Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુંદરતા અને અભિનયનો અનોખો સંગમ - ગુલાબ ગેંગ

સુંદરતા અને અભિનયનો અનોખો સંગમ - ગુલાબ ગેંગ
દિગ્દર્શક - સૌમિક સેન
કલાકાર - માધુરી દીક્ષિત, જૂહી ચાવલા અને તનિષ્ઠા ચેટર્જી
રેટિંગ - 3.5/5
P.R

ગુલાબ ગેંગ એક વાસ્તવિક ઘટના પર આધારિત ફિલ્મ છે જે એક્શનથી ભરપૂર મહિલા પ્રધાન ફિલ્મ છે. ફિલ્મના બોક્સ ઓફિસ પર ચાલવાની કોઈ ગેરંટી નથી જૂહીનો અસરદાર અભિનય ચોક્કસ ફિલ્મને એકટશે જોવા વિવશ કરે છે. 'ગુલાબ ગેંગ' અનેક મિથકોને તોડે છે. આ ફિલ્મ સંપત પાલના જીવન પર આધારિત છે જેમણે મહિલાઓ માટે ગુલાબ ગેંગ બનાવી હતી અને હવે આ ફિલ્મના રૂપમાં પડદાં પર આવી છે.

ફિલ્મ સ્ત્રીઓ અને છોકરીઓને પોતાના હક માટે લડવાની પ્રેરણા આપે છે. ગુલાબ ગેંગ ફક્ત મહિલાઓને આત્મનિર્ભર બનાવવા ઉપરાંત પણ સમાજમાં રાજનીતિ અને જનતા વચ્ચે ચાલી રહેલ ગંદી રમતોને પણ ખૂબ જ ખૂબીથી પડદાં પર સાથ રજૂ કરી શકે છે.

webdunia
P.R

ફિલ્મની સ્ટોરી ઉત્તર ભારતનાં માધોપુરની છે. જ્યા રજ્જો ( માધુરી ) મહિલાઓ માટે આશ્રમ ચલાવે છે. કુટીર ઉદ્યોગ દ્વારા તે મહિલાઓને સ્વનિર્ભર બનાવે છે. તેમનું ગ્રુપ મહિલાઓ પર થતા અત્યાચાર સામે અવાજ ઉઠાવે છે. અને શરૂ થાય છે રાજનીતિનો ખેલ. રજ્જોનો વધતો પ્રભાવ કેટલાક લોકોને ખટકે છે. ત્યારે એન્ટ્રી થાય છે સમિત્રા દેવી ( જૂહી ચાવલા )ની. જે રજ્જોની લોકપ્રિયતાનો ઉપયોગ કરવા માંગે છે. પછી શરૂ થાય છે રાજકીય ષડયંત્રનો ખેલ અને એકશન. માધુરીએ એકશન સીન બખૂબી નિભાવ્યા છે.

માધુરી અને જુહી ચાવલાએ આ ફિલ્મમાં શાનદાર અભિનય કર્યો છે. કેટલાક સીનમાં જૂહી ચાવલા માધુરી પર હાવી થાય છે. સાથે જ ફિલ્મમાં તનિષ્ઠા ચેટર્જી, પ્રિયંકા બોસ અને દિવ્યા જગદાલેની પણ નોંધ લેવાય છે. ફિલ્મની સ્ટોરી અને ડાયરેક્શન શાનદાર છે. જૂહી અને માધુરીની કમાલની એક્ટિંગ માટે ફિલ્મ માણવા જેવી છે. ફિલ્મના સંવાદ સારા છે. જૂહી ચાવલાએ પણ ગુલાબ ગેંગમાં એક રાજનેતાનુ પાત્ર ભજવ્યુ છે. અને એ પાત્રમાં જીવ નાખી દીધો છે. બીજી બાજુ માધુરી દીક્ષિતે રજ્જો પાત્રમાં જીવ નાખવાનો પૂરો પ્રયત્ન કર્યો છે. પણ જૂહી તેની સામે અભિનયમાં આગળ નીકળી ગઈ. જો કે માધુરી આ ફિલ્મમાં ખૂબ સુંદર લાગે છે. ગુલાબ ગેંગના સભ્યોની વચ્ચે ફિલ્મમાં બતાવવામાં આવતી મજાક મસ્તીની વાતોવાળા દ્રશ્ય ખૂબ જ મનોરંજક છે. ફિલ્મ જોવા લાયક છે. આવી ફિલ્મ કમર્શિયલ રીતે ભલે સફળ ન હોય પણ કોઈ ખાસ મુદ્દા પર કોઈ સામાજીક સંદેશ આપવા બાબતે ભારતમાં આવી ફિલ્મો ખૂબ ઓછી બને છે.

webdunia
P.R

જો તમે એક સ્ત્રી હોય તો આ ફિલ્મ તમે જરૂર જોવી જોઈએ અને પુરૂષો જે માત્ર અભિનેત્રીઓને એક મોડલ કે હોટ અભિનેત્રીઓ જ સમજતા હોય તેમણે અભિનેત્રીઓના આ શ્રેષ્ઠ અભિનયને જરૂર જોવો જોઈએ અને સમાજ આપણો આ સમાજ જે સ્ત્રીઓને માત્ર ઘરેલુ સ્ત્રીઓ કે અબલા નારી સમજતો હોય તેમણે આ ફિલ્મ એ માટે જોવી જોઈએ કે જો સ્ત્રીઓ જ્યારે પોતાના વિશે વિચારવાનું શરૂ કરી દેશે તો તે શુ કરી શકે છે. સેલ્યુટ ટુ ઓલ ધ વુમન...


Share this Story:

વેબદુનિયા પર વાંચો

સમાચાર જગત જ્યોતિષશાસ્ત્ર જોક્સ મનોરંજન લાઈફ સ્ટાઈલ ધર્મ

Follow Webdunia gujarati