પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અચાનક લાહોર પ્રવાસને પાકિસ્તાની મીડિયાએ સ્વાગત યોગ્ય પગલુ બતાવ્યુ છે. પીએમ મોદી શુક્રવારે કાબુલમાંથી પરત ફરતા લાહોર ગયા હતા. ત્યા તેઓ પાકિતાની પીએમ નવાજ શરીફના ઘરે પણ ગયા. 25 ડિસેમ્બર ના રોજ જ શરીફનો જન્મદિવસ હતો. મોદીએ તેમને ફોન પર શુભેચ્છા પાઠવી અને ટ્વીટ કરી એલાન કર્યુ કે તેઓ લાહોર જઈ રહ્યા છે.
શાંતિ પ્રકિયા આગળ વધારી રહ્યા છે મોદી-નવાઝ - ધ ન્યૂઝ
ધ ન્યૂઝે લખ્યુ છે કે મોદી અને નવાજ મળીને શાંતિ પ્રક્રિયાને આગળ વધારી રહ્યા છે. મોદીની આ ગુડવિલ મુલાકાત હતી. બંને પ્રધાનમંત્રીઓની આ મુલાકાત ખુશીભર્યા વાતાવરણમાં થઈ. જેમા બંને દેશોના સંબંધો વધુ સારા થશે. બંને દેશોના પ્રધાનમંત્રીઓએ આ વાત પર જોર આપ્યુ કે બંને દેશ એકબીજાના મહત્વને સમજે છે. પરસ્પર સહયોગ દ્વારા સમૃદ્ધિના દરવાજો ખોલવાની જરૂર છે.
મોદીનો ડિપ્લોમેટિક માસ્ટર સ્ટ્રોક - ધ નેશન
પાકિસ્તાની છાપુ ધ નેશને આ પ્રવાસને મોદીનો ડિપ્લોમેટિક માસ્ટર સ્ટ્રોક બતાવ્યો છે. લખ્યુ છે - 150 મિનિટના મોદીનો આ લાહોર - પાકિસ્તાનનું દિલમાં રોકાવવુ સૌને ચોંકાવનારુ છે. આ ડિપ્લોમેટિક માસ્ટરસ્ટ્રોક છે. વીતેલા એક દસકામાં કોઈ ભારતીય પ્રધાનમંત્રીની એવી પહેલી યાત્રા છે. મોદીએ અંતિમ સમયે લાહોર જવાનો નિર્ણય કર્યો અને ટ્વિટર પર એલાન કરીને સૌને ચોંકાવી દીધા.
સંબંધો સામાન્ય કરવાનુ પગલુ - એક્સપ્રેસ ટ્રિબ્યૂન
એક્સપ્રેસ ટ્રિબ્યૂને લખ્યુ છેકે આ પહેલીવાર છે જ્યારે વીતેલા 12 વર્ષમાં પહેલીવાર કોઈ ભારતીય પીએમે પાકિસ્તાનની જમીન પર પગ મુક્યો છે. આ એવા બે દેશો વચ્ચે સંબંધો સામાન્ય કરવાનો પ્રયત્ન છે જે ત્રણ વાર યુદ્ધ લડી ચુક્યા છે. નવાઝ અને મોદીના હાથ મિલાવવાથી ઉભી થયેલી ગરમીથી બરફ ઓગળી છે. નવાઝે મોદીના સ્વાગતમાં રેડ કાર્પેટ પાથર્યુ.