Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 27 April 2025
webdunia

Navratri Day 8: મહાગૌરી માતાના મંત્ર, જાણો દૈવી સ્વભાવ, શું પ્રસાદ ચઢાવશો

Navratri Day 8 mahagauri mata
, શનિવાર, 5 એપ્રિલ 2025 (00:11 IST)
માઁ દુર્ગાજીનું આઠમી શક્તિનુ નામ છે મહાગૌરી. દુર્ગાપૂજાના આઠમાં દિવસે મહાગૌરીની ઉપાસનાનુ વિધાન છે. એમની શક્તિ અપાર અને ફળદાયક છે. એમની ઉપાસનાથી ભક્તોના બધા પાપ ધોવાય જાય છે. ભવિષ્યમાં પાપ-સંતાપ, દુ:ખ તેની પાસે નથી ફરકતા 
 
માઁ દુર્ગાજીનું આઠમી શક્તિનુ નામ છે મહાગૌરી. દુર્ગાપૂજાના આઠમાં દિવસે મહાગૌરીની ઉપાસનાનુ વિધાન છે. એમની શક્તિ અપાર અને ફળદાયક છે. એમની ઉપાસનાથી ભક્તોના બધા પાપ ધોવાય જાય છે. ભવિષ્યમાં પાપ-સંતાપ, દુ:ખ તેની પાસે નથી ફરકતા
webdunia
મહાગૌરીનો રંગ ગોરો છે. આ રૂપની ઉપમા શંખ, ચંદ અને કુંદના ફૂલ સાથે કરવામાં આવી છે. તેમની આયુ આઠ વર્ષની માનવામાં આવે છે. 'અષ્ટવર્ષા ભવેદ ગૌરી' આમના બધા વસ્ત્ર અને ઘરેણા સફેદ છે. 
મહાગૌરીના ચાર હાથ છે. તેમનુ વાહન વૃષભ છે. તેમના ઉપરના ડાબા હાથમાં મુદ્રા અને નીચેવાળા ડાબા હાથમાં ત્રિશૂલ છે. તેમના ઉપરના જમણા હાથમાં ડમરૂ અને નીચેના જમણા હાથ આશીર્વાદ-મુદ્રામાં છે.
પોતાના પાર્વત્રી રૂપમાં તેમણે ભગવાન શિવને પતિ-રૂપમાં પ્રાપ્ત કરવા માટે મોટી કઠોર તપસ્યા કરી હતી. તેમની પ્રતિજ્ઞા હતી કે 
'व्रियेऽहं वरदं शम्भुं नान्यं देवं महेश्वरात्‌।' (નારદ પાંચરાત્ર) ગોસ્વામી તુલસીદાસજીના અનુસાર પણ તેમણે ભગવાન શિવને પામવા માટે કઠોર સંકલ્પ લીધો હતો - 
जन्म कोटि लगि रगर हमारी।
बरऊँ संभु न त रहऊँ कुँआरी॥
આ કઠોર તપને કારણે તેમનુ શરીર એકદમ કાળુ પડી ગયુ હતુ. તેમની આ તપસ્યાથી પ્રસન્ન અને સંતુષ્ટ થઈ ભગવાન શિવજીએ તેમના શરીરને ગંગાજીના પવિત્ર પાણીથી ધીયુ ત્યારે તેઓ વિદ્યુત પ્રભાની જેમ ગોરા થઈ ગયા. ત્યારથી તેમનુ નામ મહાગૌરી પડ્યું.
માઁ મહાગૌરીનું ધ્યાન, સમરણ, પૂજન-અર્ચના ભક્તોને માટે બધી રૂપે કલ્યાણકારી છે. આપણે હંમેશા તેમનું ધ્યાન ધરવું જોઈએ. તેમની કૃપાથી અપાર સિધ્ધિની પ્રાપ્તિ થાય છે. મનને અનંત ભાવથી એકનિષ્ઠ કરી મનુષ્યે હંમેશા તેમના પાદારચિન્હોનું ધ્યાન ધરવું જોઈએ.
 
આઠમુ નોરતું - નવરાત્રિના આઠમા નોરતે માતારાનીને નારિયેળનો ભોગ લગાવો અને નારિયેળનો દાન કરો. તેનાથી સંતાન સંબંધી પરેશાનીઓથી છુટકારો મળે છે. 

webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Bhandara Bhojan- ભંડારામાં ભોજન ન ખાવું જોઈએ, જાણો કારણ