
 
- સાવરકર દ્વારા લખાયેલ પુસ્તક 'ધ ઈંડિયન વૉર ઓફ ઈંડિપેંડેસ-1857'  એક સનસનીખેજ પુસ્તક રહ્યુ જેણે બ્રિટિશ સરકારને હચમચાવી નાખ્યુ. 
 
- વિનાયક દામોદાર સાવરકર દુનિયાના એકમાત્ર એવા સ્વાતંત્ર્ય સેનાની હતા જેમણે 2-2  ઉંમરકેદની સજા મળી. સજાને પૂર્ણ કરીને તેઓ ફરીથી રાષ્ટ્ર જીવનમાં સક્રિય થઈ ગયા. 
 
-  તેઓ વિશ્વના એવા પહેલા લેખક હતા જેમની કૃતિ 1857નુ પ્રથમ સ્વતંત્રતાને 2-2 દેશોએ પ્રકાશન પહેલા જ પ્રતિબંધ મુકી દીધો.  
 
- તેઓ પહેલા સ્નાતક હતા જેમની સ્નાતકની ડિગ્રીને સ્વંતંત્રતા આંદોલનમાં ભાગ લેવાના કારણે અંગ્રેજ સરકારે પરત લઈ લીધી. 
 
- વીર સાવરકર પહેલા એવા ભારતીય વિદ્યાર્થી હતા જેમણે ઈંગ્લેડના રાજા પ્રત્યે વફાદારીની શપથ લેવાની ના પાડી દીધી. તેથી તેમના વકીલના રૂપમાં કામ કરવા પર રોક લગાવવામાં આવી. 
 
-  વીર સાવરકર પહેલા એવા ભારતીય રાજનીતિજ્ઞ હતા જેમણે સૌ પ્રથમ વિદેશી વસ્ત્રોની હોળી સળગાવી.  
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Twitter News: ટ્વિટર પર સરકારનો પલટવાર, દુનિયાના સૌથી મોટા લોકતંત્ર પર પોતાની શરતો લાદવા માંગે છે કંપની