Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વારાણસીની મુલાકાત લેશે મોદી, પ્રધાનમંત્રી બન્યા પછી મોદીનો પ્રથમ પ્રવાસ

વારાણસીની મુલાકાત લેશે મોદી, પ્રધાનમંત્રી બન્યા પછી મોદીનો પ્રથમ પ્રવાસ
વારાણસી , ગુરુવાર, 30 ઑક્ટોબર 2014 (11:22 IST)
. વડાપ્રધન પદે આરૂઢ થયા બાદ નરેન્દ્ર મોદી પહેલી વખત નવેમ્બર મહિનાની 7મીતારીખે પોતાના સંસદીય વિસ્તાર વારાણસીની મુલાકાતે જઈ રહ્યા છે. 
 
મળતી માહિતી મુજબ વડાપ્રધના નરેન્દ્ર મોદીનો આ બે દિવસનો પ્રવાસ છે. મોદી 7મી નવેમ્બરે વારાણસી પહોંચશે અને 8 નવેમ્બરે દિલ્હી માટે રવાના થશે. 
 
આ પ્રવાસ દરમિયાન મોદી બીએચયુના ટ્રોમા સેંટરનું ઉદ્દ્ધાટન કરશે. તે સાથે એક ગામને દત્તક લેશે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વારાણસીન જીલ્લા અધિકારી કાર્યાલયમાં પ્રધાનમંત્રીનો પ્રવાસ સંદર્ભેની સૂચના ફેક્સ મારફતે આપી દેવામાં આવી છે.  વડાપ્રધાનનો પ્રવાસ અગાઉ ઓક્ટોબર મહિનામાં હતો પણ હુડહુડ ચક્રવાતને કારણે આ પ્રવાસ રદ્દ થયો હતો. 

Share this Story:

Follow Webdunia gujarati