Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આતંકવાદીઓને છોડવામાં નહી આવે: વડાપ્રધાન

વડાપ્રધાન,સોનિયાગાંધી સહિત આડવાણી જશે મુંબઈ

આતંકવાદીઓને છોડવામાં નહી આવે: વડાપ્રધાન

વેબ દુનિયા

મુંબઈ , ગુરુવાર, 27 નવેમ્બર 2008 (17:52 IST)
મુંબઈમાં ડેક્કેન મુજાહીદ્દીન આતંકવાદી સંગઠન દ્વારા કરવામાં આવેલા આતંકવાદી હુમલાના પગલે દેશન વડાપ્રધાન મનમોહનસિંહે રાષ્ટ્રની જનતાને સંબોધતા કહ્યુ હતું કે દેશની શાંતિને બરબાદ કરનાર આતંકવાદીઓને છોડવામાં આવશે નહી.

તેમજ વડાપ્રધાને આતંકવાદીઓ અથડામણમાં શહિદ થયેલા જવાનો અને એટીએસના વરિષ્ઠ પોલીસ અધિકારીઓને સલામ કરી હતી.

તેમણે દેશના લોકોને સંપૂર્ણપણે શાંતિ જાળવી પોલીસ અધિકારીઓને સહયોગ આપવાની વિનંતી કરી હતી. અને તેમણે આશ્વાસન આપ્યુ હતુ કે આતંકવાદને દેશમાં પોષનારાઓને આતંકવાદ વિરોધી કાયદા હેઠલ કડક કાર્યવાહી કરવામાં આવશે અને તેમને સજા કરવામાં આવશે.

પરોક્ષરીતે વડાપ્રધાને પાકિસ્તાન સરકાર પર પણા આરોપો લગાવ્યા હતા. તેમણે કહ્યુ કે મુંબઈમાં જરૂર પડશે તો લૉ એંડ ઓર્ડર આપવામાં આવશે.

પ્રધાનમંત્રી જશે મુંબઈ:
વડાપ્રધાન મનમોહનસિંહ મુંબઈની મુલાકાલે જવા રવાના થયા છે. અને તેમની સાથે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને લાલકૃષ્ણ આડવાણી પણ જશે. ઉપરાંત અમરસિંહ પણ મુંબઈ જશે.

Share this Story:

Follow Webdunia gujarati