Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પ્રધાનમંત્રી મોદીના કેબિનેટમાં 13 મંત્રીઓએ લીધા શપથ......

પ્રધાનમંત્રી મોદીના કેબિનેટમાં 13 મંત્રીઓએ લીધા શપથ......
, રવિવાર, 3 સપ્ટેમ્બર 2017 (11:32 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કેબિનેટનું આજે વિસ્તરણ થયું. આ લિસ્ટમાં એનડીએના સહયોગી જેડીયૂ અને શિવસેનાને શામેલ નહી કરાયું. આજે કુલ 13 મંત્રીઓએ શપથ લીધા. જેમાં યુપી-બિહારના 2-2 અને કેરળ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, રાજસ્થાનમાંથી એક-એક મંત્રી સામેલ કરાયા. 
શપથગ્રહણ સમારોહ, મંત્રીપદના લેવાયા શપથ 
– કે.જે અલ્ફોન્ઝે લીધા મંત્રીપદના શપથ
– જો. સત્યપાલ સિંહે લીધા મંત્રીપદના શપથ
– શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે લીધા મંત્રીપદના શપથ
-શ્રી હરદીપ સિંહ પુરીએ લીધા મંત્રીપદના શપથ
– રાજકુમાર સિંહે લીધા મંત્રીપદના શપથ
– અનંતકુમાર હેગડેએ લીધા મંત્રીપદના શપથ
– ડો. વીરેન્દ્રકુમારે લીધા મંત્રીપદના શપથ
– બિહારમાંથી ભાજપના સાંસદ અશ્વિનકુમાર ચૌબે
-શિવ પ્રતાપ શુકલાએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે લીધા શપથ
-મુખ્તાર અબ્બાસ નકવીએ લીધા શપથ
-નિર્મલા સીતારામને લીધા શપથ
-કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે લીધા શપથ
-કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લીધા શપથ
 
શિવસેના નાખુશ, ઉમા ભારતી પણ વિસ્તરણમાં હાજર નહી 
 
જાણો તે 9 મંત્રીઓ વિશે... 
શિવ પ્રસાદ શુક્લા
ઉત્તરપ્રદેશથી રાજ્યસભાનાં સાંસદ છે. જે સંસદીય સમિતિનાં સભ્ય પણ છે.
 
અશ્વિનીકુમાર ચૌબે
બિહારનાં બક્સચરથી લોકસભાનાં સાંસદ છે અને સાથે કેન્દ્રીય સિલ્ક બોર્ડનાં મેમ્બર પણ છે. સાથે સંસદીય સમિતિ (ઉર્જા)નાં સભ્ય પણ છે.
 
વિરેન્દ્ર કુમાર
વિરેન્દ્ર કુમાર મધ્ય પ્રદેશનાં ટિકમગઢથી લોકસભાનાં સાંસદ છે, અને સાથે મજૂરોનાં મામલાને લઇ બનેલ સંસદીય સમિતિનાં પ્રમુખ પણ છે.
 
અનંતકુમાર હેગડે
અનંતકુમાર કર્ણાટકથી લોકસભાનાં સાંસદ છે. જે વિદેશ અને માનવ સંસાધન મામલાને લઇ બનેલ સંસદીય સમિતિનાં સભ્ય પણ છે.
 
રાજકુમાર સિંહ
બિહારનાં આરાથી લોકસભાનાં સાંસદ છે. જે પૂર્વ બિહાર કાડરની 1975ની બેચનાં પૂર્વ IPS ઓફિસર છે. જે ફેમિલી વેલફેયર પર બનેલ સંસદીય સમિતિનાં મેમ્બર પણ છે.
 
હરદીપસિંહ પૂરી
હરદીપસિંહ પૂરી કે જે રિસર્ટ એન્ડ ઇન્ફર્મેશન ફોર ડેવલપિંગ કન્ટ્રીઝ (RIS)નાં પ્રેસિડેન્ટ છે. જે 1974ની બેચનાં પૂર્વ IFS ઓફિસર છે.
 
ગજેન્દ્રસિંહ શેખાવત
ગજેન્દ્રસિંહ રાજસ્થાનનાં જોધપુરનાં લોકસભાનાં સાંસદ છે. જે વિત્ત મામલે બનેલ સંસદીય સમિતિનાં પ્રમુખ પણ છે.
 
સત્યિપાલ સિંહ
ઉત્તરપ્રદેશનાં બાગપતથી લોકસભાનાં સાંસદ છે. જે સંસદીય સમિતિ (ઓફિસ અને પ્રોફિટ)નાં સભ્ય પણ છે. સાથે મહારાષ્ટ્રનાં કાડરનાં IPS ઓફિસર પણ રહી ચૂકેલ છે.
 
અલફોન્સ કન્નાથનમ
અલફોન્સ કેરલનાં કાડરનાં 1979ની બેચનાં IPS ઓફિસર પણ રહી ચૂકેલ છે. જે ડીડીએ કમિશ્નર પણ રહી ચૂકેલ છે અને સાથે વ્યવસાયથી વકીલ પણ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મોદી કેબિનેટમાં શામેળ થઈ શકે છે આ 9 ચહેરા