પાછલાં પાંચ વર્ષની અંદર થયેલ હુમલાઓ પર નજર નાંખીએ તો અત્યાર સુધી દેશે હજારો બેગુનાહ જીંદગીઓનાં મૃત્યું જોયા છે. અમે અત્યાર સુધી થયેલ આતંકવાદી હુમલાઓનો ક્રમવાર ઈતિહાસ નીચે આપ્યો છે :
13 માર્ચ, 2003: મુંબઈની એક લોકલ ટ્રેનમાં બોમ્બ વિસ્ફોટમાં 11નાં મોત
25 ઓગસ્ટ,2003 : મુંબઈમાં બે કાર ધડાકામાં 60નાં મોત
15 ઓગસ્ટ, 2004 : આસમમાં બોમ્બ ધડાકાઓની અંદર 16નાં મોત, જેની અંદર મોટા ભગાના સ્કુલના બાળકો હતાં.
29 ઓક્ટોમ્બર, 2005 : દિલ્હીના બજારોમાં ત્રન જોરદાર ધડાકામાં 66નાં મોત.
7 માર્ચ, 2006 : બનારસમાં ત્રણ બોમબ વિસ્ફોટમાં 15નાં મોત 60 ઘાયલ.
11 જુલાઈ, 2006 : મુંબઈના રેલ્વે સ્ટેશનોમાં અને લોકલ ટ્રેનોમા6 7 બોમ્બ ધડાકામાં 180 કરતાં પણ વધારે લોકોનાં મોત
8 સપ્ટેમ્બર, 2006 : મુંબઈથી 260 કિલોમીટર દૂર માલેગાવની અંદર એક મસ્જીદની નજીક થયેલ બોમ્બ ધડાકામાં 32 લોકોનાં મોત.
19 ફેબ્રુઆરી, 2007 : ભારતથી પાકિસ્તાન જઈ રહેલ સમજૌતા એક્સપ્રેસમાં બે બોમ્બ વિસ્ફોટ, 66 કરતાં વધારેનાં મોત, મરનારા મોટા ભાગે પાકિસ્તાની હતાં.
18 મે, 2007 : હૈદરાબાદમાં ઝુમી નમાઝના સમયે મસ્જીદમાં બોમ્બ ફાટવાથી, 11નાં મોત.
25 ઓગસ્ટ, 2007 : હૈદરાબાદમાં એક મનોરંજ પાર્કમાં રોડના કિનારે એક ઢાબામાં થોડીક મિનિટના સમયગાળાની અંદર ત્રણ ધડાકાઓમાં, 40નાં મોત.
13 મે, 2008 : જયપુરમાં એક પછી એક 7 ધડાકાઓમાં 63નાં મોત.
25 જુલાઈ, 2008 : બેંગલોરમાં 7 ધડાકાઓની અંદર એકનું મોત, 15 ઘાયલ.
26 જુલાઈ, 2008 : અમદાબાદમાં 70 મિનિટની અંદર 26 ધડાકાઓમાં 56 લોકોનાં મોત અને 200 ઘાયલ.
13 સપ્ટેમ્બર, 2008 : રાજધાની દિલ્હીનાં મહત્વપુર્ણ બજારોની અંદર ક્રમબદ્ધ ધડાકાઓની અંદર 26નાં મોત.
28 સપ્ટેમ્બર, 2008 : ગુજરાતના મોડાસા અને મહારાષ્ટ્રના માલેગાવમાં બોમ્બ ધડાકામાં 5નાં મોત.
21 ઓક્ટોમ્બર, 2008 : મણિપુર પોલીસ કમાંડર કોમ્પલેક્ષની નજીક ધડાકામાં 17નાં મોત.
30 ઓક્ટોમ્બર, 2008 : આસામમાં અલગ અલગ વિસ્તારની અંદર 18 આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 45 લોકોનાં મોત અને 100 કરતાં વધારે ઘાયલ.