Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મિશન 44 - મોદીએ પાકિસ્તાનમાં હલચલ મચાવી

મિશન 44
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિધાનસભા ચૂંટણી માટે મિશન 44 પ્લસના નારાએ પાકિસ્તાનમાં હલચલ મચાવી નાખી છે. એવુ કહેવાય રહ્યુ છે કે પાકિસ્તાન હવે મોદીના દરેક પગલા પર ઉંડાઈથી નજર રાખી રહ્યુ છે. મોદીના નારા 44 પ્લસનો નારો જમ્મુ-કાશ્મીરની સરહદોને પાર કરતા પાકિસ્તાન સુધી જઈ પહોંચ્યો છે. 
 
પાકિસ્તાનના તમામ છાપા વિસ્તારમાં થનારા ચૂંટણી પર પૈની નજર રાખી રહ્યુ છે. પાક છાપાનુ માનવુ છે કે મોદીએ ત્યાંના અલગતાવાદી નેતાઓને પોતાના પક્ષમાં કરવા શરૂ કરી દીધા છે. પૂર્વ અલગતાવાદી નેતા સજ્જાદ લોન્મોદીને મળ્યા ને તેમણે અહી સુધી કહી દીધુ કે મોદી કશ્મીરની કિસ્મત બદલી શકે છે. 
 
જેને કારણે  કોંગ્રેસ ઉપરાંત કાશ્મીરની બંને ક્ષેત્રીય પાર્ટીયોની મુશ્કેલી વધી ગઈ છે. ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂનનુ કહેવુ છે કે જો જમ્મુ-કાશ્મીરના લોકો ચૂંટણીને બોયકોટ કરે છે તો તેનો ફાયદો પણ મોદીની ટીમને મળશે. પાકિસ્તાનના સૌથી મોટા છાપાઓમાંથી એક ડોને લખ્યુ છે કે હિન્દુ રાષ્ટ્રવાદી ભારતીય જનતા પાર્ટીએ મુસ્લિમ વસ્તીવાળા જમ્મુ-કાશ્મીરમા દુસ્સાહસિક ચૂંટણી યોજના લોંચ કરી છે. તેમણે લખ્યુ છે કે આ ચૂંટણી મોદી સરકાર માટે કસોટી જેવી છે. 
 
ઉલ્લેખનીય છે કે ચાર દેશની યાત્રા કરી પીએમ નરેન્દ્ર મોદી જ્યા પોતાની ગર્જના દ્વારા ત્યાના લોકોને આકર્ષિત કર્યા છે તો બીજી બાજુ 20 નવેમ્બરના રોજ ભારત પરત ફરી રહેલ મોદીની બુલંદ અવાજ તમને જમ્મુ-કાશ્મીર અને ઝારખંડમાં સાંભળવા મળશે. જેવુ કે તમે જાણો છો કે મોદી બંને રાજ્યોમાં થનારી રૈલીઓમાં વ્યસ્ત થઈ જશે અને અહી  પણ પોતાની પાર્ટીની શાખ બચાવવા માટે તનતોડ મહેનત કરશે. 
 
મહારાષ્ટ્ર અને હરિયાણામાં પાર્ટીનો બેડો પાર લગાવ્યા પછી મોદીની ટીમ હવે આ મહીને જમ્મુ-કાશ્મીર અને ઝારખંડમાં ચૂંટણી રેલીઓ કરશે. એવુ બતાવાય રહ્યુ છે કે મોદી આ બંને રાજ્યોમાં 20 રેલીઓ કરશે.  જેમાથી 14 રેલીઓ ઝારખંડ અને 6 રેલીઓ જમ્મુ-કાશ્મીરમાં થઈ શકે છે. 
 
ઝારખંડના નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં મોદીની સંભવિત રેલીઓને લઈને સુરક્ષા એજંસીઓની તૈયારી પણ શરૂ કરી દીધી છે. મોદી ઝારખંડના બધી લોકસભા ક્ષેત્રોમાંથી એક-એક રેલી  કરી શકે છે. આ રેલીઓમાં પણ લોકસભા સીટ હેઠળ આવતા બધા વિધાનસભા ઉમેદવારોને બોલાવવામાં આવશે. એવુ બતાવાય રહ્યુ છે કે જમ્મુ ક્ષેત્ર હેઠળ આવતા 37 વિધાન સીટોમાં જ મોદી 4 થી 5 રેલીઓ કરી શકે છે. 

Share this Story:

Follow Webdunia gujarati