એક મધ્યમવર્ગીય મરાઠી યુવતી પોતાની કલ્પનાઓમાં તામિલ યુવકના પ્રેમમાં પડે છે જ્યારે તેના પિતા તેના માટે શોધી રહ્યા હોય છે એક આદર્શ વર.
P.R
દેશપાંડે પરિવાર પોતાની ડ્રામેબાજ દીકરી મિનાક્ષી (રાની મુખર્જી) માટે યોગ્ય મરાઠી યુવક શોધી રહ્યા છે...પણ આ ડ્રામેબાજ મિનાક્ષી જરા પણ ટીવી સીરિયલની બહુ જેવી નથી. મિનાક્ષીને પોતાના જીવનમાં ઘણી બધી ફિલ્મોમાં જોવા મળતો મસાલો એકસાથે જોઈએ છે. તે ગોરા કરતા કાળા એટલે કે સાઉથ ઈન્ડિયન સાથે પરણવા માંગે છે. તે સમયે એન્ટ્રિ થાય છે તામિલ બોય સૂર્યા (પૃથ્વીરાજ)ની. તેની બોડી, સેન્સ્યુઆલિટી અને સુગંધથી આકર્ષાઈની મિનાક્ષી તેના પ્રેમમાં પડી જાય છે અને તેના જ 'ડ્રિમમ' જોવા લાગી જાય છે. સૂર્યાને આકર્ષવા માટે તામિલ ફિક્શન બુક્સ વાંચવા લાગે છે. ઐય્યો દેવામાંથી ઐય્યો બોલવા લાગે છે. આ દરમિયાન તે અન્ય એક યોગ્ય મરાઠી યુવક માધવ (સુબોધ ભાવે)ને પણ મળે છે, જે પણ ફિલ્મી રોમાન્સમાં માને છે પણ અમોલ પાલેકર અને દિપ્તી નવલ ટાઈપના રોમાન્સમાં.
આખી ફિલ્મમાં રાની મુખર્જી એકદમ અદ્દભુત છે. મિનાક્ષીના પાત્રમાં તે એકદમ ઓગળી ગઈ છે. તે સુંદર લાગે છે (ખાસ કરીને તેના ડ્રિમસિકવન્સ આઈટમ સોન્ગ્સમાં) અને અભિનય પણ ખુબ સરસ કર્યો છે. ક્ષણવારમાં તે સામાન્ય મરાઠી યુવતીમાંથી સેક્સી સાયરન બની જાય છે. તેનો કોમિક ટાઈમિંગ પણ આશ્ચર્યજનક રીતે બેન્ગ ઓન છે. સૌથી વધુ ધ્યાન ખેંચનારો છે રાની બેલી ડાન્સ.
P.R
પૃથ્વીરાજ ઉત્તેજક છે. તેના અમેઝિંગ બોડી અને લૂકમાં લલચાવનારો ટેમ્પટિંગ સાઉથ ઈન્ડિયન મસાલાનો સ્વાદ છે. આ મેલોડ્રામામાં સપોર્ટિંગ કાસ્ટ પણ જોરદાર છે. એક હિરોઈનની માતા જેવી જ ઓવર ધ ટોપ આઈ (નિર્મિતી સાવંત), ચેઈન-સ્મોકર બાબા (સતિષ આલેકર), તરંગી આજી, જે મિનાક્ષી માટે બચાવીને રાખેલા સોનાના દાંતનું ચોકઠું પહેરીને જ ઘરમાં આખો દિવસ વ્હિલચેરમાં ફરતી રહે છે અને નાનો ભાઈ નાના (અમેયા વાઘ), જેને લાગે છે કે મનુષ્યો કરતા રસ્તે રઘડતા કૂતરા વધુ સારા છે અને તેની ગર્લફ્રેન્ડ મૈના (અનિતા દાતે) જે તેની ગેન્ગની ગાગાબાઈ (લેડી ગાગાથી પ્રેરાઈને) છે. મૈના જ્હોન અબ્રાહમ પાછળ પાગલ છે.
સચિન કુંડાલકરે ફિલ્મની શરૂઆત સારી રીતે કરી છે પણ આગળ જતા મરાઠી મધ્યમ વર્ગીય પરિવાર અને સાઉથ ઈન્ડિયન મસાલા ઢોંસા વચ્ચેનો મેળ થોડો ગબડી જાય છે. અમુક રમૂજી ક્ષણો, ઉત્તેજક સોન્ગ સિક્વન્સિસ પછી વાર્તા કોઈ પોઈન્ટ વગર જ ખેંચાતી જાય છે અને તેની મજા મરી જતી લાગે છે.
આટલા અદ્દભુત કલાકારો હોવા છતાં, ફિલ્મ એક સમય પછી કંટાળાજનક બની જાય છે.