Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભવ્યતાના ફ્રેમમાં કેદ 'યુવરાજ'

ભવ્યતાના ફ્રેમમાં કેદ 'યુવરાજ'
P.R
નિર્માતા-નિર્દેશક - સુભાષ ઘાઈ
ગીતકાર - ગુલઝાર
સંગીત - એ.આર. રહેમાન
કલાકાર - સલમાન ખાન, કેટરીના કેફ, અનિલ કપૂર, જાયદ ખાન, બોમન ઈરાની, મિથુન ચક્રવર્તી(વિશેષ ભૂમિકા)

સુભાષ ઘાઈના વિચારો અને સિનેમા હવે જૂનવાણી થઈ ચૂક્યા છે. તેમની તાજી ફિલ્મ 'યુવરાજ'થી એક વાર ફરી આ વાત સાબિત થઈ ગઈ છે. પ્રેમ વચ્ચે પૈસાની દિવાલ અને મિલકત હડપવા માટે સગાં-વ્હાલાઓ અને ભાઈઓની ખેંચતાણવાળી એ જ ચવાયેલી વાર્તા તેમણે 'યુવરાજ' માટે પસંદ કરી. નવાઈ એ વાતની છે કે આમ છતાં તેઓ એક સારી ફિલ્મ ન બનાવી શક્યા.

દેવેન યુવરાજ (સલમાન)ને તેના પિતા ઘરેથી કાઢી મુકે છે. કારણ કે તે પોતાના સાવકા ભાઈ સાથે જ્ઞાનેશ(અનિલ કપૂર)સાથે ઝગડો કરતો હતો. જ્ઞાનેશ મંદબુધ્ધિ માણસ છે. તેનો એક બીજો ભાઈ(જાયદ ખાન)પણ છે. જેનું પોતાના ભાઈઓ સાથે બનતું નથી.

અનુષ્કા(કેટરીના) અને દેવેન એક બીજાને પ્રેમ કરે છે, પરંતુ અનુષ્કાના પિતા(બોમન ઈરાની)દેવેનને તેથી પસંદ નથી કરતા કારણ કે તેઓ પાંચ વર્ષમાં પણ એટલા પૈસા ન કમાવી શક્યો જેટલાની તેના ઘરે પેંટિંગ લાગેલી છે.

દેવેનને એક દિવસ જાણ થાય છે કે તેના પિતા મૃત્યુ પામ્યા છે. આ સમાચારે દેવેનને ખુશ કરી દે છે. તે અનુષ્કાના પિતાને કહે છે કે તે 40 દિવસમાં તેમને કરોડપતિ બનીને બતાવશે નહી તો અનુષ્કાને ભૂલી જશે.

webdunia
P.R
જમીન-મિલકતના ચક્કરમાં દેવેન પોતાના ઘરે જાય છે તો તેને જાણ થાય છે કે તેના પિતા પંદર હજાર કરોડ રૂપિયાની સંમત્તિ જ્ઞાનેશના નામે કરી ગયા છે. આ રૂપિયા પર દેવેન, ડેની સિવાય કેટલાક સગાં-વ્હાલાઓની પણ નજર હતી. દેવેન અને ડેની, જ્ઞાનેશને એવુ કંઈક વકીલ સામે કરવાંનું કહે છે જેથી તેમને પણ મિલકતમાં મોટો ભાગ મળે. જ્ઞાનેશને ખુશ કરવાના ચક્કરમાં ત્રણેના દિલ એક થઈ જાય છે.

ફિલ્મની વાર્તા નબળી છે. તેને સુભાષ ઘઈએ અને ત્રણ જણા(સુભાષ ઘઈ,સચિન ભૌમિક અને કમલેશ પાંડે)એ મળીને લખી છે, પરંતુ તેમ છતાં ઢગલો ઉણપો છે.

નાયિકાના પિતાને પડકાર આપી કરોડપતિ બનીને બતાવવાની વાર્તા એ જ જૂની છે. અહીં નાયક એ દિવસે ચેલેંજ આપે છે જે દિવસે તેના પિતા મૃત્યું પામે છે. જેથી તે મિલકતમાં ભાગ મેળવીને કરોડપતિ બની જાય. ફિલ્મના નાયકને નકારાત્મક નથી બતાવવામાં આવ્યો, પરંતુ તેના વિચારો તેને વિલન બનાવે છે.

મિલકત મેળવવા દેવેન અને ડૈની એક હલકો પ્લાન બનાવે છે કે જો જ્ઞાનેશ વકીલની સામે એવુ બોલી દે કે અંતિમ સમયે તેમના પિતાની માનસિક હાલત સારી નહોતી તેઓ તે વસીયતને પડકાર આપી શકે છે. પરંતુ અહીં સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થાય છે કે જ્ઞાનેશ જેને મંદ બુધ્ધિ બતાવવામાં આવ્યો છે શુ એની વાત કોર્ટ માનશે ખરી ? એ પણ પંદર હજાર કરોડની મોટી રકમને માટે હોય તો. પોતાના આ પ્લાનને સફળ બનાવવાની પણ તેઓ વધુ કોશિશ નથી કરતા. જ્યારે જ્ઞાનેશ આવું નથી કરતો તો તેઓ બીજી યોજના પણ બનાવી શકતા હતા.

અનિલ કપૂરનુ પાત્ર પણ સમજાતું નથી એક તેમનામાં પાંચ વર્ષના બાળકનું મગજ છે કે પંદર વર્ષના બાળકનું. ફક્તવાળોમાં તેલ લગાવીને કાંસકો કરવાથી અને પેંટ ઉંચી પહેરવાથી કોઈ મંદબુધ્ધિ નહી બની જતો. તેમની હરકતો સમજદારો જેવી છે. ફિલ્મનો અંત પણ સારો નથી.

સુભાષ ઘાઈનું બધુ ધ્યાન ફેમને સુંદર બનાવવામાં રહ્યુ. તેમના ચરિત્રો સુંદર લાગ્યા અને પુષ્ઠભૂમિમાં ભવ્યતા જોવા મળી, એમા જ તેમને બધી ઉર્જા લગાવી દીધી. મધ્યાંતર અને મધ્યાંતરના એક કલાક પછી સુધી ફિલ્મ બોર કરે છે. એવુ લાગે છે કે કાગળ પર છાપેલું કોઈ સુંદર ચિત્ર જોઈ રહ્યા છીએ, જે જોવામાં તો સુંદર છે પણ તેને અનુભવી નથી શકાતુ. ફિલ્મના છેલ્લા ભાગમાં જ્યારે અનિલ કપૂરના ચરિત્રને ઉઠાવવામાં આવે છે તો ફિલ્મમાં થોડી ઘણો જીવ આવે છે.

webdunia
P.R
સલમાન ખાનનો અભિનય એક જેવો નથી. ક્યાંક સારો તો ક્યાંક ખરાબ. કેટરીના ખૂબ જ સુંદર લાગી. જાયેદ ખાન, બોમન ઈરાની, અને અનિલ કપૂરે પોત-પોતાના પાત્રો સારી રીતે ભજવ્યા છે. વિશેષ ભૂમિકામાં મિથુન પણ જોવા મળ્યા.

એ.આર. રહેમાનનું સંગીત ફિલ્મ જોતી વખતે વધુ સારું લાગે છે. ગીતોની ભવ્યતાની સાથી ફિલ્માવ્યા છે. કબીર લાલની ફોટોગ્રાફી ઉલ્લેખનીય છે દરેક ફ્રેમ સુંદર લાગે છે. ફિલ્મને સંપાદિત કરવાની જરૂર છે.

ટૂંકમાં ફિલ્મ માત્ર વાર્તાને કારણે થોડી નબળી પડી છે, બાકી ફિલ્મ એક વાર જોવા જેવી છે.

Share this Story:

Follow Webdunia gujarati