હેરી પોટર એંડ ધ ઓર્ડર ઓફ ફિનિક્સ
નિર્દેશક - ડેવિડ ગ્રેટસપટકથા લેખક - માઈકલ ગોલ્ડનબર્ગ
કલાકાર - ડેનિયલ રેડક્લિફ, એમા વોટસન, રુપર્ટ ગ્રિટ, ઈમેલ્દા સ્ટોનટન, માઈકલ ગેમ્બન, યે ઓલ્ડમૈન હૈરી મેલિંગ, વો ચાઁગ
હેરી પોટર શ્રેણીની ફિલ્મોમાં મુખ્ય પાત્ર ડેનિયલ રેડક્લિફ, એમા વોટસન અને રુપર્ટ ગ્રિટ હવે બાળકો નથી રહ્યા, પણ કિશોરોવસ્થામાં પહોંચી ગયા છે. તેમની ઉંમર વધવાના કારણે 'હેરી પોટર એંડ ધ ઓર્ડર ઓફ ફિનિક્સ' ની વાર્તામાં મોજમસ્તીનું સ્થાન ગંભીરતાએ લીધું છે.
ફિલ્મની સ્ટોરી બહું સીધી-સાદી છે. સારા અને ખરાબ વચ્ચેની લડાઈ બતાવવામાં આવી છે. હેરીને વોલ્ડમાર્ટ પડકાર આપે છે. એક ષડયંત્ર દ્વારા મિનિષ્ટ્રી ઓફ મેજિક ડોલોરસ એમ્બ્રિજને હોગવર્ડ પહોંચાડે છે.
એમ્બ્રિજનો ભણાવવાનો અંદાજ જુદો જ છે. તે જાદૂ બંધ કરીને ફક્ત પુસ્તક વાંચવાનું જ કહે છે. હેરી તેનુ કાવત્રુ સમજી જાય છે. તે પોતાના મિત્રોને ભેગા કરી બચાવના ઉપાય બતાવે છે, જેથી કરીને આવનારી મુસીબતોનો સામનો કરી શકાય.
હેરીની સાથે હેડમાસ્ટર ડમ્બલડોર, પોફેસર મૂડી અને સાયરસ બ્લેક રહે છે. એમ્બ્રિજ હેરીને રોકવાની પૂરી કોશિશ કરે છે, પણ છેલ્લે હેરીની જ જીત થાય છે.
આ ફિલ્મમાં જુની ફિલ્મના કેટલાક ભાગ અને પાત્રો લેવામાં આવ્યા છે, તેથી કરીને જે દર્શકો પહેલીવાર હેરી પોટરની ફિલ્મ જોતા હશે તેમને આ ફિલ્મ સમજવામાં ખૂબ કઠીનાઈઓ આવશે.
મુખ્ય વાર્તાની સાથે સ્કૂલમાં ફેલાયેલો ભ્રષ્ટાચાર અને એક ટીનએજર્સને થનારી સમસ્યા જેવી ઉપકથાનકોને ગૂઁથવામા આવ્યા છે. સવા બે કલાકમાં આટલી બધી કથાઓને ભેગી કરવાનું શ્રેય પટકથા લેખક માઈકલ ગોલ્ડનબર્ગને મળવો જોઈએ.
શરુઆતની 20 મિનિટ સુધી ફિલ્મ સુસ્ત ગતિથી ચાલે છે. પણ તેના પછીની ઘટનાઓ એટલી ઝડપથી ચાલે છે કે કશું વિચારવાનો મોકો જ નથી મળતો. દરેક ક્ષણે આગળ શુ થશે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે.
હેરી પોટરની પાછલી ફિલ્મોમાં જોરદાર સ્પેશલ ઈફેક્ટ અને જાદૂને જોઈને ચકિત રહેવાવાળા દર્શકો જો આ ફિલ્મને પણ એવી આશા લઈને જોવા જશે તો તેમને નિરાશ થવું પડશે. મુખ્ય પાત્રોની ઉંમર વધી જવાને કારણે નિર્દેશકે આવા દ્રશ્યોને વધુ મહત્વ નથી આપ્યું. હેરી અને ચો ચેંગ (કેટલ લંગ)ની વચ્ચે એક ચુંબન દ્રશ્ય પણ છે, જે બતાવે છે કે હેરી જવાનીના ઉંબરે ઉભો છે.
ડેવિડ યેટ્સનું નિર્દેશન સારું છે. પણ તેમણે નાના બાળકોનું ધ્યાન નથી રાખ્યુ. હેરીના ચમત્કારોને જોનારા બાળકોની સંખ્યા કેટલીય ગણી છે. ફિલ્મનું તકનીકી સ્તર ખૂબ ઉંચુ છે.
ડેનિયલ રેડક્લિફ, એગા વોટસન, રુપર્ટ ગ્રિટના અભિનયમાં પરિપક્વતા આવી છે. તેમના બીજા સાથીયોએ પણ સારો અભિનય કર્યો છે. માઈકલ ગેમ્બન અને ગ્રે ઓલ્ડમેનનો અભિનય પણ પ્રભાવશાળી છે. પણ બાજી મારી જાય છે અમ્બ્રિજ બનેલી ઈમેન્દા સ્ટોનટન. તે જ્યારે પહેલીવાર પડદા પર આવે છે ત્યારે કેટલીક ક્ષણો બાદ જ તેના પ્રત્યે નફરત થવા માંડે છે. હંમેશા હસતાં રહીને પોતાના વિદ્યાર્થીઓને સતાવવામાં તેને મજા પડે છે.
ટૂંકમાં કહેવાય કે હેરી પોટર એંડ ધ ઓર્ડર ઓફ ફિનિક્સ જોઈને નાના બાળકો નિરાશ થશે. છેલ્લી ચાર ફિલ્મોના મુકાબલે આ ફિલ્મ બહું કમજોર લાગે છે.