Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદ શહેર સહિત સમગ્ર ગુજરાતમાં હાઇએલર્ટ

અમદાવાદ શહેર સહિત સમગ્ર ગુજરાતમાં હાઇએલર્ટ
અમદાવાદઃ , સોમવાર, 27 જુલાઈ 2015 (17:00 IST)
પંજાબના ગુરુદાસપુરમાં વહેલી સવારે આતંકી હુમલો થતાં અમદાવાદ શહેર સહિત સમગ્ર ગુજરાતમાં હાઇએલર્ટ કરવામાં આવ્યું છે. રેલવે સ્ટેશન, બસસ્ટેન્ડ તથા એરપોર્ટ ઉપર સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઇ દેવાઇ છે. ત્યારે તમામ જગ્યાએ કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવીને સઘન ચેકિંગ હાથ ધરાયું છે.

આતંકીઓએ જમ્મુથી પંજાબ આવી રહેલી બસ અને દીનાનગર પોલીસ સ્ટેશન પર વહેલી સવારથી ફાયરિંગ શરૂ કરી દીધું છે. આ ઘટનાને પગલે આખા દેશમાં આંતકી પ્રવૃતિની દહેશતને લઇને હાઇએલર્ટ જાહેર કરી દેવાયું છે. ગુજરાતમાં પણ સેન્ટ્રલ આઇબી દ્વારા એલર્ટ આપી દેવામાં આવ્યુ છે. ધાર્મિક સ્થળો, મોલ, હેરિટેજ જગ્યાઓ  તમામ જગ્યાએ આઇબી દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે. 

અમદાવાદ શહેરમાં ભીડભાડ વાળા વિસ્તારો, રેલવે સ્ટેશન, એરપોર્ટ તથા એસટી બસસ્ટેન્ડ ઉપર સધન ચેકિંગ તથા ચાંપતો બદોબસ્ત ગોઠવી દેવાયો છે ત્યારે ગુજરાતનાં તીર્થધામો સોમનાથ, અંબાજી, અક્ષરધામ, જેવાં સ્થળોએ પણ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઇ છે. અમદાવાદના કાલુપરુ રેલવે સ્ટેશન ઉપર આરપીએફ તથા જીઆરપીના જવાનોએ ચેકિંગ શરૂ કર્યું છે.

એરપોર્ટ ઉપર પણ સીઆરપીએફ અને પોલીસે સધન ચેકિંગ શરૂ કરી દીધું છે. સીઆઇડી ક્રાઇમના રેલવે આઇજીપી વિજયરાજ સિંહ ગૌતમે જણાવ્યુ છેકે ગઇકાલે મોડી રાતે પઠાણકોટ અને અમૃતસર રેલવે ટ્રેક પાસે મળી આવેલા  5 બોમ્બના પગલે સેન્ટ્રલ આઇબીએ એલર્ટ જાહેર કર્યુ હતું. આઈબીએ આપેલા ઇનપુટની ગંભીરતાને લઇને અમદાવાદ અને બરોડા રેલવે ટ્રેક ઉપર નોડી રાતે આરપીએફના જવાનો અને જીઆરપીના જવાનોએ ફૂટ પેટ્રોલિંગ શરૂ કરી દીધું હતું. ત્યારે વહેલી સવારથી જ રેલવે સ્ટેશન ઉપર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 
પોલીસ દ્વારા શહેરમાં કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે તાત્કાલીક ધોરણે શહેરની તમામ હોટલો અને ગેસ્ટહાઉસો ઉપર સધન ચેકિંગ શરૂ કરાયું છે. અમદાવાદમાં એન્ટ્રી મારવાના તમામ હાઇ વે ઉપર બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

Share this Story:

Follow Webdunia gujarati