Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'વુડસ્ટોક વિલા' નું રહસ્ય

'વુડસ્ટોક વિલા' નું રહસ્ય
IFM
નિર્માતા : સંજય ગુપ્તા
નિર્દેશક : હંસલ મહેતા
સંગીત : અનુ મલિક, શિબાની કશ્યપ
કલાકાર : સિકંદર ખેર, નેહા ઓબેરોય, અરબાજ ખાન, શક્તિ કપૂર, ગુલશન ગ્રોવર, સંજય દત્ત(અતિથિ કલાકાર)

સ્ટાઈલિશ કપડા, ગળામાં લોકેટ, હાથમાં મોંધી ઘડિયાળો અને બ્રેસલેટ, રફ એંડ ટફ લુક અને અપરાધી પ્રકારના પાત્રો. કેમરા વર્કમાં ફિલ્ટરનો ઘણો ઉપયોગ. બ્રેક ગ્રાઉંડ મ્યૂઝિક. ઝડપથી બદલાતા શોટ. વાર્તાને બદલે સ્ટાઈલને મહત્વ.

આ બધુ સંજય ગુપ્તાના સિનેમાની ખૂબીઓ છે, જેમણે એક વિશેષ દર્શક વર્ગ પસંદ કરે છે. 'વુડસ્ટોક વિલા' ના સંજયા ગુપ્તા નિર્માતા છે અને તેમની ફિલ્મ બનાવવાની સ્ટાઈલનુ નિર્દેશક હંસલ મહેતાએ પણ અનુકરણ કર્યુ છે.

નવા અભિનેતા સિકંદર ખેરને લઈને તેમણે લગભગ બે કલાકની થ્રિલર 'વુડસ્ટોક વિલા' બનાવી છે. ઝડપી ગતિથી ભાગતી આ ફિલ્મમાં ઘણા ઉતાર-ચઢાવ છે. દર્શકોને વિચારવાની તક નથી મળતી, કારણકે દરેક પંદર મિનિટ પછી ફિલ્મ ચોંકાવતા નવા ટ્રેક પર ચાલવા લાગે છે.

અરબાઝ ખાનની પત્ની નેહા ઓબેરોયનુ એક રાતે અપહરણ થઈ જાય છે. અપકરણકર્તા સિકંદર ખેર ખંડણીના રૂપમાં પચાસ લાખ રૂપિયાની માંગ કરે છે. અરબાઝ રૂપિયા આપવા માટે તૈયાર છે, પરંતુ નેહાની હત્યા થઈ જાય છે. સિકંદર લાશને ઠેકાણે લગાવે છે ત્યારબાદ તેના કેટલાક રહસ્યોની જાણ થાય છે.
webdunia
IFM

ફિલ્મના રહસ્ય પરથી પડદો ન ઉઠાવતા અમે એ બતાવવા માંગીએ છીએ કે વાર્તામાં કશુંક અવિશ્વસનીય ઘટનાઓ મૂકવામાં આવી છે, જે ગળે નથી ઉતરતી, પરંતુ ફિલ્મની ગતિ એટલી વધુ છે કે ફિલ્મ જોતી સમયે દર્શકો આ વિશે કશુ નથી વિચારતા. આનો શ્રેય પટકથા લેખક (સંજય ગુપ્તા, એસ, ફરહાન અને રાજીવ ગોપાલ)ને જવો જોઈએ કે તેમણે વાર્તાની ઉણપોને આવડતથી છીપાવી દીધી છે.

નિર્દેશક હંસલ મહેતાએ ફિલ્મને સ્ટાઈલીશ લુક આપ્યો છે. તેમની વાર્તાને પડદાં પર રજૂ કરવાની રીત અંગ્રેજી ફિલ્મો જેવી છે. તેમનુ શ્રેષ્ઠ પ્રસ્તુતિકરણનુ કારણે દર્શકોની દિલચસ્પી વાર્તાની કમી હોવા છતાં બની રહે છે.

ફિલ્મમાં સૌથી મોટો અવરોધ ગીતો કરે છે. થ્રિલર ફિલ્મમાં આમ પણ ગીતોની સંભાવના ઓછી રહે છે. ગીતો એટલા મધુર પણ નથી કે સાંભળવા ગમે.

નીલ મુકેશ પછી સિકંદર ખેરે પણ પોતાના કેરિયરની શરૂઆત નકારાત્મક પાત્રથી કરી છે. ઉંચા કદના સિકંદરે પોતાની વયથી વધુ ઉંમરના લાગે છે. હંસલ મહેતાએ પોતાના કુશળ નિર્દેશનથી સિકંદરના અભિનયની કમજોરીઓને છુપાવી છે. તેમણે સિકંદર પર નાના નાના શોટ્સ લીધા છે, જેનાથી તેમની અભિનય ક્ષમતા વિશે ખબર નથી પડતી. સિકંદરનો અવાજ તેમની સૌથી મોટી આવડત છે.

webdunia
IFM
નેહા ઓબેરોયનો અભિનય અને તેની સુંદરતા સરેરાશ છે. અમુક એંગલથી શિલ્પા શેટ્ટી જેવી દેખાય છે. અરબાજ ખાન અને ગુલશન ગ્રોવરે પોતાના પાત્રોની સાથે ન્યાય કર્યો છે. સંજય દત્ત પન દોસ્તની ફિલ્મ હોવાથી એક ગીતમાં જોવા મળ્યા.

વિશાલ નૌલખાનુ કેમરા વર્ક ફિલ્મના મૂડને અનુરૂપ છે. થ્રિલર ફિલ્મમાં સંગીત મહત્વનુ હોય છેમ, અને અમર મોહિલેએ પોતાનુ કામ સરસ રીતે કર્યુ છે. ફિલ્મનુ સંપાદન ટાઈટ છે.

'વુડસ્ટોક વિલા' તે લોકો માટે છે જેમને સ્ટાઈલિશ અને થ્રિલર ફિલ્મો જોવી પસંદ છે.

Share this Story:

Follow Webdunia gujarati