Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફિલ્મ સમીક્ષા 'જય હો' : તમને કેવી લાગી ફિલ્મ જય હો

ફિલ્મ સમીક્ષા 'જય હો' : તમને કેવી લાગી ફિલ્મ જય હો
P.R
બેનર : ઈરોજ ઈંટરનેશનલ, સોહેલ ખાન પ્રોડક્શંસ
નિર્માતા : સુનીલ એ લુલ્લા, સોહેલ ખાન
નિર્દેશક : સોહેલ ખાન
સંગીત : સાજિદ-વાજિદ, અમાલ મલિક
કલાકાર : સલમાન ખાન, ડેજી શાહ, તબ્બૂ, ડૈની, ડૈંજોપ્પા, નાદિરા બબ્બર, સુનીલ શેટ્ટી, અશ્મિત પટેલ, સના ખાન, મહેમાંજરેકર, સમીર ખખ્ખર, સંતોષ શુક્લા, મોહનીશ બહલ, જેનેલિયા દેશમુખ, બ્રૂના અબ્દુલ્લા.

સેંસર સર્ટિફિકેટ : યૂએ 2 ઘંટે 24 મિનિટ 57 સેકંડ
રેટિંગ 2.5/5

આમ આદમી સોતા હુઆ શેર હૈ, ઉંગલી મત કરના, જાગ જાયેગા તો ચીર ફાડ કર દેગા' - આ સંવાદ બોલતા સલમાન ખાન આમ આદમીની તાકત અને તેનુ મહત્વ બતાવી રહ્યા છે. આમ પણ આજકાલ દરેક આમ આદમી ખાસ બની ગયો છે. નેતાથી લઈને અભિનેતા પણ તેને મહત્વ આપી રહ્યા છે.

સલમાનની ફિલ્મ 'જય હો' માં બતાવાયુ છે કે દેશ સેવા કરવા માટે જરૂરી નથી કે તમે સેનામાં ભરતી થાવ કે નેતા બની જાવ. તે વગર પણ તમે દેશ માટે કામ કરી શકો છો. આ સાથે જ એક બીજી સારી વાત ફિલ્મમાં એ બતાવાઈ છે કે જ્યારે તમને કોઈ મદદ કરે તો તેને 'ધન્યવાદ' આપવાને બદલે પ્રોમિસ કરો કે આપ પણ ત્રણ લોકોની મદદ કરશો. આ રીતે એક સારી ચેન શરૂ થશે અને દુનિયા સુંદર બનતી જશે.

webdunia
P.R
ફિલ્મ જય હો 2006માં તેલુગુમાં રિલીઝ થયેલી ફિલ્મ સ્ટાલિનની રિમેક છે. પણ જય હોમાં સામાન્ય ફેરફાર કરવામાં આવ્યા છે. જેથી સલમાનનાં અંદાજને દર્શાવી શકાય. સ્ટોરી દેશભક્ત આર્મી ઑફિસર જય અગ્નિહોત્રી છે, જેને કેટલાક કારણોને લઇને નોકરી છોડવી પડે છે. અને તે મિકેનીકનું કામ શરૂ કરે છે. તબ્બૂ સલમાનની બહેન છે. અને ડેઇઝી શાહ સલમાનની પ્રેમિકા. ડેની વિલનની ભૂમિકામાં છે. જે ભ્રષ્ટ રાજનેતા છે. ડેની જય અગ્નિહોત્રીને અનેક મુશ્કેલીઓમાં મુકે છે. અને જયની લડાઇ સમગ્ર સમાજની લડાઇ બને છે. અને આંદોલનનું સ્વરૂપ ધારણ કરે છે.

સલમાનનું ફિલ્મમાં હોવુ એ જ કોઇ પણ ફિલ્મ માટે સૌથી મોટી વાત છે. ફિલ્મમાં સલમાનનાં એકશન સાથે ડાયલોગ પણ છવાયા છે. ઘણા લાંબા સમય બાદ સલમાનનો આ અંદાજ જોવા મળશે, ફિલ્મમાં સના ખાન, સુનિલ શેટ્ટી, અશ્મિત પટેલ સહિતનાં કલાકારો દેખાય છે.

ફિલ્મનું સંગીત ધૂમ મચાવી રહ્યુ છે. પણ સવાલ એ છે કે ફિલ્મ કેટલી કમાણી કરશે. સલમાનની ફિલ્મ પાસેથી 100 કરોડની અપેક્ષા તો હોય છે. પણ તેની સામે શાહરૂખની ચેન્નઇ એક્સપ્રેસ, ક્રિશ્ર - 3, આમિરની ધૂમ -3 નાં રેકોર્ડ છે.

Share this Story:

Follow Webdunia gujarati