Publish Date: Wed, 15 Jul 2015 (17:29 IST)
Updated Date: Wed, 15 Jul 2015 (17:36 IST)
રમજાનના મહિનામાં ઈફ્તારની દાવતો ચાલી રહી છે. લગભગ બધી મોટી પાર્ટીયોના નેતા ઈફ્તાર પાર્ટી આપવા માટે આગળ વધીને ભાગ લઈ રહ્યા છે. પણ વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હજુ સુધી કોઈ ઈફ્તાર પાર્ટી આપી નથી.
તો શુ મોદી મુસલમાન વિરોધી છે. અને શુ ઈફ્તારની દાવત અને રાજકારણ બંને વચ્ચે કોઈ સંબંધ છે ?
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની તાજેતરની જ ઈફ્તાર પાર્ટીના ફોટા જોયા. કોઈ મુસલમાન ચેહરો તેમા જોવા ન મળ્યો. એક સાહેબ સોનિયાજીની બગલમાં ટોપી પહેરીને બેસ્યા હતા. દૂરથી લાગ્યુ કે તે મુસલમાન હશે પણ એ તૃણમૂળ કોંગ્રેસના ડેરેક ઓબ્રાયન હતા. પણ ત્યારબાદ જાણવા મળ્યુ કે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાહ જેવી મોટી મુસલમાન હસ્તિ ત્યા હાજર હતી.
ઈફ્તારની દાવત આપનારા ગૈર મુસ્લિમ ઈફ્તાર ખાનારા મોટાભાગના ગૈર મુસલમાન તો આ ઈફ્તારનો મતલબ શુ ? ઈફ્તાર તો રોજેદારો માટે હોય છે. પૂર્વ પ્રધાનમંત્રી સ્વ ઈન્દિરા ગાંધી પણ ઈફ્તાર પાર્ટીને એક નાટક કહેતા હતા.
કદાચ તેથી જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઈફ્તાર પાર્ટીની દાવત નથી આપતા ? અને આ પ્રકારના નાટક અને ઢકોસલા વાળી ઈફ્તાર પાર્ટીઓમાં નથી જતા ? કે પછી ઈફ્તારથી એ જ રીતે દૂર રહે છે જે રીતે તેઓ મુસલમાન ટોપીને માથા પર મુકવાથી પરેજ કરે છે ? મોદીએ છેલ્લી મન કી વાતમાં રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી પણ રમજાનના પવિત્ર મહિના પર ખામોશ રહ્યા. આ વાતોને લઈને ભારતના મુસલમાનોને મોદીજી ને ફરિયાદ છે.
પણ ઈફ્તાર પર તેમનુ સ્ટેંડ ખોટુ નથી. તેમની અનેક વાતો પર સામાન્ય અસહમતિ બની છે. પણ ઈફ્તાર પર તેમની ખામોશી પર કોઈને વાંધો ન હોવો જોઈએ. એ એટલા માટે કે દસકોથી બધી પાર્ટીયો અને નેતાઓએ ઈફ્તાર પાર્ટીઓ વોટ બેંક માટે આયોજીત કરી છે કે પછી સત્તારૂઢ સરકાર વિરુદ્ધ વિપક્ષની એકતા બનાવવાની કોશિશમાં જેમા કોંગ્રેસ સૌથી આગળ રહી છે.
એક રોજેદાર મુસલમાનના કહેવા મુજબ કોંગ્રેસને સેકુલરિઝ્મના નામ પર જો ઈફ્તાર પાર્ટીયો આપવી છે તો હિન્દુ મુસલમાન એકતા વધારવા માટે ઈફ્તાર પાર્ટી આપે. ગાંધીજીની સર્વ ધર્મ સમભાવની ભાવનાના નામ પર ઈફ્તાર પાર્ટી કરો.
મુસલમાનોને સલામ
પ્રધાનમંત્રી જો ઈફ્તાર પાર્ટીયોથી દૂર રહે છે તો કોઈ વાંધો નથી. આજે મતલબ બુધવારે રાષ્ટ્રપતિ ભવનની ઈફ્તાર પાર્ટીમાં નથી જતા તો મુસલમાનોએ તેનાથી દુખી ન થવુ જોઈએ.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક પ્રચારક સામે જ્યારે મોદીજી અને ઈફ્તાર પાર્ટીયોમાં તેમની ગેરહાજરીનો મુદ્દો છેડાયો તો તેમણે કહ્યુ કે આનો મતલબ એવો ન કાઢશો કે તે મુસલમાન વિરોધી છે. એ પ્રચારકે દાવો કર્યો કે રમજાન શરૂ થતા પહેલા તેમણે બધા મુસલમાનોને શુભેચ્છા પાઠવી હતી.
જ્યારે તેઓ ગયા અઠવાડિયે મુસલમાન દેશ ઉજ્બેકિસ્તાન ગયા તો તેમણે ત્યાના મુસલમાનોને સોશિયલ મીડિયા પર સલામ કહ્યુ હતુ. આ ઉપરાંત ગયા મહિને તેમણે દિલ્હીના ઈસ્લામિક સેંટર જઈને એક મુસલમાન લેખકનુ પુસ્તક રજુ કર્યુ હતુ.
આ સમારંભમાં મોટાભાગના મુસલમાન હતા જ્યા મોદીજીએ ભારતના મુસલમાનોને ભણતર ગણતરમાં આગળ વધવાની વાત કરી હતી. એક મુસલમાને કહ્યુ કે તેઓ પ્રધાનમંત્રીજીની સલાહ સાથે સહમત છે પણ તેમના મુજબ પ્રધાનમંત્રીજીની પણ ફરજ છે કે તેઓ મુસલમાનોને જ્ઞાન પ્રાપ્ત કરાવવા માટે કડક પગલા ઉઠાવે.
વધુમાં તેણે કહ્યુ કે 'મોદીજી ભલે ઈફ્તાર પાર્ટી ન આપે, ઈફ્તાર પાર્ટીમાં ભાગ ન લે તેમના રાજમાં આ દેશના મુસલમાન સમુહ ખુદને જુદા અનુભવવા લાગ્યા છે. તેઓ બાજુ પર આવી ગયા છે. તેમને સરકારી સેકુલરિજ્મ નહી સરકારી મદદ જોઈએ.'
અને આ મોદીજી પોતે જાણે છે. તો મોડુ ન કરતા શુ તેઓ ઈફ્તારને બદલે મુસલમાનોની શિક્ષા અને રોજગારમાં ભાગીદારી વધાવવાની જવાબદારી ઉઠાવશે ?