Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"શ્રમેવ જયતે" માં છે સત્યમેવ જયતેની તાકત - PM મોદી

, ગુરુવાર, 16 ઑક્ટોબર 2014 (11:17 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની એક વધુ મહત્વાકાંક્ષી યોજના "શ્રમેવ જયતે"ની શરૂઆત કરી દીધી છે. વિજ્ઞાન ભવનમાં આયોજીત એક કાર્યર્કમમાં શ્રમ સુવિદ્યા પોર્ટલની શરૂઆત કરવામાં આવી. આ 10 વાતોથી આખી દુનિયામાં ગર્જશે "વાઘ" 
 
આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ.. 
 
રાષ્ટ્રીય વિકાસ માટે શ્રમેવ જયતે સત્યમેવ જયતે જેટલી તાકત છે શ્રમેવ જયતેમાં. આપણે શ્રમને યોગ્ય દરજ્જો નથી આપ્યો. શ્રમિકોને યોગ્ય દરજ્જો નથી આપ્યો. યુવા પેઢીમાં વિશ્વાસ અને ભરોસો ઉભો કરવાની દિશામાં આ પ્રયાસ. જ્યારે આપણામાંથી જ કોઈ મોટી વ્યક્તિ બને છે તો તે પ્રેરણા બની જાય છે. આપણે આ જ પરંપરાને આગળ વધારવાની છે. લોકોમાં વ્હાઈટ કોલર જોબને લઈને ખૂબ સન્માન હોય છે પણ શ્રમિકોને લઈને આ નજરિયો એકદમ અલગ છે. આપણે આને જ બદલવાનો છે. દરેક મજુરને પીપીએફ માટે એક UAN મતલબ યુનિવર્સલ એકાઉંટ નંબર મળશે. જે કંપની બદલ્યા બાદ પણ નહી બદલાય. એ જ રીતે જે પ્રકારની સુવિદ્યા મોબાઈલ પોર્ટેબિલિટીમાં હોય છે. 
 
આ પ્રોજેક્ટ દ્વારા બેકિંગ અને ઈંડસ્ટ્રિયલ હાઉસિંગ સાથે જોડ્યો છે. અમે આ યોજનાને લાગુ કરવાનુ કામ તો પહેલા જ શરૂ કરી દીધુ છે. હવે ફક્ત લોંચ કરી રહ્યા છીએ. સરકાર આશંકાઓથી નથી ચાલતી. તેમના કામની શરૂઆતના વિશ્વાસ પર ચાલે છે. આપણે આપણા શ્રમિકો પર વિશ્વાસ બતાડવો પડશે ત્યારે જ તેઓ આગળ જઈ શકે છે. 
 
મોદી સરકારને વિશ્વાસ છે કે સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રના લાખો મજુરોને દીનદયાળ ઉપાધ્યાયના નામ પર શરૂ થઈ રહેલ આ યોજનાનો લાભ મળશે. યોજના હેઠળ શ્રમિકોને લેબર આઈડિફિકેશન નંબર પણ આપવામાં આવશે.  

શ્રમ મંત્રાલયના સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રના મજુરો માટે આ મહત્વાકાંક્ષી કાર્યક્રમની શરૂઆતની જમીન તૈયાર કરી લીધી છે. મોદી ઉપરાંત શ્રમ મંત્રી નરેન્દ્ર તોમરની સાથે સાથે સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન વાણિજ્ય મંત્રી નિર્મળા સીતારમણ કલરાજ મિશ્ર અને સર્વાનંદ સોનોવાલ પણ કાર્યક્રમમાં* હાજર છે. આ તમમ મંત્રીઓના મંત્રાલય શ્રમેવ જયતેને સફળ બનાવવા માટે હળીમળીને કામ કરશે. 
 
કાર્યક્રમની પાંચ મુખ્ય વાતો 
 
1. શ્રમ સુવિદ્યા મતલબ યુનિફાઈડ લેબર પોર્ટ હશે જેના હેઠળ 6-7 લાખ ઉદ્યોગોને સેલ્ફ સર્ટિફિકેશન અને સિંગલ ઓનલાઈન રિટર્ન ભરવાની સુવિદ્યા રહેશે. સાથે જ એક જવાબદાર લેબર ઈંસ્પેક્શનની યોજના પણ હશે. 
 
2. મજુરોને પીપીએફ માટે એક UAN મતલબ યુનિવર્સલ એકાઉંટ નંબર મળશે જે કંપની બદલ્યા પછી પણ નહી બદલાય. 
3. વોકેશનલ ટ્રેનિંગની સુવિદ્યા આપવામાં આવશે. જે સ્થાનીય માંગ અને જરૂરિયાતના હિસાબથી નક્કી થશે. 
4. અપ્રેટિંગ પ્રોત્સાહન યોજના પણ આનો ભાગ હશે જેના હેઠળ યુવાઓને રોજગાર મળવી સરળ રહેશે. 
5. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજનાને અસંગઠિત ક્ષેત્રના મજુરો પર પણ લાગુ કરવામાં આવશે. 

Share this Story:

Follow Webdunia gujarati