બિલ્લૂ : બાર્બર અને સુપરસ્ટારની મૈત્રી
નિર્માતા : ગૌરી ખાન નિર્દેશક : પ્રિયદર્શન ગીતકાર : ગુલઝાર, આશીષ પંડિત, સઈદ કાદરી, નીરજ શ્રીધરસંગીત : પ્રીતમ ચક્રવર્તી કલાકાર : શાહરૂખ ખાન, ઈરફાન ખાન, લારા દત્તા, ઓમપુરી,અસરાની, રાજપાલ યાદવ, મનોજ જોશી, વિશેષ ભૂમિકામાં - દીપિકા પાદુકોણ, કરીના કપૂર અને પ્રિયંકા ચોપડા. પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે પ્રેમ છે જેને તેઓ ક્યારેક પોતાની ફિલ્મોમાં ગામ બતાવીને દર્શાવે છે. 'બિલ્લૂ'માં તેમણે બુદબુદા ગામમાં રહેનારા લોકોને બતાવ્યા છે, જે ઉત્તરપ્રદેશમાં ક્યાંક આવેલુ છે. પ્રિયદર્શનની ફિલ્મોમાં આ વાતની ગેરંટી હોય છે કે તેમની ફિલ્મો બોર નથી કરતી, ભલે પછી તેઓ ફોર્મમાં ન હોય. બિલ્લૂ પ્રિયદર્શનની કોઈ મોટી ફિલ્મ નથી પરંતુ એ ત્રણ કલાક દર્શકોને બાંધી રાખે છે.
બિલ્લૂ(ઈરફાન ખાન) એક હજામ છે, જેની દુકાન નથી ચાલતી. તેના બાળકો સહિત આખુ ગામ તેની મજાક ઉડાવે છે. એક દિવસ તેના ગામમાં સુપર સ્ટાર સાહિર ખાન(શાહરૂખ ખાન) શૂટિંગ માટે આવે છે. તેને જોવા આખુ ગામ ઉમટી પડે છે. આખા ગામમાં એ સમાચાર ફેલાય જાય છે કે સાહિર બિલ્લૂનો પાકો દોસ્ત છે. બિલ્લૂના બાળકો અને પત્ની બિદિયા (લારા દત્તા)તેની સામે જીદ કરે છે કે બિલ્લૂ તેમની મુલાકાત સાહિર સાથે કરાવે. ગામના લોકો બિલ્લૂ પર મહેરબાની કરવા માંડે છે, એ આશાથી કે બિલ્લૂ સાહિરને લઈને તેમના ઘરે કે તેમની શાળામાં આવે. બિલ્લૂ ખૂબ જ સંકોચી છે. તેને આશા નથી કે સાહિર હવે તેને ઓળખતો હશે અને એ બધાને ટાળતો રહે છે. છેવટે એક દિવસ બધાની ધીરજ ખૂટી પડે છે અને બિલ્લૂને દગો આપવાના આરોપસર જેલ જવુ પડે છે. શૂટિંગના છેલ્લા દિવસે સાહિર એક ભાષણમાં જણાવે છે કે તેઓ પોતાના મિત્ર બિલ્લુને શોધી રહ્યા છે, જેણે બાળપણમાં તેની ખૂબ જ મદદ કરી હતી. ફિલ્મની અંતિમ રીલમાં તેમની મુલાકાત થાય છે. કૃષ્ણ અને સુદામાથી પ્રેરિત આ સાધારણ વાર્તામાં વધુ ઉતાર ચઢાવ નથી. વાર્તા ધીરે ધીરે આગળ વધે છે. કારણકે આખી ફિલ્મમાં બિલ્લૂ ગૂંચવણમાં રહે છે કે એ સાહિરને મળે કે ન મળે. અડધાં-અધૂરા પ્રત્યતો પણ કરે છે. દર્શકો સાહિર અને બિલ્લૂની મૈત્રી વિશે જાણવા માંગે છે અને તેને છેલ્લી ઘડીએ બતાવવામાં આવે છે. શરૂઆતથી છેવટના દ્રશ્યોને નાના-નાના મનોરંજક દ્શ્યોથી ભરવામાં આવ્યુ છે. શાહરૂખ ખાનનો ઉપયોગ પ્રિયને ચતુરાઈથી કર્યો છે. તેમની સંક્ષિપ્ત ભૂમિકાને એ રીતે રજૂ કરી છે કે ફ્રેમમાં ન હોવા છતાં તેઓ ઉપસ્થિત રહ્યા છે. લોકોની વાતચીતમાં, દીવાલો પર, પોસ્ટર્સના રૂપમાં કે પછી બાળકોની હેયર સ્ટાઈલના રૂપમાં. ફિલ્મનુ ક્લાઈમેક્સ સારુ છે જ્યારે બિલ્લુ અને સાહિરની મુલાકાત થાય છે. બિલ્લૂની હાલત ખરાબ હોવા છતા સાહિર તેની મદદ નથી કરતો. કારણ કે એ વિચારે છે કે આનાથી તેનુ આત્મસન્માન ઘવાશે. આ દ્રશ્ય પહેલા શાહરૂખે પોતાની અને બિલ્લૂની મૈત્રી વિશે જે ભાષણ આપ્યુ છે એ ખૂબ જ સરસ છે. ઈરફાન ખાન શાનદાર અભિનેતા છે, એક સીધા સાદો, દિલનો સાચ્યો અને સંકોચી માણસ જેને પોતાના બાળકો પણ વઢે છે નો અભિનય તેમણે ખૂબ જ સારી રીતે ભજવ્યો છે. લારાએ ઈરફાનનો સહકાર સારો આપ્યો છે પરંતુ તેમનો મેકઅપ તેમની ગરીબી નથી બતાવતો. સુપર સ્ટારના રૂપમાં શાહરૂખને પોતાની જાતને રજૂ કરવાનો હતો જે તેમના ડાબા હાથની રમત હતી. સલમાન ખાન સાથે તેમનો ઝગડો અને અક્ષય કુમાર સાથેની હરીફાઈને તેમણે એક દ્રશ્યમાં બતાવી છે. તેમણે ચોખવટ કરતા કહ્યુ છે કે ફિલ્મ ઈંડસ્ટ્રીમાં નાની-મોટી વાતો તો થતી જ રહે છે.
ફિલ્મમાં જે ગ્લેમરવાળો ભાગ ગાયબ હતો તેની કમીને શાહરૂખે, કરીના કપૂર, દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપડાની સાથે ફિલ્માવીને પૂરૂ કરી છે. ત્રણેય હીરોઈનોમાંથી દીપિકા પોતાના હોટ લુકને કારણે બાજી મારી જાય છે. ઓમપુરી, અસરાની, રાજપાલ યાદવે પ્રિયદર્શનની સાથે પોતાના સંબંધોને કારણે ફિલ્મ કરી છે. કારણ કે ફિલ્મમાં તેમને વધુ ફૂટેજ નથી મળ્યુ.
પ્રીતમનુ સંગીત ઠીક ઠાક છે અને એક બે ગીત સાંભળવા જેવા છે. મનીષા કોર્ડના સંવાદ પસંદગીના છે. બોડી ગાર્ડસથી ઘેરાયેલા શાહરૂખ એક દ્રશ્યમાં કહે છે કે તેઓ એક એવા સુપર સ્ટાર છે જે સ્ત્રીઓને બદલે પુરૂષોથી ઘેરાયેલા રહે છે.
બધુ મળીને 'બિલ્લૂ' એક સાફ સુથરી અને મનોરંજક ફિલ્મ છે.