બુધવાર રાત્રે આતંકવાદીઓએ મચાવેલા આતંક બાદ મહારાષ્ટ્ર સરકારે ગુરૂવારે મુંબઈ શહેરની શાળા કોલેજો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
મહારાષ્ટ્ર સરકારે આતંકવાદી ઘટનાને ગંભીરતાથી લઈને લોકોને ઘરની બહાર નહીં નીકળવા જણાવ્યું હતું. તેમજ કેટલાંક આતંકવાદી શહેરમાં છુપાયા હોવાની સંભાવનાને ધ્યાનમાં લઈને શહેરની શાળા કોલેજો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ હુમલાને પગલે શેરબજાર પણ બંધ રખાયું છે.