Publish Date: Tue, 23 Dec 2014 (12:34 IST)
Updated Date: Tue, 23 Dec 2014 (12:40 IST)
હાથની રેખા અને ચેહરો વાંચનારા (ફેસ રીડર) રમન રાવે એક વાર ફરી ભવિષ્યવાણી કરી છે. આ વખતે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને યાત્રામાં સાવધાની રાખવાની વાત કરી છે.
તેમનુ કહેવુ છે કે મોદીને હવાઈ યાત્રાઓનુ સંકટ છે. તેમને સલાહ આપી છેકે તેઓ આર્મી અથવા એયરફોર્સના હેલીકોપ્ટરનો જ પ્રયોગ કરો. પ્રણવ મુખર્જી અને ઓબામાને પોત પોતાના દેશના સર્વોચ્ચ પદ મળવાની તેમની ભવિષ્યવાણી સત્ય સાબિત થઈ.
રમનાએ હેલીકોપ્ટર દુર્ઘટનાનો શિકાર થયેલ વાઈ.એસ.આર. રેડ્ડીએ પણ તેના મૃત્યુને થોડાક મહિના પહેલા હવાઈ યાત્રાઓને લઈને ચેતાવ્યા હતા. રમનાનુ હવે કહેવુ છે કે મોદીએ પોતાની હવાઈ યાત્રાઓ પર વિશેષ સાવધાર્ની રાખવાની જરૂર છે.
તેમણે કહ્યુ કે પ્રાઈવેટ હેલીકોપ્ટરને બદલે મોદી માટે આર્મી અથવા એયરફોર્સના હેલીકોપ્ટરનો પ્રયોગ વધુ સુરક્ષિત રહેશે. એક વિશેષ મુલાકાતમાં રમનાએ કહ્યુ કે મોદી જો એસ અને આર નામની બે મહિલાઓ સલાહકારના રૂપે રાખે છે તો તે પોતાના કામમાં વધુ સફળ રહી શકે છે.