Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નરેન્દ્ર મોદી વડનગરથી 7 આરસીઆર સુધી (જુઓ ફોટા)

જન્મદિવસ વિશેષ

નરેન્દ્ર મોદી વડનગરથી 7 આરસીઆર સુધી (જુઓ ફોટા)
, શનિવાર, 13 સપ્ટેમ્બર 2014 (14:55 IST)
P.R


નરેન્દ્ર મોદીનો જન્મ વડનગરમાં થયો છે. તેમનું બાળપણ પણ ત્યાં જ વિત્યુ હતુ. વડનગર અમદાવાદથી 110 કિમીના અંતરે આવેલુ છે, તે 2500 વર્ષ પહેલા બંધાયેલુ ગામ છે. આ ગામનું ઐતિહાસિક મહત્વ પણ છે. વડનગર એક સમયે ગુજરાતનું પાટનગર રહી ચુક્યુ છે. અહીં પ્રસિદ્ધ કિર્તી તોરણ આવેલુ છે. તો અહીંની ગાયક બહેનો તાના-રીરીનું નામ પણ ઈતિહાસમાં અંકિત થયેલુ છે. નાગરોની આસ્થાનું કેન્દ્ર હાટકેશ મંદિર વડનગરમાં આવેલુ છે.

webdunia
 
P.R

 

વડનગરની ગલીઓ, જ્યાં નરેન્દ્ર મોદી નાનપણમાં રમતો રમીને મોટા થયા.


webdunia
 
P.R


શર્મીષ્ઠા તળાવ, જ્યાં બાળપણમાં નરેન્દ્ર મોદી કલાકો સુધી તરવા જતાં, પોતાના કપડાં જાતે ધોતા અને આ જ તળાવમાંથી એક મગરના બચ્ચાને પકડી તે ઘેર લાવ્યા હતા. જો કે બાદમાં ઘરવાળાએ તેમને સમજાવતા તે મગરના બચ્ચાને પાછા તળાવમાં છોડી આવ્યા હતા

webdunia
 
P.R

નરેન્દ્ર મોદીનું બાળપણનું ઘર અહીં જ હતુ. જો કે થોડા વર્ષો અગાઉ તે મકાન વેચી દેવામાં આવ્યુ અને તેમના જુના ઘરની જગ્યાએ આ ઘરનું નવુ બાંધકામ કરવામાં આવ્યુ.

webdunia
P.R

આ છે વડનગરની ભાગવતાચાર્ય નારાયણચાર્ય હાઈસ્કુલ જે બી. એન. હાઈસ્કુલ તરીકે ઓળખાય છે. આ હાઈસ્કુલમાં જ નરેન્દ્ર મોદીએ અભ્યાસ કર્યો છે. નરેન્દ્ર મોદી અહીંના હોશિયાર વિદ્યાર્થી હતા અને તે હંમેશા પરીક્ષામાં ટોપ-5માં સ્થાન મેળવતા. ધોરણ 9માં નરેન્દ્ર મોદીએ સ્કુલની ચૂંટણીમાં જીતી ક્લાસ મોનિટર બનેલા હતા.

webdunia
P.R


સ્કુલ કાળથી જ નરેન્દ્ર મોદી આરએસએસમાં જોડાઈ ગયા હતા. સ્કુલમાંથી છુટ્યા પછી તે સીધા આરએસએસની શાખામાં પહોચી જતાં અને ત્યાં કસરત અને દાવ શીખતા. બાળપણમાં નરેન્દ્ર મોદીના પરિવારમાં કોઈ મહાત્માં આવ્યા હતા તેમણે મોદીની કુંડળી જોઈને કહ્યુ હતુ કે આ બાળક કાં તો મોટો સંત બનશે અથવા તો મોટો નેતા બનશે.

webdunia
P.R


હાટકેશ્વર મંદિર, વડનગરમાં પ્રવેશ કરતાં જ હાટકેશ્વર મંદિર આવેલુ છે. નરેન્દ્ર મોદી ધાર્મિક પ્રકૃતિના છે તેને હાટકેશ્વરમાં અનોખી આસ્થા છે.

webdunia
P.R


નરેન્દ્ર મોદીના પિતા દામોદરદાસ મુલચંદ મોદીની ચાની કિટલી. બાળપણમાં નરેન્દ્ર મોદી પોતાની સ્કુલેથી છુટ્યા પછી ચાની કિટલી પર પિતાની મદદ કરવા પહોચી જતા.

Share this Story:

વેબદુનિયા પર વાંચો

સમાચાર જગત જ્યોતિષશાસ્ત્ર જોક્સ મનોરંજન લાઈફ સ્ટાઈલ ધર્મ

Follow Webdunia gujarati