Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પત્ની જશોદાબેન બોલી.. લોકો મજાક ઉડાવે છે 'દેખો મોદી કી બારાત આ રહી હૈ'

પત્ની જશોદાબેન બોલી.. લોકો મજાક ઉડાવે છે 'દેખો મોદી કી બારાત આ રહી હૈ'
અમદાવાદ. , મંગળવાર, 27 જાન્યુઆરી 2015 (12:32 IST)
મિશેલ અને બરાક ઓબામાને એક સાથે જોઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પત્ની જશોદાબેન થોડીક ક્ષણ માટે ભાવુક થઈ ગઈ. ટીવી પર મિશેલ અને બરાક ઓબામાની સાથે મોદીને જોઈએન તેમણે કહ્યુ કે મને ખબર છે કે જ્યારે ઓબામાનુ સ્વાગત થઈ રહ્યુ હતુ ત્યારે મારે પણ દિલ્હીમાં હોવુ જોઈએ હતુ. પણ સાહેબ(મોદી) આવુ નથી ઈચ્છતા. આનાથી મને કોઈ ફરક નથી પડતો. જસોદાબેને કહ્યુ કે જો તે મને આજે બોલાવશે તો હુ આવતીકાલે પહોંચી જઈશ. પણ હુ એ પહેલા ક્યારેય નહી જઉ. તેમણે મને બોલાવવી પડશે. આ મારો આત્મવિશ્વાસ છે. જેના પરથી હુ ડગીશ નહી. અમારી બંને વચ્ચે હેસિયતની કોઈ વાત નથી. અમે બંને માનવી છીએ. 
 
જશોદાબેને કહ્યુ કે હુ આભારી છુ કે તેમણે ગયા વર્ષે મને પોતાની પત્ની માની. હુ સરકારને માંગ કરુ છુ કે તે મને મારા અધિકાર આપે જેની હુ હકદાર છુ. હુ જાણુ છુ કે તેમણે દેશ માટે પોતાનુ વૈવાહિક જીવન ત્યજી દીધુ. જો હુ તેમની સાથે હોતી તો કદાચ આટલુ ન કરી શકતી. મારા મનમાં કોઈ કડવાશ નથી. તેમનુ કહેવુ હતુ .. જ્યારે તો ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સ્વીકાર નહોતુ કર્યુ કે હુ તેમની પત્ની છુ. હુ જ્યારે કહેતી હતી કે હુ મોદીની પત્ની છુ તો ભાજપાના લોકો મને ખોટી સમજતા હતા. 
 
ઉલ્લેખનીય છે કે જશોદાબેનના લગ્ન નરેન્દ મોદી સાથે 17 વર્ષની વયમાં 1968માં થયા હતા. તેઓ રિટાયર્ડ સ્કુલ ટીચર છે અને 14 હજાર રૂપિયાની પેંશન પર જીવન વિતાવે છે. 
 
બીજી બાજુ ઉલ્લેખનીય છે કે મોદીના પ્રધાનમંત્રી બન્યા પછી ગુજરાત સરકારે તેમની ઘર બહાર કમાંડો ગોઠવી દીધા છે. જે પડછાયાની જેમ તેમની સાથે ચાલે છે. અહી સુધી કે તાજેતરમાં તેમની સાથે તેઓ મુંબઈ પણ ગયા હતા. જસોદાબેને સૂચના અધિકાર હેઠળ બે વાર અરજી કરી છે કે તેમને આ સુરક્ષા વ્યવસ્થા અંગે માહિતી આપવામાંઅ આવે. પણ તેમને એવુ કહીને માહિતી નહોતી આપી કે તે ગોપનીય છે. 
 
જસોદાબેને પોતાના આવેદનમાં કહ્યુ કે હુ મંદિર જઉ છુ તો એ મારી પાછળ આવે છે. જો હુ બસમાં ચઢુ છુ તો તેઓ કાર લઈને પાછળ આવે છે. તેમની હાજરી મને ડરાવે છે કારણ કે ઈંદિરા ગાંધીની હત્યા પણ તેમના જ સુરક્ષા ગાર્ડે કરી હતી.  હુ જાણવા માંગુ છુ કે કોના આદેશ પર તેમની ગોઠવણી કરવામાં આવી છે. તેઓ કહે છે કે આ સુરક્ષા ગાર્ડ્સને કારણે ગામમાં હુ મજાક બનીને રહી ગઈ છુ. તેમને સાથે મને આવતી જોઈને લોકો મારી મજાક ઉડાવે છે કે .. જુઓ મોદીનો વરઘોડો આવી રહ્યો છે.  (દેખો મોદી કી બારાત આ રહી હૈ) 

Share this Story:

Follow Webdunia gujarati