Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Happy Birthday - જાણો શ્રી નરેન્દ્ર મોદીજી વિશે કેટલાક અદ્દભૂત તથ્ય

Happy Birthday - જાણો શ્રી નરેન્દ્ર મોદીજી વિશે કેટલાક અદ્દભૂત તથ્ય
, બુધવાર, 5 સપ્ટેમ્બર 2018 (18:37 IST)
નરેન્દ્ર મોદી ભારતના 15માં પ્રધાનમંત્રી છે જેમની ઓળખ સમગ્ર વિશ્વમાં છે.  મોદી ભારતના સૌથી લોકપ્રિય નેતા છે અને આ જ કારણે તેમણે 2014ની લોકસભા ચૂંટણીમાં ખૂબ વોટોથી જીત નોંધાવી હતી. 
 
મોદીજીનો જન્મ ભારતના ગુજરાત રાજ્યમાં થયો હતો શરૂઆતમાં જ તેમણે પોતાની માતૃભૂમિ પ્રત્યે પ્રેમ હતો. મોદી વિશે એવુ કહેવાય છે કે તેમણે બાલ્યાવસ્થામાં જ વિશ્વના સૌથી મોટા સંગઠન રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ સાથે પોતાને જોડી લીધા હતા. 
 
મોદીજીનો જીવન સંઘર્ષથી ભરેલુ હતુ. તેમનો જન્મ ગુજરતના વડનગરમાં થયો હતો. તેમના પરિવારની પરિસ્થિતિ સારી નહોતી. ગરીબીના એ જમાનામાં આપણા પ્રધાનમંત્રીએ ખૂબ સંઘર્ષ કર્યો હતો. તેમણે રેલવે સ્ટેશન પર ચા પણ વેચી હતી. મોદીજી પોતાના પિતાના આજ્ઞાકારી હતા તેથી તેમની મદદ કરવા માટે અને ઘરની પરિસ્થિતિને સુધારવા માટે તેઓપોતાના પિતાજી સાથે ચા પણ વેચતા હતી. 
 
મોદીજી 2001 થી 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા. એ સમયે મોદીજીએ ગુજરાતમાં ખૂબ જ વિકાસની યોજનાઓ ચલાવી. ત્યારબાદ મોદીજી 26 મે 2014ના રોજ ભારતના 15માં પ્રધાનમંત્રી બન્યા અને સતત દેશની સેવા કરી રહ્યા છે. આજે અમે આ લેખ માં તમને મોદીજી વિશે કેટલાક તથ્ય બતાવીશુ જેને કદાચ જ તમે વાંચ્યા હશે. 
 

કવિતા અને ફોટોગ્રાફી પસંદ કરે છે મોદી 
webdunia

 
 
1. શ્રી નરેન્દ્ર મોદીને કવિતા લખવી ખૂબ ગમે છે. મોદી ગુજરાતી ભાષામાં મોટાભાગની કવિતાઓ લખે છે અને તેમની અનેક પુસ્તકો પ્રકશિત પણ થઈ છે. સાથે જ તેમણે ફોટોગ્રાફી પ્રત્યે ખૂબ પ્રેમ છે.  એકવાર મોદીજીએ કે પ્રદર્શનીમાં પોતાના ફોટોઝનો સંગ્રહ બધાને બતાવ્યો હતો. 
 
મોદીજીના હિન્દીમાં હસ્તાક્ષર 

webdunia

 
 
2. ભારતના વર્તમન પ્રધાનમંત્રી એ પોતાના રાજનીતિક કેરિયરમાં ચરમ સુધી પહોંચ્યા પછી પણ પોતાની જડો સાથે બંધાયેલા રહ્યા છે. આ જ કારણે મોદીજી હિન્દી ભાષાને ખૂબ પસંદ કરે છે. તેઓ સાર્વજનિક જીવન કે મીડિયા સાથે વાત કરતા મોટાભાગે હિન્દીનો જ પ્રયોગ કરે છે. મોદીજી હસ્તાક્ષર પણ હિન્દીમાં જ કરે છે. ભલે પછી તેઓ કોઈપણ દેશમાં કેમ ન હોય અને કેટલાય મોટા મંચ પર કેમ ન હોય. 
 

હિન્દુત્વનો શોક 
webdunia

 
3. મોદીજીને હિન્દુ ધર્મ અને હિન્દુત્વના દર્શન પર હંમેશા લગાવ રહ્યો છે. જ્યારે તેઓ કિશોર હતા ત્યારે તેઓ 2 વર્ષ સુધી હિમાલયમાં રહ્યા. મોદીજીએ ત્યા સાધુ સંતો પાસેથી જ્ઞાનની ઘણી વાતો સીખી અને અહીથી તેમણે હિન્દુત્વ દર્શનની સીખ મળી. 

webdunia
તેમણે સ્નાકોત્તર કર્યુ છે 
 
5. પોતાન ગૃહનગર વડનગરથી પોતાની ઉચ્ચતર માધ્યમિક શિક્ષા પૂરી કર્યા પછી મોદીજીને શિક્ષણમાં એક ખાલીપો લાગ્યો. જેને ભરવા માટે તેમણે દિલ્હી વિશ્વવિદ્યાલયના હેઠળ એક પત્રાચાર પાઠ્યક્રમમાં સ્નાતકની ડિગ્રીમાં દાખલા દ્વારા પોતાનો અભ્યાસ ફરી શરૂ કર્યો.  તેમણે 1978માં પોતાની બેચલર ડિગ્રી મેળવી અને પછી ગુજરાત વિશ્વવિદ્યાલયથી રાજનીતિ વિજ્ઞાનમાં એમએની પરા સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરી. 
 

બાળપણથી દેશભક્ત 
webdunia

 
5. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાળપણથી જ એક દેશભક્ત છે. 1965ના ભારત પાક યુદ્ધ દરમિયાન તેમણે રેલવે સ્ટેશનો પર યુદ્ધમાં જનારા સૈનિકોની સેવા સ્વેચ્છાથી કરી. તેમણે 1967માં ગુજરાતની પૂર પ્રભાવિ લોકોની સેવા કરી. 
webdunia
અમેરિકામાં કર્ય હતો કોર્સ 
 
6. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જનતા ના સંબંધોઅને છબિ પ્રબંધન પર અમેરિકામાં ત્રણ મહિનનઓ એક કોર્સ કર્યો છે. જેને કેટલાક લોકો તેમની લોકપ્રિયતા અને લોકોની વચ્ચે તેમના સન્માન વગેરે સાથે જોડે છે. 
 

મોદી છે પૂર્ણ શાકાહારી 
webdunia
7. પ્રધાનમંત્રી મોદીજી કોઈપણ પ્રકારના નશો કરતા નથી. તેમને પડીકી તમાકુ અને એવી તમામ વસ્તુઓનો કોઈપણ શોક નથી. મોદીજી સંપૂર્ણ રીતે શાકાહારી છે અને ભારતીય સંસ્કૃતિનુ પાલન કરે છે. 
 
સૌથી લોકપ્રિય નેતા 
webdunia
 
8. મોદીજી લોકતાંત્રિક ભારતના સૌથી લોકપ્રિય નેતા છે. તેમની ફેન ફોલોઈંગ એટલી જોરદાર છે કે તેમને અનેક સિતારાને પાછળ છોડી દીધા છે. ટ્વિટર પર મોદીજીના લાખો પ્રશંસક છે. તો ફેસબુક પર કરોડો છે. 
 

મોદી પરણેલા છે 
webdunia

 
 
9. નરેન્દ્ર મોદીએ લગ્ન કર્યા છે. તેમના માતા પિતાએ માત્ર 13 વર્ષની વયે જ તેમના લગ્ન નક્કી કર્યા હતા. જ્યારે મોદી 18 વર્ષના થાય ત્યારે તેમના લગ્ન થઈ ચુક્યા હતા.તેઓ એક સાથે ખૂબ ઓછો સમય રહ્યા. કારણ કે મોદી એક ધુમંતૂ જીવન આગળ વધવાનો નિર્ણય કરી ચુક્યા હતા. 
webdunia
ઓછી ઉંધ લે છે 
 
મોદીજી એ અનેક ઈંટરવ્યુમાં કહ્યુ કે તેઓ વધુ સૂતા નથી. તેઓ વધુમાં વધુ 5 કલાક ઉંધે છે તેમનુ કહેવુ છે કે તેઓ રાત્રે ક્યારેય પણ સૂઈ જાય તેમની ઉંધ 5 વાગ્યે ખુલી જ જાય છે. 
 

ટેકનોલોજીના દિવાના છે મોદી 
webdunia

 
 
11 આપણે બધા જાણીએ છીએ કે મોદીજી ટેકનોલોજી અને વિજ્ઞાનને ખૂબ પસંદ કરે છે. તેઓ પોતે રોજ પોતાના મેલ એકાઉંટ ચેક કરે છે. અને ક્યારેય રિપ્લાય પણ કરે છે. મોદીજી પોતાની પાસે એક ખાસ આઈફોન રાખે છે. 
 
બ્રાંડેડ કપડાના છે શોખીન 

webdunia
 
12. મોદીજીને પોતાના કબાટના સંગ્રહમાં પસંદગીના કપડા જ રાખે છે. તેઓ મોટાભાગે એક ખાસ પ્રકારના જેકેટ પહેરે છે. આ જેકેટને લોકો હવે મોદી જેકેટ કહીને જ બોલાવે છે. અમને હાલ જ જાણ થઈ છે કે મોદીજીના બધા કપડા જેડ બ્લૂથી આવે છે. જે અમદાવાદની એક જાણીતી કંપની છે. 
મોદીજી ખૂબ કામ કરે છે. તેઓ 18 કલાક કામ કરે છે. મોદીજી સ્વામી વિવેકાનંદને પોતાના જીવનનો આદર્શ માને છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રિટાયરમેંટ પહેલા 19 દિવસમાં 11 મોટા નિર્ણય આપશે સી.જે આઈ દીપક મિશ્રા