rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સર્વે - વધી રહી છે મોદીની લોકપ્રિયતા...

વધી રહી છે મોદીની લોકપ્રિયતા
વોશિંગટન. , શુક્રવાર, 18 સપ્ટેમ્બર 2015 (15:36 IST)
એક તાજા સર્વે મુજબ ગયા વર્ષે સરકાર બન્યા પછી પીએમ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં વધારો થયો છે. પ્યૂ(પીઈડબલ્યુ) માં રજુ સર્વેક્ષણ મુજબ ગયા વર્ષે સરકાર ભારતમાં એનડીએ સરકાર સત્તામાં આવ્યા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા રેટિંગમાં ઝડપથી વધારો થયો છે. પ્યુએ છ એપ્રિલથી 19 મે 2015 સુધી ભારતમાં 2452 લોકો વચ્ચે કરાવેલ પોતાના સર્વેક્ષણના પરિણામોમાં કહ્યુકે મોદીએ પોતાની નીતિયો અને શાસનમાં ભારતનું ગૌરવ વધારવા ઉપરાંત તેમની લોકપ્રિયતાની રેટિંગ ઉછળીને 87 ટકા થઈ ગઈ છે અને પરંપરાગત કોંગ્રેસી આધારવાળા સ્થાનોમાંથી પણ તેમને સમર્થન મળી રહ્યુ છે. 
 
ગુજરાતમાં અનામત મુદ્દાને લઈને શરૂ થયેલ આંદોલનને કારણે ગયા મહિને ભડકેલી હિંસા પહેલા કરાવેલ સર્વેક્ષણમાં કહેવામાં આવ્યુ કે પણ અવિશ્વાસ બનેલ છે. કદાચ એ માટે કારણ કે બીજેપીના શાસનકાળમાં 2015ના પ્રથમ પાંચ મહિનામાં સાંપ્રદાયિક હિંસાની ઘટનાઓમાં 2014ના સમયની તુલનામાં લગભગ એક ચતુર્થાંસ વધારો થયો છે.  
 
2014માં એ સમયે કોંગ્રેસની સરકાર હતી. ઘરેલુ મુદ્દામાં મોદીએ સૌથી ઓછી સ્વીકૃતિ સાંપ્રદાયિક સંબંધો મતલબ બહ્સંખ્યક હિન્દુઓ અને અલ્પસંખ્યક મુસ્લિમો, જૈનો, સિખો અને ઈસાઈયો વચ્ચે રોજ સંવાદ અને દેશમાં અનેક જાતિયો વચ્ચે સંબંધો પર તેમના પ્રબંધનને લઈને મળી છે. 
 
પ્યૂએ એક નિવેદનમાં કહ્યુ કે જોકે મોદીએ ભારતની પરંપરાગત દળીય રાજનીતિને આગળ વધારી છે. પ્રધાનમંત્રી અને તેમની પાર્ટીને દેશ સામે વર્તમનામાં મોટાભાગના પડકારો પર બીજેપીના સમર્થકો સાથે સાથે વિપક્ષી કોંગ્રેસી સમર્થક્નુ પણ સમર્થન મળી રહ્યુ છે. 

Share this Story:

Follow Webdunia gujarati