Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

PM Narendra Modi મારા પ્રિય નેતા નરેન્દ્ર મોદી વિશે નિબંધ

PM Narendra Modi મારા પ્રિય નેતા નરેન્દ્ર મોદી વિશે નિબંધ
, મંગળવાર, 13 સપ્ટેમ્બર 2022 (12:23 IST)
Narendra Modi bIrthday- ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) નો આજે 72મો જન્મદિવસ છે. નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ એક મધ્યમ વર્ગના કુટુંબમાં વડનગર ખાતે થયો હતો. તે દામોદરદાસ મૂલચંદ મોદી અને તેમના પત્ની હીરાબેન મોદીના છ સંતાન પૈકી ત્રીજુ સંતાન છે. 
 
શ્રી નરેન્દ્ર મોદીએ 30 મે, 2019નાં રોજ ભારતનાં પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા. આ પ્રધાનમંત્રી તરીકે તેમનાં બીજા કાર્યકાળની શરૂઆત હતી. આઝાદી પછી જન્મેલા ભારતનાં પ્રથમ પ્રધાનમંત્રી શ્રી મોદીએ અગાઉ વર્ષ 2014 થી 2019 દરમિયાન પ્રધાનમંત્રી તરીકે જવાબદારી નિભાવી હતી. વળી તેઓ ગુજરાતમાં સૌથી વધુ સમય સુધી એટલે કે ઓક્ટોબર, 2001 થી મે, 2014 સુધી સેવા આપનાર મુખ્યમંત્રીની ઉપલબ્ધિ પણ ધરાવે છે.
 
નરેન્દ્ર મોદીનું અસલી નામ - નરેન્દ્ર દામોદરદાસ મોદી છે
નરેન્દ્ર મોદીનું લાડકું નામ - નમો
નરેન્દ્ર મોદીનો વ્યવસાય - રાજનેતા
મોદીની પ્રોફાઈલ
નરેન્દ્ર મોદીનું પૂરું નામ - નરેન્દ્ર દામોદરદાસ મોદી
નરેન્દ્ર મોદીનું લાડકું નામ - નમો
નરેન્દ્ર મોદીનો વ્યવસાય - રાજનેતા
 
નરેન્દ્ર મોદીની ઊંચાઈ ફીટમાં - 5 ફીટ 7 ઈંચ (5' 7")
 
નરેન્દ્ર મોદીનું વજન 65-70 કિલો
 
પર્સનલ લાઈફ
 
નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ - 17 સપ્ટેમ્બર 1950
નરેન્દ્ર મોદીની વય (2013માં) -
63 વર્ષ
નરેન્દ્ર મોદીનું જન્મ સ્થળ - વડનગર, મેહસાણા જીલ્લો ગુજરાત.
નરેન્દ્ર મોદીનું મૂળ વતન - વડનગર ગુજરાત
નરેન્દ્ર મોદીનું ઘર - ન્યુ સચિવાલય, ગાંધીનગર ગુજરાત.
નરેન્દ્ર મોદીની રાશિ - કન્યા
 
નરેન્દ્ર મોદીના પિતા - દામોદરદાસ મૂલચંદ મોદી
નરેન્દ્ર મોદીની માતા - હીરાબેન
નરેન્દ્ર મોદીના ભાઈ સોમા (75 વર્ષ) હેલ્થ ડિપાર્ટમેંટમાં રિટાયર્ડ ડિપાર્ટમેંટ
પ્રહલાદ (62) - અમદાવાદમાં હાલ દુકાન ચલાવે છે
પંકજ - (57) - માહિતિ ખાતુ ગાંધીનગરમાં ક્લર્ક છે.
નરેન્દ્ર મોદીની બહેન - અમૃત અને વસંતી
નરેન્દ્ર મોદીની પત્ની - જશોદાબેન ચિમનલાલ મોદી (તેઓ સાથે રહેતા નથી)
નરેન્દ્ર મોદીના બાળકો - નથી
નરેન્દ્ર મોદી અફેયર - મિસ માનસી સોની - જમીન શિલ્પી બેંગલોર. તેઓ 2005માં કચ્છ જીલ્લાના વિકાસ માટે પસંદગી પામ્યા હતા (નરેન્દ્ર મોદીએ તેમની સાથેના સંબંધોને નકાર્યા છે)
 
આર્થિક પરિસ્થિતિ
નરેન્દ્ર મોદીની કાર - મોદી પાસે એક બુલેટપ્રુફ કાર છે.
 
પ્રધાનમંત્રી મોદી વિશે કેટલીક અજાણી વાતો
 
ટાઈમ પત્રિકાએ મોદીને પસ્રન ઑફ દ ઈયર 2013ના 42 ઉમેદવારોની યાદીમાં શામેલ કર્યું હતું.
 
અટલ બિહારી વાજપેયીની રીતે નરેન્દ્ર મોદી એક રાજનેતા અને કવિ છે. તે ગુજરાતી ભાષાના સિવાય હિંદીમાં પણ દેશપ્રેમથી ઓતપ્રોત કવિતાઓ લખે છે.
 
જ્યારે તેઓ માત્ર 15 વર્ષના હતા ત્યારે તેમણે ભારતીય સૈનિકો(ભારત-પાક યુદ્ધ 1965)ના સ્વંયસેવક તરીકે કાર્ય કરતા અને તેમને રેલ્વે સ્ટેશન સુધી પહોચાડતા. તેમણે 1967માં 17 વર્ષની વયે ગુજરાતમાં આવેલ પૂર દરમિયાન લોકોની મદદ કરી હતી. તેઓ ઓબીસી ફેમિલીમાંથી હતા અને તેમને બાળપણથી જ સંન્યાસી થવાની ઈચ્છા હતી.
 
શાળાકીય શિક્ષણ પછી તેઓ ઘરેથી હિમાલય ભાગી ગયા હતા અને ત્યા તેઓ સાધુ સાથે થોડા મહિના રહ્યા હતા.
જ્યારે તેમને પાસે બિલકુલ પૈસા બચ્યા નહી ત્યારે તેઓ બે મહિના પછી ઘરે આવ્યા.
ત્યારે જ તેમણે સંન્યાસી થવાનો વિચાર આવ્યો હતો.
 
હિમાલયમાંથી પરત ફર્યા પછી નરેન્દ્રએ પોતાના ભાઈ સાથે રાજ્ય પરિવહન ઓફિસ પાસે ચા નો સ્ટોલ ચલાવવો શરૂ કર્યો. તેઓ પોતાના દેખાવને લઈને હંમેશા સચેત રહેતા. તેમને પ્રેસવાળા કપડા અને વાળ ઓળેલા રાખીને રહેવુ ગમતુ હતુ. તેઓ તેમની માતાના ખૂબ જ નિકટ છે. તેઓ કોઈપણ નિર્ણય લેતા પહેલા પોતાની માતાના આશીર્વાદ લેવાનુ ભૂલતા નથી. તેઓ શુદ્ધ શાકાહારી છે. મોદીએ કહે છે, માંની મમતા, માતાના આશીર્વાદથી જીવન જીવવાની જડીબુટ્ટી મળે છે.
 
તેમની વ્યક્તિત્વ જોઈને ઘણી સ્ત્રીઓ તેમના તરફ આકર્ષતી હતી. તેમના ગઢ ગુજરાતમાં નરેન્દ્ર મોદી સ્ત્રીઓ માટે સેક્સ સિમ્બોલ છે.
 
નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ એક મધ્યમ વર્ગના કુટુંબમાં વડનગર ખાતે થયો હતો. તે દામોદરદાસ મૂલચંદ મોદી અને તેમના પત્ની હીરાબેન મોદીના છ સંતાન પૈકી ત્રીજુ સંતાન છે. નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા. તેમને કિશોરાવસ્થાથી રાજકારણમાં રસ હતો. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાનમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવી .
 
મોદીજીનો જીવન સંઘર્ષથી ભરેલુ હતુ. તેમના પરિવારની પરિસ્થિતિ સારી નહોતી. ગરીબીના એ જમાનામાં આપણા પ્રધાનમંત્રીએ ખૂબ સંઘર્ષ કર્યો હતો. તેમણે રેલવે સ્ટેશન પર ચા પણ વેચી હતી. મોદીજી પોતાના પિતાના આજ્ઞાકારી હતા તેથી તેમની મદદ કરવા માટે અને ઘરની પરિસ્થિતિને સુધારવા માટે તેઓ પોતાના પિતાજી સાથે ચા પણ વેચતા હતી.
 
લક્ષ્મણ માઘવ ઈનામદાર જેમને લોકો વકીલ સાહેબના નામથી ઓળખે છે અને ડો. પ્રાણલાલ વ્રજલાલ દોષી ઉર્ફ પપ્પાજી વિશે. આ બે લોકોનો પ્રભાવ મોદીના જીવન પર સૌથી વધાર પડ્યો.
 
13 વર્ષની ઉમરમાં નરેન્દ્ર મોદીની સગાઈ જશોદા બેન ચમનલાલની સાથે કરાઈ અને જ્યારે તેનો લગ્ન થયું તે માત્ર 17 વર્ષના હતા તેમના લગ્ન થયાં પણ એ બન્ને ક્યારે સાથે નહી રહ્યા. લગ્નના થોડા વર્ષ પછી નરેન્દ્ર મોદી ઘરનું ત્યાગ કર્યું.
 
મોદીજી 2001 થી 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા. એ સમયે મોદીજીએ ગુજરાતમાં ખૂબ જ વિકાસની યોજનાઓ ચલાવી. ત્યારબાદ મોદીજી 26 મે 2014ના રોજ ભારતના 15માં પ્રધાનમંત્રી બન્યા અને સતત દેશની સેવા કરી રહ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Know About PM Modi - પ્રધાનમંત્રી વિશે જાણો