Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફિલ્મ સમીક્ષા : કાય પો છે (Kai po che)

ફિલ્મ સમીક્ષા : કાય પો છે (Kai po che)
P.R
બેનર : યૂટીવી સ્પોટ બોય
નિર્માતા : રોની સ્ક્રૂવાલા, સિદ્ધાર્થ રોય કપૂર
નિર્દેશક : અભિષેક કપૂર
સંગીત : અમિત ત્રિવેદી
કલાકાર : સુશાંત સિંહ રાજપૂત, અમિત સાઘ, રાજકુમાર યાદવ, અમૃતા પુરી

સેંસર સર્ટિફિકેટ : યૂ *2 કલાક 6 મિનિટ
રેટિંગ 4/5

મેલ બોડિંગ પર છેલ્લા કેટલાક વર્ષોથી બોલીવુડની મોટાભાગની ફિલ્મો જેવી કે રંગ દે બંસતી, થ્રી ઈડિયટ્સ, જીંદગી ના મિલેગી દોબારા, બોક્સ ઓફિસ પર સફળ રહી છે. 'કાય પો છે'ના નિર્દેશક અભિષેક કપૂરની છેલ્લી ફિલ્મ 'રોક ઓન' પણ મેલ બાંડિંગ પર આધારિત હતી અને નવી પણ હતી.

રોક ઓનમાં બેંડ બનાવવાને લઈને મિત્રોનો પરસ્પર સંઘર્ષને બતાડવામાં આવ્યો હતો, જ્યારે કે કાય પો છે મા ગુજરાતની પુષ્ઠભૂમિમાં મિત્રોની સ્ટોરી કહેવામાં આવી છે. એક અભિનેતાના રૂપમાં નિષ્ફળ રહ્યા પછી અભિષેક કપૂર ઉર્ફ ગટ્ટૂએ કેમેરાની પાછળ જવાનો નિર્ણય લીધો અને રોક ઓન જેવી ફિલ્મ બનાવીને બધાને ચોંકાવી દીધા. 'કાય પો છે' જોયા પછી કહી શકાય છે કે તેનો આ નિર્ણય એકદમ યોગ્ય છે.

એક નિર્દેશકના રૂપમાં તેમણે માત્ર એક સારી સ્ટોરી જ નથી પસંદ કરી પણ તેને પ્રશંસનીય રૂપે પડદાં પર રજૂ પણ કરી છે. ફિલ્મમાં એવી ઘણી ઘટનાઓ છે જ્યા નિર્દેશક લાઉડ થઈ શકતો હતો, ડૃઅમા ક્રિએટ કરી શકતો હતો, પણ અભિષેકે સ્ટોરીને વિશ્વસનીય જ રહેવા દીધી અને ફિલ્મના નામે કોઈ લિબર્ટી ન લીધી.

webdunia
P.R
સ્ટોરી વર્ષ 2000ની છે. ઈશાન (સુશાંત રાજપૂર), ગોવિંદ (રાજકુમાર યાદવ) અને ઓમી (અમિત સાઘ)નો અભ્યાસ પુરો થઈ ચુક્યો છે. તેઓ સામાન્ય વિદ્યાર્થીઓ રહ્યા છે અને તેમના માતા પિતાનો કોઈ બિઝનેસ પણ નથી. તેઓ ખાલી બેસીને ક્રિકેટ મેચ જોયા કરે છે. જ્યારે મા-બાપનું દબાણ વધે છે તો એક મંદિરની પાસે રમતનો સામાન વેચવાની દુકાન અને ક્રિકેટ ટ્રેનિંગ સેંટર ખોલે છે. ઓમીના મામા આ બાબતે ત્રણેયની મદદ કરે છે, જે પોતે એક રાજનીતિક પાર્ટી સાથે જોડાયેલા છે.

ગોવિંદનો નજરિયો વ્યવસાયિક છે. તે બાળકોનું ટ્યૂશન પણ ચલાવે છે અને દુકાન પણ સાચવે છે. દરેક કામ હિસાબ-કિતાબ લગાવીને કરે છે. ઈશાન માટે ક્રિકેટ જ ધર્મ છે અને હંમેશા દિલથી નિર્ણય લે છે. ઓમી થોડો ઈમોશનલ છે અને તે આ બંનેની સાથે છે કારણ કે તે બંનેને પસંદ કરે છે.

ઈશાનની નજર અલી નામના એક છોકરા પર પડે છે, જે ખૂબ જ સારી બેટિંગ કરે છે. ઈશાન તેની પ્રતિભાને નિખારવાની જવાબદારી ઉઠાવે છે. ગુજરાતમાં આવેલ ભૂકંપ, ગોધરા કાંડ અને ત્યારબાદની સ્થિતિથી તેમના સમીકરણ કેવી રીતે બદલાય છે, એ આ ફિલ્મનો સાર છે.

ક્રિકેટ, ધર્મ અને રાજનીતિની આસપાસ ભારતીય સમાજ ફરતો રહે છે અને આ બધુ 'કાય પો છે'ની સ્ટોરીમાં જોવા મળે છે. ફિલ્મ જોઈને લાગે છે કે ક્રિકેટ અને સિનેમા જ ભારતીયોને એક કરે છે, જ્યારે કે રાજનીતિ અને ધર્મ લોકોને ધર્મમા વહેંચી નાખે છે.

ફિલ્મમાં ઘણી બધી વાતો છે, તેમ છતા ક્યાય પણ સંતુલન બગડતુ નથી. ઘણા ટ્રેક સાથે ચાલે છે. ગોવિંદ-ઈશાન-ઓમીની મિત્રતા, ગોંવિદની લવ સ્ટોરી, ઈશાનની ક્રિકેટ પ્રત્યે દિવાનગી, ઓમીનું રાજનીતિક દળ સાથે જોડાવવુ, ધર્મના નામે રાજનીતિ, આ બધી વાતોને ફિલ્મમાં ખૂબ જ શાનદાર રીતે ગૂંથવામાં આવી છે. ક્યાય પણ કોઈ ફાલતૂ સીન જોવા નથી મળતો. ફિલ્મમાં ઢગલો એવા દ્રશ્યો છે જે શ્રેષ્ઠ કહી શકાય છે.

નિર્દેશક અભિષેક કપૂર નાની-નાની ગેપને કેવી રીતે ભરવી તે જાણે છે. ઘણા દ્રશ્યોમાં તે સંવાદ વગર પણ ઘણી વાતો કહી જાય છે. ઉદાહરણ તરીકે ઓમી-ઈશાન-ગોવિંદ જ્યારે અલીના ઘરે જાય છે તો ત્યા ઓમી શરબત પીવાની ના પાડી દે છે. ફિલ્મની શરૂઆતમાં નિર્દેશકે આ નાનકડા દશ્યથી ઓમીની માનસિકતાનો પરિચય કરાવ્યો છે અને પછી આપણને ઓમીનું સાંપ્રદાયિક રૂપ જોવા મળે છે. ભારત-ઓસ્ટ્રેલિયાની ઐતિહાસિક કલકત્તા ટેસ્ટ (જેમા વીવીએસ લક્ષ્મણ અને હરભજન સિંહે ઐતિહાસિક પ્રદર્શન કર્યુ હતુ)નો પુષ્ઠભૂમિમાં સારો ઉપયોગ કરવામાં આવ્યો છે.

webdunia
P.R
આ અભિષેક કપૂરનુ સાહસ કહેવુ જોઈએ કે તેણે ઘણા સ્ટાર કાસ્ટ લેવાની હિમંત કરી છે અને કલાકારો પાસેથી શ્રેષ્ઠ અભિનય કરાવ્યો છે. સુશાંત રાજપૂતે પોતાના કેરેક્ટરને ગઝબની ઉર્જા આપી છે. તેના જેવા ઘણા ક્રિકેટ પ્રેમી આપણી આસપાસ મળી જશે.

રાજકુમાર યાદવે પોતાના કેરેક્ટરને દાંતો વડે પકડી રાખ્યુ છે. તેની બોડી લેગ્વેજ બતાવે છે કે તે કેવા ટાઈપનો માણસ છે. અમિત સાઘને સંવાદ ઓછા મળ્યા કારણ કે તેના ચહેરાના એક્સપ્રેશનનો નિર્દેશકે ખૂબ જ સારી રીતે ઉપયોગ કર્યો છે. વિદ્યાના રૂપમા અમૃતા પુરીએ પણ શાનદાર અભિનય કર્યો છે.

અનય ગોસ્વામીની સિનેમાટોગ્રાફી ઉલ્લેખનીય છે. રંગ સંયોજનની સાથે તેણે કલાકારોની ક્ષમતાના મુજબ તેના ચેહરાના ભાવને સારી રીતે પકડ્યા છે. અમિત ત્રિવેદીનુ સંગીત ફિલ્મની થીમ મુજબ છે અને ગીત ફિલ્મમાં કોઈપ્રકારનો અવરોધ ઉભો નથી કરતો.

ચેતન ભગતનો ઉપન્યાસ 'થ્રી મિસ્ટેક્સ ઓફ માય લાઈફ' પર આધારિત 'કાય પો છે'ને મિસ કરવી એક મિસ્ટેક કહેવાશે.

Share this Story:

Follow Webdunia gujarati