Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારતને ગુલામ બનાવનાર બ્રિટન પાસે છે ભારતની આ 7 વસ્તુ, મોદી સામે તેને પરત લાવવાનુ ચેલેંજ !

બ્રિટન
, શુક્રવાર, 13 નવેમ્બર 2015 (15:44 IST)
પીએમ મોદીએ બ્રિટન પ્રવાસ પર એક વાર આ અટકળોનુ બજાર ગરમ થઈ ગયુ છે કે બ્રિટનના ખજાનામાં વર્ષોથી પડેલી પોતાની બેશકીમતી કલાકૃતિયો અને ઝવેરાતને ભારત પરત લાવશે કે નહી. 720 કૈરેટ કોહિનૂર હીરા સહિત ભારતની વિરાસત સાથે જોડાયેલ એવી અનેક બેજોડ વસ્તુઓ છે જે આ સમયે બ્રિટિશ મ્યૂઝિયમની શોભા વધારી રહી છે.  આવો જાણીએ આ અતિકિમંતી વસ્તુઓ અને તેની વિશેષતા વિશે.. 
કોહિનૂર હીરો 
 
બ્રિટને ભારત પર 200 વર્ષ રાજ કર્યુ અને આ દરમિયાન તેઓ ભારતની ઘણી બધી કિમંતી વસ્તુઓ પોતાની ત્યા ઉઠાવી ગયા. તેમા આંધ્રપ્રદેશની એક ખાનમાંથી નીકળેલો કોહિનૂર હીરો પુર્ણ 720 કૈરેટનો હતો. અલાઉદ્દીન ખિલજીના જનરલ માલિક કાફૂરે આ જીત્યો હતો અને તે વર્ષો સુધી ખિલજી વંશના ખજાનામાં રહ્યો.  પછી તે મુગલોના ખજાનાની શોભા વધારતો રહ્યો. શાહજહાંના મયૂર સિંહાસન પર પોતાની ચમક ફેલાવ્યા પછી કોહિનૂર હીરો મહારાજ રંજીત સિંહની પાસે પહોંચ્યો. પછી ભેટમાં રૂપમાં કોહિનૂર બ્રિટનની મહારાણીને સોંપવામાં આવ્યો અને ત્યારથી અ મહારાણીના તાજમાં જડેલો છે. જો કે એક જમાનામાં દુનિયાના સૌથી મોટા હીરામાં સામેલ કોહિનૂર હવે ફક્ત 105 કૈરેટનો જ રહી ગયો છે. 
 
આગળની સ્લાઈડમાં જુઓ કેવી રીતે ભારતથી બ્રિટન પહોંચી ટીપૂની અંગૂઠી... 

ટીપૂની તલવાર અને અંગૂઠી 
webdunia
ભારતીય મૂળના સાંસદ કીથ વાજ લાંબા સમયથી બ્રિટિશ ખજાનામાં મુકેલી ભારતની અણમોલ કલાકૃતીયોને ભારતમાં પરત લાવવાની માંગ ઉઠાવી રહ્યા છે. લંડનના બ્રિટિશ મ્યુઝિયમમાં મૈસૂરના શાસક ટીપૂ સુલ્તાન સાથે પણ જોડાયેલી અનેક કિમંતી કલાકૃતીયો રાખેલી છે. તેમા ટીપૂ સુલ્તાનની એક તલવાર પણ છે. ખાસ કારીગરીવાળી આ તલવાર આખી દુનિયામાં જાણીતી છે. સાથે જ આ ટીપૂની એક અંગૂઠી પણ છે જે શ્રીરંગપટ્ટમમાં થયેલ સંઘર્ષ પછી અંગ્રેજ પોતાની સાથે લઈ ગય હતા.  
 
આગળની સ્લાઈડમાં જાણો ભગવાન બુદ્ધની 1500 વર્ષ જૂની મૂર્તિ વિશે... 

ભગવાન બુદ્ધની 1500 વર્ષ જૂની મૂર્તિ 
webdunia
ભારત અને બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલ એક વઘુ કિમંતી મૂર્તિબ્રિટન સ્થિત બર્મિધમ શહેરના મ્યૂઝિયમમાં મુકેલી છે. 500 કિલોગ્રામ વજનની બુદ્ધની વિશાળકાય મૂર્તિ લગભગ 1500 વર્ષ જૂની છે જે પીત્તળમાંથી બની છે. કહેવાય છે કે 1861માં બિહારના ભાગલપુર જીલ્લાના સુલ્તાનગંજ વિસ્તારમા રેલના પાટા નાખતી વખતે એક બ્રિટિશ ઓફિસરને મળી હતી.  આ ગુપ્તકાલની કળાનો બેજોડ નમૂનો છે. આ મોર્તિને જોવા માટે તમામ લોકો દુનિયાભરથી બર્મિધમ આવે છે.

આગળની સ્લાઈડમાં જાણો અમરાવતીની સંગેમરમરની કલાકૃતીયોને બ્રિટનમાં કોણ લઈ ગયુ 


અમરાવતીની સંગેમરમરની કલાકૃતીયો 
 
બ્રિટિશ મ્યુઝિયમમાં ભારતની એક વધુ મુખ્ય અમાનત મુકવામાં આવી છે.. એ છે અમરાવતીના સંગેમરમરની નક્કાશીદાર કલાકૃતિ. આ કલાકૃતીયો પહેલા શતાબ્દીની આસપાસની છે. ઈતિહાસકારો મુજબ આ કલાકૃતિયોનો ઉપયોગ દક્ષિણ પૂર્વી ભારતના એક પ્રસિદ્ધ સ્તૂપનો ગેટ સજાવવા માટે કરવામાં આવતો હતો.  1845 બ્રિટિશ અધિકારી સર વોલ્ટર ઈલિયટની નજરમાં અમરાવતીના સ્તૂપનું ખોદકામ શરૂ થયુ અને 1880 ની આસપાસ 120 નક્કાશીદાર કલાકૃતીયો બ્રિટેનમાં લઈ જવામાં આવી. હાલ આ કલાકૃતિયો બ્રિટિશ મ્યુઝિયમમાં મુકવામાં આવી છે.  આને ભારતના બેજોડ નમૂનો માનવામાં આવે છે. 

webdunia

બ્રિટિશ મ્યુઝિયમમાં મુકી સરસ્વતીની પ્રતિમા 
 
લંડનમાં બ્રિટિશ મ્યુઝિયમમાં મુકેલ સરસ્વતીની એક પ્રતિમાને જોઈને તમે ભારતની જૂની કલા અને સંસ્કૃતિ પર અભિમાન કર્યા સિવાય રહી નહી શકો. ભારતીય સંસ્કૃતિને જ્ઞાનની દેવી માનવામાં આવે છે.  એવુ કહેવાય છે કે આ પ્રતિમા મઘ્ય ભારતના જાણીતા ભોજશાળા મંદિરથી બ્રિટૅન લઈ જવામાં આવી હતી. ઈતિહાસકાર મુજબ 1886માં આ પ્રતિમાને બ્રિટિશ મ્યુઝિયમે પોતાના સંરક્ષણમાં લઈ લીધી હતી. 
 
આગળની સ્લાઈડમાં જુઓ ક્યા છે શિવાજીની તલવાર 
webdunia

શિવાજીની જાણીતી તલવાર જગદંબા બ્રિટિશ રાજકુમાર એડવર્ડ સપ્તમને ભારત યાત્રા દરમિયાન ભેટમાં આપવામાં આવી હતી.  હવે આ તલવાર બર્કિઘમ પેલેસમાં મુકવામાં  આવી છે.  કેટલાક ઈતિહાસકારોના મુજબ શિવાજી પાસે ત્રણ તલવારો હતી. જેમા જગદંબા ઉપરાંત તુળજા અને ભવાનીનુ નામ આવે છે. એવુ કહેવાય છેકે ભવાની હજુ પણ સતારાના પૂર્વ મહારાજ પાસે છે.  જ્યારે કે તુળજા અંગે કોઈ ચોક્ક્સ પુરાવો નથી મળ્યો કે તેને શિવાજી પોતે વાપરતા હતા કે તેમન વંશજ 

Share this Story:

Follow Webdunia gujarati