Publish Date: Fri, 17 Oct 2014 (10:37 IST)
Updated Date: Fri, 17 Oct 2014 (11:59 IST)
નવી દિલ્હી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે ત્રણે સેના પ્રમુખને મળ્યા.બેઠકમાં તેમની સાથે રક્ષા મંત્રી અરુણ જેટલી પણ હાજર છે. બેઠક પછી મોદી 'કંબાઈંડ કમાંડર્સ કોંફ્રેંસ' ને સંબોધિત કરશે. આ દરમિયાન વિદેશ મંત્રી સુષમા સ્વરાજ અને ગૃહ મંત્રી રાજનાથ સહિત કેબિનેટના કેટલાક અન્ય સહયોગી પણ હાજર રહેશે. બેઠકમાં પ્રધાનમંત્રી મોદી દેશની સુરક્ષા સ્થિતિ વિશે સેના પ્રમુખો સાથે માહિતિ લેશે. પીએમ મોદીના આ મુલાકાત પાક અને ચીન સાથે વધી રહેલ તણાવ પછી થઈ રહી છે.
તેથી એવુ કહેવાય રહ્યુ છે કે તેઓ ત્રણેય સેનાધ્યક્ષોને પાકિસ્તાન અને ચીન સાથે સીમા પર રણનીતિને લઈને નિર્દેશ આપી શકે છે.
રક્ષા મંત્રાલય મુખ્યાલયમાં બધા ટોચ કમાંડરોની સાથે આ પ્રધાનમંત્રીની પ્રથમ બેઠક છે. હાલિયા ઘટનાક્રમોને ધ્યાનના રાખતા પાકિસ્તાન સાથે જોડાયેલ સીમા અને ચીનથી લાગેલ વાસ્તવિક નિયંત્રણ રેખા પર પરિસ્થિતિના વિશે પણ ચર્ચા થવાની આશા થશે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા પર નિયંત્રણ રેખા પર લગભગ બે અઠવાડિયાથી સંઘર્ષવિરામનું સતત ઉલ્લંઘન કરી રહી છે અને ભારત કરારો જવાબ આપી રહ્યુ છે. ચીની સૈનિક લદ્દાખના વિવિધ સ્થાનોમાં ઘુસપેઠ કરવામાં પણ સમાવેશ રહે છે. ગયા મહિને ચીની રાષ્ટ્રપતિ શી ચિનફિંગની યાત્રાના દરમિયાન પણ આવુ થયુ હતુ.
ચીફ ઓફ સ્ટાફ કમિટીના અધ્યક્ષ હોવાના નાતે વાયુસેના પ્રમુખ અરુપ રહ્યુ. ત્રણે બળો સાથે જોડાયેલ મુદ્દા વિશે પ્રધાનમંત્રીને સૌ પહેલા માહિતી આપશે. નૌસેના સ્ટાફ કમિટીના અધ્યક્ષ હોવાને નાતે વાયુસેના પ્રમુખ અરુપ રાહા ત્રણે દળો સાથે જોડાયેલ મુદ્દા વિશે પ્રધાનમંત્રીને સૌ પહેલા માહિતી આપશે. નૌસેના પ્રમુખ આરકે ધોવન અને થલ સેના પ્રમુખ દલબીર સિંહ સુહાગ પણ આંતરરાષ્ટ્રીય અને ક્ષેત્રીય પરિદ્રશ્ય સાથે સંબદ્ધ પડકારોની રૂપરેખા રજુ કરશે.