નિર્દેશક વિનય શુક્લાની ફિલ્મ સેક્સમાં સ્ત્રી પુરૂષની બરાબરીની વાત કરે છે. સેક્સને લઈને પુરૂષોના પોતાના વિચાર છે. તેઓ ફક્ત પોતાનો જ અધિકાર સમજે છે. જો સ્ત્રી પહેલ કરે કે સેક્સ સંબંધી પોતાની ઈચ્છાને બતાવે તો તેને ચાલૂ બતાવી દેવામાં આવે છે. સુંદર પત્નીના પતિ મોટાભાગે શક જ કરતા રહે છે.
ફિલ્મોમાં સ્ત્રીને મોટાભાગે આદર્શના રૂપમાં જ રજૂ કરવામાં આવે છે, જ્યારે કે પુરૂષ લંપટ હોઈ શકે છે. તેઓ દગો આપી શકે છે. પરંતુ 'મિર્ચ'ની સ્ત્રીઓ પોતાના પતિને દગો આપે છે અને પકડાઈ જવા છતા બચીને નીકળી જાય છે.
ફિલ્મમાં એક સંવાદ છે કે પુરૂષોની તુલનામાં સ્ત્રી વધુ હોશિયાર રહે છે અને એ જ કારણે પોતાની શારીરિક શક્તિ દ્વારા પુરૂષ તેમને દબાવતા રહે છે. ફિલ્મમાં આ વાતને ગંભીરતાથી નહી પરંતુ મજેદાર રીતે ચાર વાર્તાઓ દ્વારા કહેવામાં આવી છે અને આ ચારેય વાર્તાઓએન એક વધુ વાર્તા સાથે જોડવામાં આવી છે.
P.R
પ્રથમ વાર્તા પંચતંત્રથી પ્રેરિત છે, જેમાં એક મહિલા બીજા પુરુષથી સંબંધ બનાવવા જઈ રહી છે અને ખાટલા નીચે સંતાયેલા પોતાના પતિને જોઈ લેતી. ખૂબ જ ચતુરાઈથી તે પોતાના પતિને નિર્દોષ સાબિત કરે છે.
બીજી વાર્તા ઈટાલિયન ક્લાસિક 'ધ ડેનકેમેરોન'થી પ્રેરિત છે, જેમા એક વૃદ્ધ પોતાના વયમાં ખૂબ જ મોટી સ્ત્રી સાથે લગ્ન કરી લે છે, જેથી દુનિયા સામે પોતાની શક્તિને સાબિત કરી શકે.
તેની પત્ની પણ છેવટે એક માણસ છે અને તેની પણ પોતાની ઈચ્છા છે. તે પોતાના સેવક સાથે સંબંધ બાંધે છે જે તેની આગળ ત્રણ શરત મુકે છે. ઈંટરવલ પહેલા બતાવેલ આ બંને વાર્તાઓ ખૂબ જ શ્રેષ્ઠ છે, પરંતુ ત્યારબાદ આ વાર્તાઓમાં કોઈ દમ નથી.
શ્રેયસને પોતાની સુંદર પત્ની પર શક છે કારણ કે તે ખૂબ જ કામુક છે. શ્રેયસ વેશ બદલીને તેની પરિક્ષા લે છે, જેમા તેની પત્નીનુ દિલ તૂટી જાય છે. આ વાર્તાથી પણ ખરાબ વાર્તા છે બોમન અને કોંકણાવાળી છેવટની વાર્તા. આ વાર્તાને માત્ર ફિલ્મને લાંબી બનાવવા મૂકવામાં આવી છે.
'મિર્ચ'ને 'એ સેલીબ્રેશન ઓફ વૂમેનહુડ' બતાવનારા નિર્દેશક વિનય શુક્લાએ જુદી રીતે જ થીમ પસંદ કરી છે. અને પોતાની વાતને મનોરંજક રીતે મુકવાની કોશિશ કરી છે. જો તેઓ અંતિમ બે વાર્તાઓને પણ પ્રથમ બે વાર્તાઓની જેમ રોચક બનાવતા તો ફિલ્મની વાત જ કંઈક બીજી રહેતી. છતા પણ તેમને આ વાતની દાદ આપવી જોઈએ કે એક ગંભીર મુદ્દાને તેમણે ચતુરાઈ, ચાલાકી અને કોમેડી સાથે રજૂ કરી. તેમના દ્વારા ફિલ્માવેલ સીન વલ્ગર પણ ન લાગ્યા.
P.R
ફિલ્મમા ઘણા જાણીતા કલાકાર છે, જેમણે એક થી વધુ રોલ કર્યા છે. કોંકણા સેન જેવી સશક્ત અભિનેત્રી હોવા છતા રાઈમા સેન બાજી મારી ગઈ છે. કોંકણા થોડી અસહજ જોવા મળી, જ્યારે કે રાઈમાનો અભિનય નૈસર્ગિક લાગે છે.
અરુણોદય સિંહ પણ પોતાની ઓળખ બનાવતા જઈ રહ્યા છે અને અહી મળેલ તકનો તેમણે ફાયદો ઉઠાવ્યો છે. શહાના ગોસ્વામી, રાજપાલ યાદવ અને પ્રેમ ચોપડાએ પણ પોતાના પાત્રોની સાથે ન્યાય કર્યો, જ્યારે કે બોમન ઈરાનીએ વધુ ઓવર એક્ટિંગ કરી છે.
ગીતોની આ ફિલ્મમાં વધુ જરૂર નહોતી, તેમ છતાં 'બદરા'નો ઉપયોગ સારો કરવામાં આવ્યો છે. 'મિર્ચ' અપેક્ષાઓ પર ખરી ઉતરી નથી, પરંતુ એક જુદી થીમને કારણે આને જોઈ શકાય છે.