મુંબઈ શહેરનાં પોશ એવા દક્ષિણ મુંબઈને દેશનો સૌથી મોંઘો વિસ્તાર કહેવામાં આવે છે. ત્યાં દેશનાં વીવીઆઈપી, ઉદ્યોગપતિઓ તેમજ હોટલ-ઓફિસો આવેલી છે.
બુધવારે રાત્રે આતંકવાદીઓએ સમગ્ર દક્ષિણ મુંબઈને પોતાના કબજામાં લીધું હતું. રાત્રે 10 વાગે શરૂ થયેલા આતંકવાદીઓનું ફીદાયીન ઓપરેશને સવાર સુધી ચાલુ રહયુ હતું. તેમજ આ હુમલાને દેશનાં સૌથી મોટા આતંકવાદી હુમલો ગણવામાં આવી રહ્યો છે. તેમજ આ હુમલાએ દેશનાં સૌથી મોંઘા અને વીવીઆઈપી વિસ્તારની પોલ ખોલી નાંખી હતી.
નરીમાન પોઈન્ટ નજીક આવેલા હોટલ તાજ અને ઓબેરોય હોટલમાંથી ભાગેલા કેટલાંક આતંકવાદીઓ મલબાર હીલ અને કોલાબા જેવા વિસ્તારોમાં ઘુસી ગયા હોવાની સંભાવના છે. આ વાતથી મુંબઈ પોલીસ અને કેન્દ્ર સરકાર હલી ગઈ છે. જો આતંકવાદી મલબાર હીલમાં ઘુસી જવા સફળ રહેશે તો ખુબ જ ખાનાખરાબી થવાની સંભાવના છે. આ સ્થિતિમાં સરકાર આતંકીઓને કોર્ડન કરવાના હરસંભવ પ્રયાસ કરી રહી છે.