Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફિલ્મ સમીક્ષા : દિલ લૂટી લેશે 'લૂંટેરે'

ફિલ્મ સમીક્ષા : દિલ લૂટી લેશે 'લૂંટેરે'
IFM


આ ઉતાવળમાં કહેવામાં આવેલ સ્ટોરી નથી. તેથી આ ફિલ્મ ઉતાવળિયા લોકો માટે નથી. એક શબ્દ 'લુંટેરા' મતલબ ખૂબસૂરત. પણ અહી એક પ્લસ પોઈંટ એ છે કે ફિલ્મને પસંદ કરવા માટે તમારે કલાપ્રેમી હોવુ જરૂરી નથી. થિયેટરમાં અંધારુ થતા જ 'લુટેરા' ખૂબ જ સહેલાઈથી તમારી અંદર સમાય ઝશે. સૌથી જાદુની વાત તો એ છે કે ફિલ્મમા કોઈ પણ દર્શકોને ખુશ કરવાની પ્રત્યક્ષ કોશિશ નથી કરતુ. છતા પણ ફિલ્મ લોકોના દિલમાં ઉતરી જાય છે. જેમ કોઈ પેટિંગ ખામીયો વગર પૂરી નથી થઈ શકતી તેમ આમા પણ કેટલીક કમી છે.

webdunia
P.R


શુ છે સ્ટોરી ?

પશ્ચિમ બંગાળનુ એક સ્થાન મનીકપુરથી 1953માં આ સ્ટોરી શરૂ થાય છે. શ્રીમંત જમીનદારની પુત્રી પાખી (સોનાક્ષી સિન્હા) પોતાના પિતા સૌમિત્ર રાય ચૌદરી (વરુણ ચંદા)ની લાડકવાયી છે. સૌમિત્ર રાય જમીનદારી પ્રથાને ખતમ કરવાના સરકારી નિયમોથી અજ્ઞાન છે, જ્યારે કે સરકારની તેમની બાપદાદાની સંપત્તિ અને કલાકૃતિયો પર નજર છે. આ બધાની વચ્ચે બે આક્રીલોજિસ્ટસ વરુણ શ્રીવાસ્તવ (રણવીર સિંહ) અને દેવદાસ (વિક્રાંત મસે) પોતાના એક પ્રોજેક્ટ માટે સૌમિત્રના મંદિરની પાસે ખોદકામ કરવાની મંજૂરી ઈચ્છે છે. તેમને મંજૂરી મળી જાય છે અને આ સાથે જ પાખી અને વરુણનો રોમાંસ શરૂ થાય છે. પેટિંગ ક્લાસનુ બહાનુ, કાર ચલાવવી અને લોંગ ડ્રાઈવ પર નીકળી જવુ આ બધુ હિન્દી ફિલ્મમાં નવુ નથી. છતા પણ આને ખૂબ જ તાજગીપૂર્વક રજૂ કરવામાં આવ્યુ છે. આ પીરિયડ ડ્રામા ધીરેથી શરૂ થાય છે. આની ગતિ ધીમી હોવા છતા તમે કોઈ ફરિયાદ નહી કરો. આની આગળ શુ થાય છે તે અમે બતાવીશુ તો તમારી ફિલ્મ જોવાની મજા બગડી જશે.

ફિલ્મ ઘણી રીતે તમને મંત્રમુગ્ધ કરે છે. સુંદર આર્ટ ડાયરેક્શન, નિર્દોષ સંવાદ, સંમોહિત કરનારું સંગીત અને પરફેક્ટ કોસ્ટ્યૂમથી મોટવાનીએ આ જંગ જીતી લીધી છે. આપણે કલાકારના અભિનયને પણ નજર અંદાજ નથી કરી શકતા. જેમણા પરફેક્ટ અભિનયથી આ ફિલ્મમાં વધુ ચમક આવી છે. રણવીર સિંહ શરમાળ અને ઓછુ બોલનારાના પાત્રમાં વિશ્વસનીય લાગ્યા અને તેઓ ખૂબ જ સહેલાઈથી વરુણ શ્રીવાસ્તવના પાત્રમાં ભળી ગયા છે. તેઓ આપણને વિચારવા માટે મજબૂર કરી દે છે કે તેઓ પોતાની પ્રેમિકા માટે એકદમ યોગ્ય વ્યક્તિ છે. તેમણે પોતાની પ્રથમ ફિલ્મ બેંડ બાજા બારાત દ્વારા આપણને પ્રભાવિત કર્યા હતા. પણ એવુ ખબર નહોતી કે તેઓ આ પ્રકારનું પાત્ર પણ આટલી વિશ્વસનીયતાથી ભજવી શકશે.

webdunia
P.R


સોનાક્ષી અત્યાર સુધી 100 કરોડની ફિલ્મોમાં શોપીસ બનીને જ આવી છે, પણ આ વખતે તેણે કંઈક જુદુ કરી બતાવ્યુ છે. પાખીના પાત્રમાં તેણે માસૂમિયત, બચપના અને મિલનસારીના જુદા જુદા રંગોને ખૂબ જ સુંદરતાથી ભજવ્યા છે. તે સુંદર લાગે છે અને તેણે ફિલ્મના કોઈપણ પાત્રને ખુદ પર હાવી નથી થવા દીધુ.

ફિલ્મની સપોર્ટિંગ કાસ્ટ પણ લાજવાબ છે. લાડ પ્રેમ કરનારા પિતાના પાત્રમાં વરુણ ચંદા છે. તેમની કદ કાઠી અને આત્મવિશ્વાસ તેમના જમીનદારન રોલમાં રોબ જમાવે છે. રણવીર સિંહના મિત્રના પાત્રમાં વિક્રાંત મસી મનોરંજક છે. ચાચાજીના પાત્રમાં આરિફ જકારિયાની પાસે વધુ કશુ કરવાનુ નહોતુ છતા પણ તેનુ કામ સારુ છે. ઈંસ્પેક્ટરના પાત્રમાં આદિલ હુસેન ઠીક છે. દિવ્યા દતાતને વધુ તક મળી નથી, પણ જેટલી તક મળી તેમણે નિરાશ નથી કર્યુ. જો કે આ પ્રકારના રોલ કરાવીને તેમની ક્ષમતાને બરબાદ ન કરવી જોઈએ.

'લુંટેરા'થી બેશક સિનેમાને નવી પ્રતિભા મળશે, પણ કેટલીક ઉણપો આ ફિલ્મમાં પણ છે. આ ફિલ્મમાં બતાવાયુ છે કે પહેલાના સમયની સુંદરતા સારી લાગતી હતી, પણ ફિલ્મના બીજા ભાગમાં આ બધુ એકદમ મંદ ગતિએ પહોંચી જાય છે. અહી સુધી કે રેડિયો પર વાગતુ ફિલ્મ બાજીનું ગીત પણ તેની ગતિ નથી વધારી શકતુ. ઓ હેનરીની સ્ટોરી ધ લાસ્ટ લીફને સેકંડ હાફમાં સુંદરતાથી બતાવાઈ છે. પણ આટલા ફેરફારો પછી આપણને લાગે છે કે સ્ટોરી હજુ વધુ ઓરિજીનલ બની શકતી હતી.

'લુંટેરા' એક શાનદાર ફિલ્મ છે, જેમાં સિનેમાની ઝીણવટો જોવા મળે છે. શાનદાર પરફોર્મેંસ તેને વધુ જોવા લાયક બનાવે છે. તમે આ ફિલ્મ જરૂર જુઓ.


Share this Story:

વેબદુનિયા પર વાંચો

સમાચાર જગત જ્યોતિષશાસ્ત્ર જોક્સ મનોરંજન લાઈફ સ્ટાઈલ ધર્મ

Follow Webdunia gujarati