Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પીએમની આ એનર્જીનું રહસ્‍ય...બદ્રી મીણા

પીએમની આ એનર્જીનું રહસ્‍ય...બદ્રી મીણા
, મંગળવાર, 25 નવેમ્બર 2014 (14:30 IST)
જયાં પીએમ મોદી પોતાના સૌથી લાંબા વિદેશ પ્રવાસમાં દુનિયાના ટોચના નેતાઓ સાથે મહત્‍વની મુલાકાત કરવામાં વ્‍યસ્‍ત છે. ત્‍યારે તેમના કર્મચારીઓની નજર એ વાત પર છે કે અલગ અલગ ટાઇમ ઝોનમાં પ્રવાસ કરવા છતાંય પીએમનું એનર્જી લેવલ આટલું કઇ રીતે જળવાઇ રહે છે ? જો કે, પીએમની આ એનર્જીનું રહસ્‍ય છે તેમના રસોઇયા બદ્રી મીણા, જે તેમનું ભોજન તૈયાર કરે છે.

 બદ્રી છેલ્લા ૧૩ વર્ષથી મોદી સાથે જોડાયેલા છે. તેઓ ન માત્ર મોદીનો કુક છે, પરંતુ મોદી હંમેશા પૌષ્‍ટિક ખોરાક ખાય તે પણ ધ્‍યાન રાખે છે.પીએમ સપ્તાહમાં ત્રણ વાત તો ખિચડી જ ખાય છે. તેઓ નાસ્‍તામાં સામાન્‍ય રીતે ઇડલી-ઢોંસા ખાય છે. મસાલા વગરનું શાક અન પરંપરાંગત ગુજરાતી દાળના તેઓ શોખીન છે. મોદીનું આતમવૃર્તાત લખનારા આદિત્‍ય વસુના જણાવ્‍યા અનુસાર સપ્તાહના દરેક દિવસ માટે મોદીએ એક પ્‍લાન બનાવ્‍યો છે અને તેની તમામ માહિતી બદ્રીને છે.

   રાજસ્‍થાનના બદ્રી વિદેશ યાત્રા પર પણ મોદી સાથે જનારી ટીમમાં સામેલ હોય છે ઓસ્‍ટ્રેલિયામાં પણ તેઓ પીએમની સાથે છે. બદ્રી પર મોદીને કેટલો ભરોસો છે તે એ જ વાત પરથી સમજી શકાય છે. કે, જયારે ચીનના પ્રમુખ જિનપિંગ અને તેમની પત્‍ની અમદાવાદ આવ્‍યા ત્‍યારે તેમને ૧પ૦ જેટલી ગુજરાતી વાનગીઓ પીરસવાની જવાબદારી બદ્રીને અપાઇ હતી.

   લગભગ ર૦ વર્ષ પહેલા પોતાના મિત્રો દિનેશ અને સુરજ સાથે બદ્રી ઉદયપુરના બિકલથી ગુજરાત આવ્‍યા હતા. ગાંધીનગરમાં ભાજપના હેડકવાટરમાં કામ કરતા સુરજના જણાવ્‍યા અનુસાર, અમે અમદાવાદના ખાનપુરમાં ભાજપની ઓફિસમાં ૧પ વર્ષની ઉંમરે કામ શરૂ કર્યુ હતું તે વખતે પરોસાતા દળિયા અને ખિચડીના સ્‍વાદે મોદીનું બદ્રી તરફ ખેંચ્‍યું હતું. મોદી ૧૯૯૮માં ભાજપના મહાસચિવ બન્‍યા તે વખતથી બદ્રી તેમના કુક છે. ર૦૦૧માં મોદી ગુજરાતના સીએમ બન્‍યા ત્‍યારે બદ્રી તેમને મળવા ગયા હતા. મોદીએ તે જ વખતે તેમને પોતાના સ્‍ટાફમાં સામેલ કરી લીધો હતો.

Share this Story:

Follow Webdunia gujarati