- દેશના ઓછા રોકાણવાળા અંતરિક્ષ કાર્યક્રમને પાંખ લગાવતા ઈસરોના સૌથે શક્તિશાળી ત્રણ ચરણવાલા રોકેટ જીએસએલવી એમકે તૃતીય એમ1એ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા અંતરિક્ષ કેન્દ્ર પરથી 22 જુલાઈના રોજ ચંદ્રયાન 2 નુ પ્રક્ષેપણ કર્યુ હતુ.
- મિશન ચંદ્રયાન-2 પર ફક્ત 978 કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો છ્ જે અનેક હોલીવુડ ફિલ્મોના બજેટથી પણ ખૂબ ઓછો છે. તાજેતરમાં રજુ થયેલ એવેજર્સ એંડગેમનું બજેટ 2,443 કરોડ રૂપિયા હતુ
- ભારતીય અંતરિક્ષ અનુંશાન સંગઠન (ઈસરો) એ 26 ઓગસ્ટના રોજ પૃથ્વી પરથી 4375 કિલોમીટર દૂર ચંદ્રમાની કિનારેથી લીધેલી બીજી તસ્વીર રજુ કરી. તેનાથી જાણ થાય છે કે ચંદ્રમાંની અંદર અનેક મોટા મોટા ખાડા (ક્રેટર)છે.
- ચંદ્રયાન દ્વારા જે તસ્વીર લેવામાં આવી છે તે સોમરફેલ્ડ, કિર્કવૃડ, જૈક્શન, માક કોરોલેવ, મિત્રા, પ્લાસકેટ, રોઝદેસ્તવેસ્કી અને હર્માઈટ નામના વિશાલ ખાડાની છે.
- ચંદ્રયાન 2 ત્રણ મોડ્યુલવાળા અંતરિક્ષ યાન છે. જેમા ઓર્બિટૅર લૈડર અને રોવરનો સમાવેશ છે.
- તેનાથી ચંદ્દ્રના વણઉકેલાયા રહસ્ય જાણવામાં મદદ મળશે. જેનાથી એવી અનેક શોધ થશે જેનુ ભારત અને સમગ્ર માનવનાતે લાભ મળશે.
- ચંદ્રયાન 2 ઓર્બિટરનુ વજન 2,379 કિલોગ્રામ છે. તેનુ મિશન લાઈફ 1 વર્ષની છે.
- સમગ્ર ચંદ્રયાન 2 મિશનમાં અહી ઓર્બિટૅર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ ચંદ્રમાની કક્ષા પર હાજર રહેશે. આ ચંદ્રમાની સતહ પર રહેલા લૈડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાનને મળેલ માહિતીઓને ધરતી પર વૈજ્ઞાનિકો અપસે મોકલશે.
- રોવર લૈડરની અંદર જ મૈકેનિકલ રીતે ઈંટરફેસ કરવામાં આવ્યુ છે. ચાંદની સપાટી પર લૈડરના સોફ્ટ લૈડિંગ પછી રોવર પ્રજ્ઞાન જુદુ પડશે અને 14થી 15 દિવસ સુધી ચંદ્રની સપાટી પર ફરતુ રહેશે અને ચંદ્રની સપાટી પર રહેલ સૈપલ્સ એટલે કે માટી અને પથ્થરના નમૂનાને એકત્રિત કરી તેનુ રાસાયણિક વિશ્લેષણ કરશે અને ડેટાને ઉપર ઓર્બિટરની પાસે મોકલી આપશે. અહીથી ઓર્બિટર ડેટાને ઈસરો મિશન સેંટર મોકલશે.
- આ અભિયાનની સફળતા પછી રૂસ, અમેરિકી અન ચીન પછી ભારત ચંદ્ર પર સોફ્ટ લૈડિંગ કરનારો ચોથો દેશ બની જશે.