Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Survey: મોદી સરકારથી બે તૃતીયાંશ લોકો છે ખુશ, PM પર આજે પણ આશા કાયમ

Survey: મોદી સરકારથી બે તૃતીયાંશ લોકો છે ખુશ, PM પર આજે પણ આશા કાયમ
નવી દિલ્હી. , બુધવાર, 25 મે 2016 (11:46 IST)
નરેન્દ્ર મોદી સરકારના 2 વર્ષના કામકાજથી દેશની લગભગ બે તૃતીયાંશ જનતા ખુશ છે. આ વાતનો ખુલાસો સિટીજન એંગેજમેંટ પ્લેટફોર્મ દ્વારા કરવામાં આવેલ એક સર્વેક્ષણમાં થયો છે. સર્વેક્ષણમાં 15 હજાર લોકોને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. સર્વેક્ષણ મુજબ 64 ટકા લોકોનુ કહેવુ છે કે સરકારનું કામકાજ આશા મુજબનુ છે. જ્યારે કે 36 ટકા લોકોનું કહેવુ છે કે આ ધાર્યા કરતા ઓછુ છે. 76 ટકા લોકો ભારતમાં પોતાનુ અને પોતાના પરિવારના ભવિષ્યને લઈને આશાવાદી છે. 
 
લોકોએ પ્રત્યક્ષ લાભ સ્થાનાંતરણ ઉપરાંત સ્વચ્છ ભારત અને મેક ઈન ઈંડિયાની પ્રશંસા કરી છે. સર્વેક્ષણ મુજબ કહેવામાં આવ્યુ છે કે મોટાભાગના લોકો ઈચ્છે છે કે સરકાર આગામી 3 વર્ષમાં રોજગારની તકો વધારે અને રોકાણને પ્રોત્સાહન આપે.  સર્વેક્ષણમાં કહેવામાં આવ્યુ છે કે લગભગ 61 ટકા લોકોને વિશ્વાસ છે કે સરકારે જી.એસ.ટી. ખરડાને પાસ કરાવવા માટે પોતાની દરેક શક્ય કોશિશ કરી પણ 30 ટકા લોકો આવુ નથી માનતા. 
 
લગભગ 72 ટકા લોકોને વિશ્વાસ છે કે માળખાગત ઢાંચામાં વિકાસ થયો છે અને 20 ટકા લોકો તેની સાથે સહેમત નથી. આ સર્વેક્ષણમાં ભારતના વિવિધ ભાગના લોકો ઉપરાંત એન.આર.આઈઝે ભાગ લીધો. સર્વેક્ષણમાં કહેવામાં આવ્યુ કે 35 ટકા લોકોને વિશ્વસ છે કે બેરોજગારી ઘટી છે. 43 ટકા લોકો આવુ માનતા નથી. લગભગ 78 લોકોને વિશ્વાસ છે કે જરૂરી વસ્તુઓની કિમંતો ઘટી છે. જ્યારે કે 55 ટકા લોકોને વિશ્વાસ છે કે મોંઘવારી વધી છે.  38 ટકા લોકોને વિશ્વાસ છે કે બાળકો અને મહિલાઓ વિરુદ્ધ અપરાધ ઓછા થયા છે.  44 ટકા લોકોનુ કહેવુ છે કે આ અપરાધોમાં કોઈ ઘટાડો થયો નથી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અલર્ટ : જૈશ આતંકી અવૈસ મોહમ્મદ દિલ્હી વિધાનસભા પર હુમલો કરી શકે છે