બે અઠવાડિયા પહેલા આપણે મહાભારતથી પ્રેરિત 'રાજનીતિ' જોઈ અને આ અઠવાડિયે રામાયણને આધુનિક સંદર્ભમાં જોડીને મણિરત્નમે 'રાવણ' બનાવી છે. ફિલ્મ શરૂ થાય છે રામાયણની એ ઘટનાથી જેમા સીતાનુ રાવણ અપહરણ કરી લે છે.. બીરા(અભિષેક બચ્ચન) જેને આપણે રાવણ કહો કે રોબિન હુડ(ફિલ્મમાં પણ આ જ પ્રશ્ન કરવામાં આવ્યો છે) દેવ(વિક્રમ)ની પત્ની રાગિણી(એશ્વર્યા રાય)નું અપહરણ કરીને તેને ગાઢ જંગલમાં લઈ જાય છે. વિક્રમને આપણે રામના પાત્ર સાથે જોડી શકીએ છીએ, જે કે હનુમાન જેવુ પાત્ર (ગોવિંદા) અને પોતાની સેના (પોલીસવાળા)ની સાથે પોતાની સીતાને છોડાવવા માંગે છે.
રામાયણનો આ પ્રસંગ મણિરત્નમે સીતાના દ્રષ્ટિકોણથી બતાવ્યો છે. આ એક નવુ અને શ્રેષ્ઠ એંગલ છે, પરંતુ મણિ આ દ્ર્શ્યને વ્યવસ્થિત રૂપે રજૂ ન કરી શક્યા. ચૌદ દિવસ સુધી બીરાની સાથે રહેવાથી રાગિનીને અનુભવ થાય છે એક જેને તે રાવણ સમજી રહી છે તે એટલો પણ ખરાબ નથી. તેની અંદર પણ રામ છે અને પોતાના પતિ જેને તે ભગવાન માને છે તેની ક્યાંકને ક્યાંક ભૂલ છે. સારા પક્ષમાંથી નીકળી જ્યારે એ ખરાબ પક્ષની સાથે ઉભી થાય છે ત્યારે બંનેને વિભાજીત કરતી લાઈન તેની આગળ ધુંધળી થવા માંડે છે. આ વાતને સારી રીતે જસ્ટિફાઈ કરવા માટે જે ઘટનાઓ રજ કરવામાં આવી છે તે નબળી છે.
IFM
રાગિણીનુ બીરા અપહરણ કેમ કરે છે ? કારણ કે પોલીસવાળા તેને એ જ દિવસે પકડવાનો પ્રયત્ન કર્યો જે દિવસે તેની બહેનનુ લગ્ન હતુ. બીરા ભાગી નીકળ્યો તો મંડપથી પોલીસવાળા તેની બહેનને જ ઉઠાવી લઈ ગયા અને તેની સાથે બળાત્કાર કર્યો. બહેને આત્મહત્યા કરી લીધી અને બીરા બદલો લેવાની આગથી તમતમી ઉઠ્યો. ચાલો ઠીક છે બીરા સાથે જે થયુ તે ખોટું થયુ. પરંતુ શુ તે યોગ્ય કરી રહ્યો છે ? તે પણ નિર્દોષ પોલીસવાળાઓનુ જીવ લઈ રહ્યો છે.
ઈંટરવલ સુધી રાગિણીની નજરોમાં દેવ હીરો છે, પરંતુ તેની નજરઓમાં તે વિલન એ માટે બની જાય છે કારણ કે તે બીરાને મારવાનો પ્રયત્ન કરી રહ્યો છે. જ્યારે કે બીરા એક ગુનેગાર છે. ક્લાયમેક્સમાં જરૂર એ એવી વાત કરે છે, જેના કારણે તે વિલન બને છે.
રાગિણીને મેળવ્યા પછી તે તેને પૂછે છે કે શુ આ ચૌદ દિવસમાં બીરાએ તેને એકવાર પણ સ્પર્શ ન કર્યુ ? જ્યારે રાગિણી ના પાડે છે તો તે પોલિગ્રાફ ટેસ્ટ(સીતાની અગ્નિપરિક્ષા) કરવા માટે કહે છે. જો કે તે બીરાને મારવા માટે આવુ કરે છે, કારણ કે તેને ખબર છે કે તેની આ હરકતને કારણે તેને છોડીને રાગિણી, બીરાને મળવા માટે જરૂર જશે. આ દ્રશ્ય દ્વારા મણિએ બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે સીતાને અગ્નિપરિક્ષા આપવાનુ કહેવુ યોગ્ય નથી માની શકાતુ. આ ઘટનાક્રમને કારણે ક્લાઈમેક્સ સારો બની પડ્યો છે. જ્યા સુધી નક્સલવાદની વાત છે તો તેને મણિએ યોગ્ય રીતે અંકિત કર્યુ છે અને તેમનો પક્ષ બતાવવાનો પ્રયત્ન કર્યો છે.
ફિલ્મ પ્રથમ એક કલાક સુધી ખૂબ ધીરેથી આગળ વધે છે અને રાગિણીનુ અપહરણ બીરાએ કેમ કર્યુ, તે બતાવવામાં તેમણે લાંબો સમય લઈ લીધો છે. જો કે આ દરમિયાન કેટલાક સંકેત આપ્યા છે, જે છતા વાર્તા આગળ નથી વધતી. બીજા હાફમાં ઘટનાક્રમ ઝડપથી આગળ વધે છે.
મણિરત્નમ શોટને સારી રીતે ફિલ્માવે છે અને 'રાવણ'માં પણ કેટલક શ્રેષ્ઠ શોટ્સ જોવા મળ્યા છે. પ્રકૃતિનો તેમણે સારો ઉપયોગ કર્યો છે. તડકો, લીલાછમ જંગલ, ગાઢ જંગલ, નદી, ઝરણા, વરસાદ, ધુંધ વગેરે આગળ પડતા આ ફિલ્મમાં જોવા મળ્યા છે. આ માટે સિનેમાટોગ્રાફર સતીષ સિવન અને મણિકાંદનના પણ વખાણ કરવા જોઈએ જેમણે ઘણુ સારુ કામ કર્યુ છે.
અભિષેક બચ્ચની પાસે એક સારી તક હતી, જેનો તે ભરપૂર લાભ ન ઉઠાવી શક્યા. ઘણા દ્રશ્યોએ તેનો લાઉડ અભિનય સારો લાગે છે, પરંતુ ઘણી જગ્યાએ તેણે ઓવર એક્ટિંગ કરી છે. તેઓ પોતાના ચરિત્ર મુજબનો ડર ન ઉભો કરી શક્યા.
IFM
ઓછા મેકઅપમાં પણ એશ્વર્યા રાય સુંદર લાગે છે અને આખી ફિલ્મમાં તેનો અભિનય સૌથી શ્રેષ્ઠ છે. ભય, ગુસ્સો અને પ્રેમને તેણે સારી રીતે અભિવ્યક્ત કર્યો છે. વિક્રમના પાત્રની સાથે ન્યાય નથી થયો અને તેણે સાઈડ હીરો બનાવી દીધો. ગોવિંદા અને રવિ કિશને સારો અભિનય કર્યો છે અએન જો તેમણે વધુ ફુટેજ આપવામાં આવતા તો તે સારુ થાત. ફિલ્મનુ સંગીત લોકપ્રિય નથી થઈ શક્યુ, પરંતુ ગીતોનુ ફિલ્માંકન શ્રેષ્ઠ છે. ફિલ્મના સંવાદ સરેરાશ છે.
'રાવણ'ના આ મુખોટામાં ઘણા અર્થ સમાયા છે તેની સાથેની સહમતિ કે અસહમતીના આધાર પર તમે આ ફિલ્મને સારી કે ખરાબ કહી શકો છો.