rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મજેદાર બદલો છે મૈડિસન સ્ક્વેયર પર મોદીનું ભાષણ

મજેદાર બદલો
આજથી 9 વર્ષ પહેલા પણ મૈડિસન સ્કવેયર પર એકત્ર લોકોએ નરેન્દ્ર મોદીને સંબોધિત કર્યા હતા. ફરક ફક્ત એટલો હતો કે સ્કવેયર પર બનેલ મંચ પર મોદીની ખુરશી ખાલી પડી હતી અને તેઓ સીધા ગુજરાતથી અહી એકત્ર થયેલા લગભગ 7000 લોકોને સંબોધિત કરી રહ્યા હતા. સમય બદલાયો.. હવે નરેન્દ્ર મોદી અમેરિકા યાત્રા દરમિયાન મૈડિસન સ્કવેયર પરથી હજારો લોકોને સંબોધિત કરશે. 
 
ન્યૂ યોર્કમાં રહેનારા ઈએનટી સર્જન રાજ ભયાનીએ કહ્યુ, 'આ અમેરિકામાં રહેનારા અમારા લોકો માટે એક મજેદાર બદલો છે. 2005માં જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ન્યૂયોર્ક આવવાના હ્તા. અમે તેમને માટે એક કમ્યુનિટી રિસેપ્શનનું આયોજન કર્યુ હતુ. પણ તેમના વીઝા રદ્દ થયા પછી અમને સમજાતુ નહોતુ કે અમે શુ કરીએ. અમે આયોજન સ્થળને પેમેંટ આપી દીધુ હતુ અને લોકો પણ આવવા માંગતા હતા. તેથી અમે મંચ પર નરેન્દ્રભાઈ માટે એક ખાલી ખુરશી મુકી ' નરેદ્ર મ્દોઈએ ગુજરાતના લાઈવ ટેલિકાસ્ટ દ્વારા લોકોને સંબોધન કર્યુ હતુ. 
 
રવિવારે નરેન્દ્ર મોદી જ્યારે સ્ટેજ પર આવશે અને લોકોને સંબોધિત કરશે તો તેઓ અમેરિકાની ધરતી પર પણ વિદેશી નેતા દ્વારા સંબોધિત કરવામાં આવેલ સૌથી મોટી ભીડ હશે.  સ્પોર્ટ્સ અને ઈંટરટેનમેંટ એક્ટિવિટીઝ માટે જાણીતુ મૈડિસન સ્કવેયર ગાર્ડનમાં આ દિવસે 18000 લોકોના એકત્ર થવાની શક્યતા છે. આયોજકોમાંથી એક ભારત બરાઈએ કહ્યુ, 'અમને ટિકિટોની ભારે માંગનો સામનો કરવો પડ્યો હતો. અમે જાણીએ છીએ કે આ કમાલનુ રહેવાનુ છે.' 
 
કેટલાક ભારતીયોએ આ અવસર માટે એક ગીત તૈયાર કયુ છે. જેમા નરેન્દ્ર મોદીની ચૂંટણીઓમાં શાનદાર સફળતાને બતાવવામાં આવ્યુ છે. આ ગીતની શરૂઆત 'બિગુલ બજા કે જીત કા' થી થાય છે અને નરેન્દ્ર મોદીની જુદી જુદી છબિયોમાં તસ્વીરો સામે આવતી રહે છે. આ ગીતમાં તેમને ભીડ ખેંચનારા રાજનેતા, એક પ્રધાનમંત્રી અને એક ગ્લોબલ લીડરના રૂપમાં બતાવ્યા છે. મોદીને હજારો અન્ય લોકો પણ ન્યૂયોર્કના ટાઈમ્સ સ્કવેયર પર લાગેલ સ્ક્રીન્સના માધ્યમથી જોશે.  
 

Share this Story:

Follow Webdunia gujarati