Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વેલકમ : સ્વાગત ઝાંખુ પડ્યુ

વેલકમ : સ્વાગત ઝાંખુ પડ્યુ
IFM
નિર્માતા - ફિરોઝ એ નડિયાદવાળ
નિર્દેશક - અનીસ અજ્મ
સંગીત - હિમેશ રેશમિયા, આનંદ રાજ આનંદ, સાજિદ-વાજિદ.
કલાકાર - અક્ષય કુમાર, કૈટરીના કૈફ, નાના પાટેકર,મલ્લિકા શેરાવત, અનિલ કપૂર, ફિરોઝ ખાન, પરેશ રાવળ, વિજય રાજ.

પાર્ટર, હે બેબી, અને ધમાલ જેવી ફિલ્મોની યાદીમાં આપણે 'વેલકમ'ને પણ મુકી શકીએ છીએ, જેમાં તમે મગજ ઘરે મુકીને આવો અને જે બતાવવામાં આવી રહ્યુ છે તેને કોઈ પણ તર્ક લગાડ્યા સિવાય જોતા રહો. આ વર્ષે આ પ્રકારની ઘણી ફિલ્મો આવી અને સફળ પણ રહી. 'વેલકમ' ને મગજ લગાવ્યા સિવાય પણ જોઈએ તો મજા નથી આવતી.

અંડરવર્લ્ડ ડોન ઉદય શેટ્ટી (નાના પાટેકર) પોતાની બહેન સંજના(કેટરીના કેફ)નું લગ્ન એક એવા છોકરા જોડે કરવા માંગે છે, જે શરીફ હોય. ડો. ધુઁધરુ(પરેશ રાવળ) પોતાના ભત્રીજા રાજીવ(અક્ષય કુમાર)નું લગ્ન એક એવી છોકરી જોડે કરવા માંગે છે જેના કુંટુંબનો ગુનાહ જોડે કોઈ સંબંધ ન હોય.

webdunia
IFM
ાજીવનો સંબંધ સંજના સાથે પાક્કો થવાનો હતો, પણ ઘુઁઘરુની સામે ઉદયની પોલ ખુલી જાય છે. તે દરમિયાન સંજના અને રાજીવ વચ્ચે પ્રેમ થઈ જાય છે. રાજીવના મામા અપરાધિઓ સાથે સંબંધ રાખવાના પક્ષમાં નથી. તેઓ ઉદયની ધમકીઓથી પણ નથી ગભરાંતા.

વાર્તામાં આરડીએક્સ (ફિરોઝ ખાન), મજનૂભાઈ(અનિલ કપૂર) અને ઈશા (મલ્લિકા શેરાવત)ના પણ પાત્ર છે. થોડી ભાગમભાગ થાય છે, ઉતાર-ચઢાવ આવેક છે અને વાર્તા સુખદ અંત સાથે પુરી થાય છે.

ફિલ્મની વાર્તા છેલ્લા વર્ષે પ્રદર્શિત ફિલ્મ 'શાદી સે પહેલે' (અક્ષય ખન્ના, આયેશા ટાકિયા, મલ્લિકા શેરાવત)ની યાદ અપાવે છે. 'વેલકમ'માં નાનકડી વાર્તાને ખૂબ ઘમાકેદાર રીતે રજૂ કરી છે. જેને કારણે ફિલ્મ જરૂર કરતા વધુ લાંબી લાગે છે. અને કેટલીય વાર બોરિંગ પણ લાગે છે. કેટલાય દ્રશ્યો એક જેવા લાગે છે.

નિર્દેશક અનીસ બજ્મીનો ઉદ્દેશ્ય છે કે દર્શકોને હંસાવવામાં આવે અને તે માટે તેમણે કેટલાક હાસ્ય દ્રશ્યો રચ્યા છે અને તેમને જોડીને રજૂ કરી. કેટલાક દ્રશ્યો (સ્મશાનવાળુ દ્રશ્ય અને નાના પાટેકરના ઘોડા પર બેસીને ફિલ્મનુ શૂંટિગ કરવુ) હસવે છે, પણ તેમની સંખ્યા ખૂબ ઓછી છે. ફિલ્મના અંતમાં ઘર તૂટવાના દ્રશ્યને પણ લાંબ્ય ફુટેજ આપવામાં આવ્યુ છે, પણ બધાને આમા કદાચ જ મજા આવે. આ પ્રકારના દ્રશ્યો પહેલા પણ કેટલીય ફિલ્મોમાં આવી ચૂક્યા છે.

અનીસે સ્ટોરીની જગ્યાએ પાત્રો પાછળ વધુ મહેનત કરી છે. દરેક પાત્રની પોતાની ખુબીઓ છે. ખાસ કરીને નાના પાટેકર અને તેમના ચમચાઓની વચ્ચે કેટલાક દ્રશ્યો સારા છે. અનીસની આ વાતના વખાણ કરવા પડશે કે તેમણે પોતાની ફિલ્મને ફૂહડતાથી બચાવી છે.

અક્ષય કુમારનો રોલ ડોબા જેવો છે. અને દર્શકો તેમને ચાલતો પૂર્જો પ્રકારના પાત્રામં જોવો વધુ પસંદ છે. અક્ષય હવે ટાઈપ થતા જઈ રહ્યા છે અને તેમણે થોડી જુદી એક્ટીંગ કરવી જોઈએ.

webdunia
IFM
નાના પાટેકર આ ફિલ્મનો સૌથી મજબૂત પક્ષ છે. અનિલ કપૂર 'ઝકાસ' વાળી સ્ટાઈલમાં જોવા મળ્યા. નાના-અનિલની જોડી સારી લાગે છે. ફિરોઝ ખાન ડોનના પણ બાપ બન્યા. કેટરીના કેફ ફક્ત સુંદર લાગી. મલ્લિકા શેરાવતની ભૂમિકા લાંબી નથી, પણ તેમને આત્મવિશ્વાસ સાથે અભિનય કર્યો છે. પરેશ રાવળ હવે બોર કરે છે. મલાઈકા અરોરાએ એક ગીતમાં સેક્સી નૃત્ય કર્યુ છે.

ત્રણ સંગીતકાર (હિમેશ રેશમિયા, આનંદ રાજ આનંદ અને સાજિદ-વાજિદ)હોવા છતા ફક્ત બે ગીતો 'ઉઁચા લંબા કદ' અને 'તેરા સરાફા' જ સાંભળવા લાયક છે. બધુ મળીને 'વેલકમ' એક ફીકું સ્વાગત છે.

Share this Story:

Follow Webdunia gujarati