Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વેલ ડન અબ્બા :વેલ મેડ ફિલ્મ

વેલ ડન અબ્બા :વેલ મેડ ફિલ્મ
IFM
બેનર : રિલાયંસ બિગ પિક્ચર્સ
નિર્દેશક - શ્યામ બેનેગલ
સંગીત - શાંતનુ મોઈત્રા
કલાકાર - બોમન ઈરાની, મિનિષા લાંબા, સમીર દત્તાની, રવિ કિશન, ઈલા અરુણ, રજિત કપૂર, યશપાલ શર્મા, રવિ ઝાંકલ
સેંસર સર્ટિફિકેટ : યૂ/એ *16 રીલ, * 2 કલાક 20 મિનિટ
રેટિંગ 3/5

શ્યામ બેનેગલનુ કહેવુ છે કે તેઓ યુવાઓને ગામડા સાથે જોડવા માંગે છે, કારણ કે ભારતીયોનો એક ખૂબ મોટો ભાગ ગામડાંમાં રહે છે, જે શાઈનિંગ ઈંડિયાથી ખૂબ દૂર છે. તેથે તેમણે 'વેલ ડન અબ્બા'માં ચિકટપલ્લી નામના તામડાંને બતાવ્યુ છે. ગ્રામીણ જીવન અને તેમની સમસ્યાઓને આ ફિલ્મમાં બારીકાઈથી બતાવાઈ છે.

આ ફિલ્મ દ્વારા તેમણે એ સરકારી યોજનઓ પર પ્રહાર કર્યો છે જે ગરીબી રેખાની નીચે રહેતા લોકો માટે બનાવવામાં આવે છે. મફતનુ ઘર, મફતનો કૂવો, મફતની શિક્ષા, ચિકિત્સા જેવી યોજનાઓ સરકાર પાસેથી ગરીબ સુધી પહોંચવામાં ઘણા લોકોના હાથ નીચેથી પસાર થાય છે અને લાખ રૂપિયા હજારમાં ફેરવાય જાય છે.

અરમાન અલી (બોમન ઈરાની) મુંબઈમાં ડ્રાયવર છે. રજાઓ લઈને એ પોતાના પુત્રી મુસ્કાન (મિનિષા લાંબા) માટે છોકરો શોધવા ચિકટપલ્લી જાય છે. મુસ્કાન પોતાના ચાચા-ચાચી સાથે રહે છે જે મસ્જિદમાંથી ચંપલો ચોરે છે અને વાવમાંથી પાણી પણ કારણ કે ગામમાં પાણીનુ સંકટ છે.

webdunia
IFM
અરમાનને જાણ થાય છે કે કપિલ ધારા યોજના હેઠળ સરકાર ગરીબોને વાવ માટે મફત ધન આપી રહી છે. તે પોતાની જમીન પર વાવ બનાવવા માંગે છે, જેથી થોડો-ઘણો પાક ઉગાડે શકે ગરીબી રેખાની નીચે હોવાનુ એ ખોટુ પ્રમાણપત્ર બનાવે છે અને વાવ માટે અરજી કરે છે.

તેનો સામનો ભ્રષ્ટ ઓફિસર,બાબૂ, મંત્રી અને એંજીનિયર સાથે થાય છે જે તેને મળનારા અનુદાનમાંથી પોતાનો ભાગ માંગે છે. છેવટે અરમાનના હાથમાં થોડા રૂપિયા આવે છે જેમાંથી વાવ નથી બની શકતી.

ઉદાસ અરમાનને તેની 12મા ધોરણમાં ભણી રહેલી પુત્રી મુસ્કાન અનોખો રસ્તો બતાવે છે. તે વાવની ચોરીની રિપોર્ટ નોંધાવે છે. તેમનો સાથ એ લોકો પણ આપે છે જેમની સાથે પણ વાવના નામે હેરાફેરી કરવામાં આવી. મુદ્દો વિધાનસભા સુધી પહોંચી જાય છે અને સરકાર બચાવવા માટે રાતોરાત વાવ ઉભી કરવામાં આવે છે.

આ વાર્તાને 'નરસૈય્યા કી બાવડી'(જીલાની બાનો), 'ફૂલવા કા ફૂલ'(સંજીવ) અને 'સ્ટિલ વોટર્સ'ને આધાર બનાવીને તૈયાર કરવામાં આવી છે. આ પ્રકારની વાર્તા પર કેટલીક ક્ષેત્રીય ભાષોમાં પણ ફિલ્મ બની છે અને થોડાક દિવસો પહેલા 'લાપતાગંજ' ટીવી સીરિયલના એક એપિસોડમાં આવી વાર્તા જોવા મળી હતી. પરંતુ શ્યામ બેનેગલનો હાથ લાગવાથી આ વાર્તા 'વેલ ડન અબ્બા' માં વધુ નિખાર આવ્યો.

બેનેગલે સરકારી સિસ્ટમ અને તેની સાથે જોડાયેલ ભ્રષ્ટ લોકોને વ્યંગ્યાત્મક અને મનોરંજક રીતે સ્ક્રીન પર રજૂ કર્યા છે કે કેવી રીતે આ યોજનાઓનુ મખૌલ બનાવી દીધુ છે અને ગરીબોનો હક ઓફિસર/મંત્રી/પોલીસ છીનવી રહ્યા છે. ઘણા એવા દ્રશ્યો છે જે ચહેરા પર હાસ્ય લાવે છે અને સાથે જ વિચારવા મજબૂર કરે છે. આ બધી વાતો વગર લાઉડ થયે બતાવવામાં આવી છે.

મુખ્ય વાર્તાની સાથે સાતેહ મુસ્કાન અને અરિફનો રોમાંસ અને શેખો દ્વારા ગરીબ છોકરીઓને ખરીદવાનો પ્રસંગ પણ ઉલ્લેખનીય છે. ફિલ્મની ધીમી ગતિ અને લાંબા ક્લાયમેક્સ પર કેટલાકને વાંધો હોઈ શકે છે, પરંતુ તેને નજરઅંદાજ પણ કરી શકાય છે.

ગામડાંની જીંદગીમં એક ઠેરાવ હોય છે અને તેને ફિલ્મના પાત્રો દ્વારા અનુભવી શકાય છે. ફિલ્મમાં ઘણા એવા કેરેક્ટર છે જે ફિલ્મ પૂરી થયા પછી પણ યાદ રહે છે. ભલે પછી એ ભલો માણસ અરમાન હોય, તેની ચાલાક છોકરી મુસ્કાન હોય કે એંજીનિયર ઝા હોય જેના મગજમાં હંમેશા સેક્સ છવાયેલુ રહે છે.

webdunia
IFM
અરમાન અલીના રૂપમાં બોમન ઈરાનીની એક્ટિંગ શ્રેષ્ઠ છે. પરંતુ અરમાનના જોડિયા ભાઈના રૂપમાં તેણે થોડી ઓવર એક્ટિંગ કરી છે. મિનિષા લાંબાનો અત્યાર સુધીનો આ સૌથી શ્રેષ્ઠ અભિનય કહી શકાય છે. રવિ કિશન, રજત કપૂર, ઈલા અરુણ, સમીર દત્તા, રાજેન્દ્ર ગુપ્તાએ પણ પોતાનુ કામ સારી રીતે કર્યુ છે . સોનાલી કુલકર્ણીને વધુ તક નથી મળી.

'વેલ ડન અબ્બા'એક વેલ મેડ ફિલ્મ છે અને તેને જોઈ શકાય છે.

Share this Story:

Follow Webdunia gujarati