રાજનીતિ : મહાભારતથી પ્રેરિત
બેનર : પ્રકાશ ઝા પ્રોડક્શંસ નિર્માતા-નિર્દેશક - પ્રકાશ ઝા કલાકાર - અજય દેવગન, રણબીર કપૂર, કેટરીના કેફ, અર્જુન રામપાલ, મનોજ વાજપેયી, નસીરુદ્દીન શાહ, નાના પાટેકર, સારાહ થોમ્પસન યૂ/એ * 2 કલાક 49 મિનિટ રેટિંગ : 3/5 સમાજની તમામ પ્રકારના પાપને પ્રકાશ ઝા એ તીખા સંવાદોની સાથે પોતાની ફિલ્મોમાં રજૂ કર્યા છે અને પોતાનો અવાજ ઉઠાવ્યો છે. છેલ્લી કેટલીક ફિલ્મો દ્વારા તેમણે કામનુ સ્તર સતત ઉપર ઉઠાવ્યુ છે, પરંતુ 'રાજનીતિ'માં તે એ સ્તર સુધી પહોંચી નથી શક્યા. ઝા ને રાજનીતિમાં ખૂબ રસ છે, તેથી અપેક્ષાઓ ખૂબ વધુ હોવી એ સ્વાભાવિક છે. આશા હતી કે રાજનીતિના નામ પર થનારા કાળા કારનામાઓને પોતાના રીતે રજૂ કરશે, પરંતુ આ ખુરશીને લઈને બે પરિવારોની વચ્ચે થયેલ વિવાદને લગતી વાર્તા બનીને રહી ગઈ. કહેવાનો અર્થ એ નથી કે 'રાજનીતિ' ખરાબ ફિલ્મ છે, પરંતુ આ ઝા ની છેલ્લી ફિલ્મોના સ્તર સુધી નથી પહોંચી શકી. મહાભારતના પાત્રોના અધુનિક રાજનીતિ સાથે જોડાઈને પ્રકાશ ઝા એ 'રાજનીતિ' બનાવી છે. મહાભારતમાં ઘર્મ બનામ અધર્મની લડાઈ હતી, પરંતુ હવે 'પાવર' માટે લદનારા લોકો કોઈ કાયદો-કાનૂન નથી માનતા. તેઓ તેને મેળવવા માટે કંઈ પણ કરવા તૈયાર છે અને જીત સિવાય બીજુ કંઈ તેમની સ્વીકાર્ય નથી. આ વાતને ઝા એ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ મૂળ વાર્તા પર બે પરિવારનો વિવાદ એટલો ભારે થઈ ગયો કે મધ્યાંતર પછીની વાર્તા એક ગેંગવોર બનીને રહી ગઈ.
ક્ષેત્રીય પાર્ટીનો અધ્યક્ષ બીમાર થઈને પાર્ટીની ડોર જ્યારે પોતાના ભાઈ (ચેતન પંડિત) અને તેના પુત્ર પૃથ્વી (અર્જુન રામપાલ)ને સોંપે છે તો આ વાત તેના પુત્ર વીરેન્દ્ર (મનોજ વાજપેયી)ને ગમતી નથી. તે પોતાના પિતરાઈ ભાઈ પૃથ્વી વિરુધ્ધ અવાજ ઉઠાવે છે, પરંતુ એકલો પડી જાય છે. દલિત અને રાજનીતિમાં કંઈક કરી બતાવવાની ઈચ્છા લઈને સૂરજ (અજય દેવગન)સાથે વીરેન્દ્રની મુલાકાત થાય છે. કેટલીક વાતોને લઈને સૂરજનો પૃથ્વી સાથે ઝગડો થાય છે, આ વાતનો ફાયદો વીરેન્દ્ર ઉઠાવે છે અને તેને પોતાની સાથે જોડી લે છે. કેટલાક દિવસોમાં ચૂંટણી થવાની છે. પૃથ્વીના પિતાને ભાવી મુખ્યમંત્રીના રૂપમાં રજૂ કરવામાં આવે છે, પરંતુ તેમની હત્યા થઈ જાય છે. વિદેશમાં રહેનારો સમર (રણબીર કપૂર) પોતાના ભાઈની મદદ માટે ભારતમાં જ રોકાય જાય છે. આ બંને ભાઈઓને પોતાના મામા વ્રજગોપાલ (નાના પાટેકર) પર ખૂબ જ વિશ્વાસ છે, જે રાજનીતિના અનુભવી ખેલાડી છે. પૃથ્વીને વીરેન્દ્ર ષડયંત્ર દ્વારા પાર્ટીમાંથી બહાર કરાવી દે છે, પરંતુ પૃથ્વી હાર નથી માનતો. તે પોતાના ભાઈની સાથે નવી પાર્ટી બનાવીને વીરેન્દ્ર અને સૂરજની પાર્ટી વિરુધ્ધ ચૂંટણી લડે છે. આ લડાઈ ધીરે-ધીરે એટલી હિંસક બની જાય છે કે બંને પરિવારને તેનુ નુકશાન ઉઠાવવુ પડે છે. આ વાર્તાની સાથે સાથે ઈન્દુ (કેટરીના કેફ)અને સમરની લવસ્ટોરી પણ છે, જેમા સમરને ઈન્દુ ચાહે છે, પરંતુ સમર કોઈ બીજાને પ્રેમ કરે છે. કઝિન બ્રધર્સના વિવાદ દ્વારા પ્રકાશ ઝા એ બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે સત્તાના મદ આગળ લોકો આંધળા થઈ જાય છે, તેમનુ એટલુ અધિક નૈતિક પતન થઈ જાય છે કે ભાઈ ભાઈની હત્યા કરી નાખે છે, એક પિતા પોતાની પુત્રીના પ્રેમને નજરઅંદાજ કરીને પોતાની પુત્રીનુ લગ્ન એ વ્યક્તિ સાથે કરી નાખે છે જે મુખ્યમંત્રી બનવાનો છે, એક પ્રેમી પોતાની પ્રેમિકાને ઠુકરાવીને એ છોકરી જોડે લગ્ન કરવા તૈયાર છે જેના પિતા પાર્ટી માટે મોટી રકમ ફાળાના રૂપમાં આપે છે અને ટિકિટ મેળવવા માટે એક સ્ત્રી કોઈની પણ સાથે હમ બિસ્તર થવા માટે તૈયાર છે.
પ્રકાશ ઝા એ મહાભારતથી પ્રેરિત વાર્તાને શ્રેષ્ઠ રીતે રજૂ કરવામાં આવી છે અને ફિલ્મ ફિલ્મના લાંબી હોવા છતા રુચિ બની રહે છે દરેક કેરેક્ટર પર તેમણે મહેનત કરી છે. શરૂઆતમાં આટલા બધા કેરેક્ટર્સ જોઈ સમજવામાં તકલીફ થાય છે કે કોણ શુ છે, પરંતુ ધીરે ધીરે સ્થિતિ સ્પષ્ટ થાય છે અને એ પાત્રોમાં આપણને અર્જુન, કર્ણ, યુધિષ્ઠિર, કૃષ્ણ, દુર્યોધન, ધૃતરાષ્ટ્ર દેખાવવા માંડે છે. રિયાલિસ્ટિક ફિલ્મ બનાવનારા ફિલ્મકાર પ્રકાશ ઝા એ આ વખતે કોમર્શિયલ પહેલુઓ પર પણ ધ્યાન આપ્યુ છે અને કેટલાક સીન એ રીતે બનાવ્યા છે કે જે મસાલા ફિલ્મ જોનારા દર્શકોને સારા લાગે છે. ભલે પછી એને માટે તેમણે વાસ્તવિકતાથી દૂર જવુ પડે. આ વાત તેમને ફિલ્મ પસંદ કરનારાઓને ખૂંચી શકે છે. મોટાભાગના કલાકાર નિપુણ છે અને આપણને શ્રેષ્ઠ અભિનય જોવા મળે છે. અજય દેવગનની આંખો સળગતી લાગે છે, જે તેમના આક્રોશને અભિવ્યક્ત કરે છે. રણબીર કપૂરે એક કૂલ અને ચાલાક પાત્રને સારી રીતે અભિનીત કરીને પોતાના અભિનયની રેંજ બતાવી છે. મનોજ વાજપેયી ગર્જના કરતા વાઘની જેવા લાગે છે જેને કોઈપણ કિમંત પર તે બધુ જોઈએ જે તે ઈચ્છે છે. નાના પાટેકરે એ માણસનુ પાત્ર શ્રેષ્ઠ રીતે ભજવ્યુ છે જે હસતા હસતા ખતરનાક ચાલ ચાલી જાય છે. અર્જુન રામપાલની સીમિત અભિનય પ્રતિભા કેટલાક દ્રશ્યોમાં ચમકી ઉઠી છે. કેટરીના પણ ઘણી જગ્યાએ અસહજ અનુભવતી લાગે છે. નસીરુદ્દીન શાહ નાનકડા રોલમાં પણ પોતાની છાપ છોડે છે. ભીગી સી અને મોરા પિયા ગીત સાંભળવા લાયક છે, પરંતુ ફિલ્મમાં આ ગીતોને વધુ સ્થાન ન મળી શક્યુ. 'રાજનીતિમે મુર્દે કો જીંદા રખા જાતા હૈ, તાકિ વક્ત આને પર વો બોલ સકે' અને 'રાજનીતિમે કોઈ ભી ફેંસલા સહી યા ગલત નહી હોતા બલ્કિ અપને ઉદ્દેશ્ય કો સફલ બનાને કે લિયે લિયા જાતા હૈ' જેવા કેટલાક શ્રેષ્ઠ સંવાદ પણ સાંભળવા મળે છે. ભલે આ પ્રકશ ઝા ની અગાઉની ફિલ્મોની સામે ઓછી અંકાતી હોય પણ જોઈ શકાય તેવી છે.