Publish Date: Fri, 20 Feb 2015 (17:20 IST)
Updated Date: Fri, 20 Feb 2015 (17:35 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળેલી ભેટ સોગાદોની સુરતમાં હરાજી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નરેન્દ્ર દામોદરદાસ મોદી લખેલા સૂટની હરાજીનો આજે છેલ્લો દિવસ છે. મોદીનો સુટ ખરીદવ આ ઉદ્યોગપતિઓમાં જોરદાર ધક્કા મુક્કી કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ હિરાના જાણીતા ઉદ્યોગપતિ હિતેશ લાલજી પટેલે 4.31 કરોડની બોલી લગાવી આ સૂટ ખરીદી લીધો હતો.
આ પહેલા બાદશાહે 4.17 કરોડની બોલી લગાવી હતી જેના થોડા જ સમયમાં બોલી વધીને 4.31 કરોડ સુધી પહોંચી ગઈ હતી. ધર્મનંદન ડાયમંડના હિતેશ પટેલ અને દિવાળી પર રત્નકલાકારોને ગિફ્ટમાં કાર આપનારા સવજી ધોળકિયાએ 4.31 કરોડની બોલી લગાવી હતી.
પાંચ વાગ્યા પછીની બોલી કલેક્ટરે ગેરલાયક ગણી
મોદીનો સુટ ખરીદવા અને ગંગા સફાઈ અભિયાનમાં દાન આપવા માટે સુરતના ઉદ્યોગપતિઓ પાછળ પડતાજ નહોતા. બોલીનો નિર્ધારિત સમય પાંચ કલાકનો પુરો થઈ ગયો હોવા છતા બોલીની રકમ વધતી જતી અને આંકડો પાંચ કરોડ સુધી પહોંચી ગયો હતો. લવજી બાદશાહે પાંચ કરોડની બોલી લગાવી હતી. જોકે કલેક્ટરે પાંચ વાગ્યા પછી બોલવામાં આવેલ રકમને ગેરમાન્ય ગણીને છેલ્લી રકમ 4.31 કરોડને જ માન્ય રાખી હતી. મોદી સુટ ખરીદવાનુ ગૌરવ ધર્મનંદન ગ્રુપના હિતેશ પટેલને મળ્યુ હતુ.
- ધર્મનંદન ડાયમંડના માલિક હિતેશ પટેલ રૂ. 3કરોડ 61 લાખની બોલી લગાવી
- લીલા જવેલર્સના કોમલકાંત શર્માએ મોદીના સૂટની બોલી 2.95 કરોડ લગાવી
- હિરા વેપારી હિતેશ્પટેલે હરાજીની કિમંત વધારીને 2.85 કરોડ કરી
- હિરા વેપારી હિતેશ પટેલે હરાજીની કિમંત વધારીને 2.75 કરોડ કરી
આ પહેલા આ સૂટની કિમંત 2.05 કરોડ મુંબઈના વિપુલ શાહે લગાવી. મોદીના સૂટની 2.08 કરોડ કિમંત હિતેશ પટેલે લગાવી. અવંતિકા ગ્રુપે આ માટે 1.95 કરોડની બોલી લગાવી હતી. લવજી ભાઈ અને જયંતીભાઈએ આ માટે 1.81 કરોડની બોલી લગાવી હતી અને રાજેશ ભાઈએ 1.85 કરોડની બોલી લગાવી. અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે મુલાકાત દરમિયાન પીએમ દ્વારા પહેરેલ આ લખટકિયા સુટ પર રાજકારણીય રોટલીઓ ત્યારથી આજ સુધી સેકાય રહી છે.
આ પહેલા બીજા દિવસે ગ્લોબલ ફ્રેંડ્સ ગ્રુપે મોદીના સુટની બોલી 1.25 કરોડ લગાવી હતી. ગ્લોબલ ફ્રેંડ્સ ગ્રુપના રાજેશ માહેશ્વરીએ જણાવ્યુ કે અમારા ગ્રુપમાં જેટલા પણ ફ્ર્રેડ્સ છે સૌએ 50,000 રૂપિયા આપવાનો નિર્ણય લીધો છે.
આ મોદીનો એજ સુટ છે જે હૈદરાબાદ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે મુલાકાત સમયે મોદીએ પહેર્યો હતો.. આ સુટ ઘણો ચર્ચામાં રહ્યો અને વિવાદ પણ ઉભો કર્યો. પણ સુટની આ સ્ટોરીની રસ પ્રદ વાત એ છે કે રમેશ વીરાની નામના વ્યક્તિએ સામે આવીને કહ્યુ છે કે મોદીને આ સુટ તેમણે ભેટ કર્યો છે.
ઉલ્લેખનીય છે એક આ સુટ 25 જાન્યુઆરીના દિવસે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હૈદરાબાદ હાઉસના લોનમાં બેસીને ચા પર ચર્ચા કરી રહ્યા હતા ત્યારે આ સુટ ચર્ચામાં આવ્યો હતો. કાળા રંગના આ સુટ પર સોનાના તારથી લખાયેલુ હતુ મોદીનુ નામ.. નરેન્દ્ર દામોદરદાસ મોદી.
ભારતથી લઈને લંડન સુધી આ સુટ ચર્ચામાં આવી ગયો. અનેક અનુમાનો લગાવવામાં આવ્યા.. પ્રશ્નો પુછવામાં આવ્યા.. કોણે સીવ્યો.. ક્યા સીવ્યો.. કેટલા કપડામાંથી બનાવ્યો અને કેટલાનો છે આ સૂટ..
આ તમામ પ્રશ્નોના જવાબ તો નહોતા મળી શક્યા.. પણ વિપક્ષી પાર્ટીઓએ હુમલો કરવામાં મોડુ નહોતુ કર્યુ.. એ પછી રાહુલ ગાંધી હોય કે કેજરીવાલ..
રમેશ ભાઈ વીરાનીએ આપી ભેટ
આ વિવાદના ત્રણ અઠવાડિયા પછી ફક્ત સૂટની લિલામી નથી થઈ રહી પણ સૂટને લઈને કેટલીક રસપ્રદ હકીકત પણ સામે આવી છે. લિલામીના દિવસે હીરા વેપારી રમેશ ભાઈ વીરાની સામે આવ્યા. રમેશ ભાઈ વીરાનીનો દાવો છે કે તેમણે પોતાના પુત્રના લગ્નનું આમંત્રણ આપતી વખતે સૂટ પ્રધાનમંત્રીને ભેટ કર્યો હતો.
મોદીને સૂટ ભેટ કરનારા રમેશ વીરાનીનુ કહેવુ છે કે જ્યારે મે પુત્રનું લગ્ન નક્કી કર્યુ ત્યારે મેં વાઈબ્રેંટ સમિટ સમયે લગ્નનું આમંત્રણ આપવા ગયો. એ સમયે મે આ સૂટ ભેટ આપ્યો હતો. જ્યારે મે સુટ આપવા ગયો ત્યારે મે નરેન્દ્ર ભાઈને કહ્યુ કે સર મારા પુત્રનું લગ્ન છે. અને તમારે ચોક્કસ આવવાનું છે. દરેક વખતે તમે મારા ઘરે પધાર્યા છો અને હાલ બે વર્ષ પહેલા જ મારા પિતાજી ગુજરી ગયા ત્યારબાદ અમારા પરિવારમાં આ પ્રથમ કાર્યક્રમ છે. મરા મોટા પુત્રના લગ્ન હતા. મે કહ્યુ કે હવે પિતાજી પણ નથી તો એક વડીલની જેમ તમારે આશીર્વાદ આપવાના છે.'
રમેશ વીરાની મુજબ મોદીએ ભેટ લેતી વખતે સ્પષ્ટ કર્યુ હતુ કે તેઓ આ સૂટને દાન કરી દેશે અથવા લિલામ કરી દેશે.
રમેશ વીરાનીનુ કહેવુ છે.. 'તેઓ બોલ્યા રમેશ તુ તો જાણે છે કે હાલ હુ કેટલો વ્યસ્ત છુ.. 25-26ના રોજ મહેમાન આવી રહ્યા છે. ત્યારે મે કહ્યુ કે આ ભેટ જે હુ લાવ્યો ક હ્હુ મારા પુત્રના આશીર્વાદની જેમ તમે એ દિવસે પહેરી લેજો. તો તેઓ બોલ્યા કે જે આપ આપી રહ્યા છો એ તમને ખબર છે કે હુ તેનુ દાન કરી દઈશ અથવા તો લિલામ કરી દઈશ. મે કહ્યુ કે તમારે જે કરવુ હોય તે કરો. પણ મારા માટે સૌથી મોટી વસ્તુ એ છે કે એ દિવસે તમે આ સુટ પહેરશો. મારા પિતાજી તો નથી અને ત્યારબાદ હવે તમે જ મોટા છો તો આ પિતાજીના આશીર્વાદ સમજીને પહેરી લેજો.
રમેશ વીરાની મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો તેમના પરિવાર સાથે ખૂબ જુનો સંબંધ રહ્યો છે.
રમેશ વીરાનીનુ કહેવુ છે.. ''હુ ગુજરાતનો છુ.. મારા પિતા આદિવાસી એરિયામાં રહેતા હતા અને જ્યારે નરેન્દ્ર ભાઈ ત્યાથી પસાર થતા તો મારા પિતાજી નરેન્દ્ર ભાઈને કાયમ એક ઝભ્ભો અને ધોતી પહેરવા માટે મોકલતા હતા. અને એકવાર મારા પિતાજી સાથે મારી વાત પણ થઈ કે તમને ખબર છે કે નરેન્દ્ર ભાઈ ક્યારેય ધોતી ઝભ્ભો પહેરતા નથી તો તમે કેમ મોકલો છો ? પણ તેઓ કહેતા હતા કે એક પ્રેમ છે અને એ મારે મોકલવાનો છે અને મોકલતા રહેતા હતા.'
3 જુલાઈ 2012ના ટાઈમ્સ ઓફ ઈંડિયામાં છપાયેલ એક રિપોર્ટ મુજબ મોદી પંકજ વિરાનીના પુત્રના લગ્નમાં ગયા હતા. રિપોર્ટ મુજબ વિરાની પરિવાર કેશુભાઈ પટેલના નિકટસ્થ માનવામા6 આવતો હતો. કારણ કે આ લોકો પણ સૌરાષ્ટ્ર પટેલ સમુહના છે. એવુ કહેવાય રહ્યુ હતુ કે કેશુભાઈની બગાવત પછી સૌરાષ્ટ્ર પટેલ સમુદાય મોદીથી નારાજ થઈ શકતો હતો. મોદીના 2012માં પંકજ વિરાનીના લગ્નમાં જવુ સૌરાષ્ટ્ર પટેલ સમુદાયને મોદીનો સંકેત માનવામાં આવી રહ્યો હતો.
હૈદરાબાદ હાઉસથી આ સુટ હવે સુરતમાં લિલામી માટે પહોંચી ચુક્યો છે. પણ વિવાદ બંધ નથી થઈ રહ્યો. વિપક્ષ હુમલા કરવાની તક છોડતી નથી. જ્યારે કે બીજેપી એ સ્પષ્ટ કહી રહી છે કે લિલામીના પૈસા તો દેશના કામ જ આવશે.
પહેલા ચર્ચા હતી કે આ સુટનુ કાપડ ખાસ પ્રકારનુ કપડુ બનાવનારી લંડનની કંપની હોલેંડ એંડ શેરીનુ છે. જે 7 પ્રકારના ફૈબ્રિકમાંથી તૈયાર કરવામાં આવે છે. જેમા મેરિનો વુલ, રેશમ, કૉટન અને લિનેનનો ઉપયોગ કરવામાં આવે છે. આ કંપનીના 7 મીટર કપડાંની કિમંત 2.50 લાખ જેટલી માનવામાં આવે છે. પણ કિમંતને લઈને રમેશ વિરાની કહી રહ્યા છે કે તેને હોંગકોંગમાંબ રહેનારા તેમના પુત્રએ તૈયાર કરાવ્યો હતો. આ વિશે તેમને કોઈ માહિતી નથી.
રમેશ વિરાનીનો દાવો છે કે તેમણે મોદીન સૂટ ભેટમાં આપ્યો હતો પણ જ્યારે બે દસકાંથી મોદીના કપડા સીવી રહેલ જેડ બ્લુ સાથે વેબદુનિયાએ સંપર્ક કર્યો તો જેડ બ્લુ તરફથી એવુ બતાવાયુ કે મોદીનો ચર્ચિત સૂટ તેમણે જ બનાવ્યો છે.