રાઈટ યા રોંગ : ટાઈમપાસ થ્રિલર
નિર્માતા : નીરજ પાઠક, કૃષ્ણ ચૌધરી નિર્દેશક : નીરજ પાઠક સંગીત : મોંટી શર્મા કલાકાર : સની દેઓલ, ઈશા કોપ્પિકર, ઈરફાન ખાન, કોકણા સેન શર્મા, દીપલ શો, ગોવિંદ નામદેવ. યૂ/એ - બે કલાક 15 મિનિટ રેટિંગ : 2.5/5 ઘણીવાર આપણે ઘણી ઉમંગો અને ઉત્સાહ સાથે ફિલ્મ જોઈએ છીએ તો ફિલ્મ નથી ગમતી. એ જ રીતે ઘણી ફિલ્મો ત્યારે સારી લાગે છે જ્યારે આપણને એટલી આશા ન હોય. 'રાઈટ યા રોંગ' આ જ કેટેગરીમાં આવે છે. ફિલ્મ પર થોડી મહેનત કરવામાં આવતી તો આ એક શ્રેષ્ઠ ફિલ્મ બની શકતી હતી, પરંતુ આમ છતા તે નિરાશ નથી કરતી. વાર્તા છે અજય(સની દેઓલ)ની જે પોલીસ ઓફિસર છે. તે પોતાની પત્ની (ઈશા કોપ્પિકર) અને પુત્રની સાથે ખુશાલીની જીંદગી વીતાવી રહ્યો છે. અજયને ગોળી વાગે છે અને તેના શરીરનો નીચેનો ભાગ લકવાનો ભોગ બની જાય છે. વ્હીલ ચેયર પર બેસીને અજય જીવવા નથી માંગતો. તે પોતાની પત્ની અને ભાઈને કહે છે કે તેઓ તેને મારી નાખે. તે એક પ્લાન બનાવે છે, જેમાં એવુ લાગે કે તેનુ મૃત્યુ એક દુર્ઘટનાવશ થયુ છે. ત્યારબાદ વાર્તામાં જોરદાર વળાંક આવે છે. નીરજ પાઠક દ્વારા નિર્દેશિત આ ફિલ્મની શરૂઆતની કેટલીક રીલ્સ ખૂબ જ બોર અને કંટાળાજનક છે. સમજાતુ નથી કે તેઓ શુ બતાવવા માંગે છે. આ ભાગમાં કેટલાક ગીતો જબરજસ્તીથી ઠૂસ્યા છે. જેનો કોઈ મતલબ નથી. કેટલાક સીન (સની અને ઈરફાનની વચ્ચે લગ્નને લઈને વાતચીત) ખૂબ જ બોરિંગ છે. ફિલ્મમાં ત્યારે પકડ આવે છે જ્યારે સની દેઓલ પોતાની જાતને મારવાનો પ્લાન બનાવે છે. ત્યારબાદ ચૌકાવનારી ઘટનાઓ બને છે અને ફિલ્મ એક થ્રિલરમાં બદલાય જાય છે. અપરાઘી સામે છે અને પોલીસ તેના વિરુધ્ધ સબૂત શોધે છે. ઉંદર અને બિલ્લીની રમત શરૂ થાય છે. આ ભાગમાં ઈરફાનના ભાગને પણ ઈમ્પોર્ટ્સ આપવામાં આવ્યુ છે અને આ પણ ફિલ્મમાં રસ જાગવાનુ એક કારણ છે. નીરજ પાઠકે ફિલ્મને લખી પણ છે. તેમના લેખનમાં થોડી નાની-મોટી ભૂલો પણ છે, જેની ચર્ચા અહીં કરવાથી ફિલ્મનો સસ્પેંસ ખુલી શકે છે. જો તેઓ ફિલ્મને મઘ્યાંતર પૂર્વના ભાગને પણ સારો લખી શકતા તો આ એક સારી ફિલ્મ બની શકતી હતી. સની દેઓલના અભિનયનુ સ્તર એક જેવુ નથી રહ્યુ. કેટલાક દ્રશ્યો તેમણે બેમનથી કર્યા માનો કે તેમને કોઈ રસ જ ન હોય. બૈક પ્રોબલેમ્બને કારણે તેઓ એક્સરસાઈઝ નથી કરી શકતા અને ફુલી ગયા છે. લૂઝ શર્ટ/ટી શર્ટ પહેરીને તેમણે વજન છુપાવવાનો પ્રયત્ન કર્યો છે.
ઈરફાન ખાન સશક્ત રીતે પોતાની હાજરી નોંધાવે છે અને તેમને વધુ તક આપવી જોઈતી હતી. કોંકણાએ જે રોલ ભજવ્યો છે એ તેના લાયક નહોતો. સની અને તેમના સંબંધને સારી રીતે પરિભાષિત નથી કર્યો. ઈશા કોપ્પિકર અને અન્ય કલાકારોનો અભિનય સરેરાશ છે. ફિલ્મના સંગીત વિશે વાત કરવી બેકાર છે. બૈકગ્રાઉંગ મ્યુઝિક અને સિનેમાટોગ્રાફી સરેરાશ છે. ઈટરવલ પહેલા 'રોંગ' ટ્રેક પર ચાલનારી આ ફિલ્મ ઈંટરવલ પછી 'રાઈટ' ટ્રેક પકડી લે છે. ટાઈમ પાસ કરવો હોય તો જોઈ શકાય છે.