Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફિલ્મ સમીક્ષા : અનોખી અને બીવડાવનારી છે ફિલ્મ 'એક થી ડાયન'

ફિલ્મ સમીક્ષા : અનોખી અને બીવડાવનારી છે ફિલ્મ 'એક થી ડાયન'
P.R

શુ આત્મા અને ભૂત હોય છે ? શુ કાળો જાદૂ જેવી કોઈ વસ્તુ છે ? શુ આ એક માત્ર કલ્પના છે કે સાચે જ આની અસર હોય છે ? છેલ્લા કેટલાક મહિનાઓમાં 'રાજ 3', 'તલાશ' અને 'આત્મા'જેવી ફિલ્મ દર્શકોને આત્માઓ અને કાળા જાદૂની દુનિયામાં લઈ જઈ ચુકી છે. 'એક થી ડાયન' પન આ જ પ્રકારની ફિલ્મ છે. પન આ કદાચ પહેલી ફિલ્મ છે જે ટોણા તોટકાને આટલી વિશ્વસનીયતાથી રજૂ કરે છે. સાથે જ આ પડદા પરની અત્યાર સુધીની સૌથી વધુ બીવડાવનારી ફિલ્મ છે.

આપણા દેશમાં અંધવિશ્વાસની જડ ખૂબ જ મજબૂત છે. આપણે ડાકણ અને ચુડેલની ઘણી વાર્તાઓ સાંભળી છે. ડાયન સુંદર હોય છે, તેના પગ ઉંઘા હોય છે અને તેની તાકત તેના વાળમાં હોય છે. આવા ન જાણે કેટલી માન્યતા છે. જે દર્શકોને આ વાર્તા પર વિશ્વાસ અપાવે છે. 'એક થી ડાયન'માં પણ આવુ જ મિત્ર્હક અને રિવાજ બતાવવામાં આવ્યો છે. જે સદીઓથી ચાલી આવ્યો છે, પણ આ ફિલ્મ તેને પ્રોત્સાહિત બિલકુલ નથી કરતી. 'એક થી ડાયન' આજના સમયની સ્ટોરી છે, જેમા ડાયનની લોકકથાને ખૂબ જ સમજદારીથી પ્રસ્તુત કરવામાં આવી છે.

શુ છે સ્ટોરી ?


બોબો (ઈમરાન હાશમી) ભારતનો જાણીતો જાદુગર છે. પણ બોબો પોતાની જીંદગીથી કંટાળ્યો છે. જે તેની ગર્લફ્રેન્ડ તમારા(હુમા કુરૈશી) પણ નથી જાણતી. સતત થઈ રહેલ મતિભ્રમ(એવા લોકો દેખાવવા જે વાસ્તવિકતામાં છે જ નહી)ને કારણે તેને મનોવૈજ્ઞાનિકની મદદ લેવી પડે છે. સંમોહન દ્વારા બોબોના બાળપણની સ્ટોરી સામે આવે છે જેમા એક ડાકણે તેના પરિવારને બદબાદ કરવા ઉપરાંત પરત આવીને બોબોને બીવડાવવાનું વચન પણ આપ્યુ હતુ. બોબો આ વાતને નજરઅંદાજ કરવાનો પ્રયત્ન કરે છે જ્યારે તેનુ કેરિયર અને તેની જીંદગી સારી ચાલી રહી હોય છે ત્યારે તેના જીવનમાં લીસા દત્ત(કલ્કિ કોઈચલિન) ની એટ્રી થાય છે. બોબોને લાગે છે કે તે ડાકણ છે. શુ તે સાચે જ ડાકણ છે કે માત્ર આ બોબોનો વહેમ છે એ જ સ્ટોરીમાં બતાડવામાં આવ્યુ છે.

કેવી છે ફિલ્મ ? જુઓ આગળ


webdunia
P.R

નવા નિર્દેશકના રૂપમાં કન્નન ઐયરે આ ફિલ્મમાં કશુક નવુ આપ્યુ છે. ભલે તમે ડાકણો પર વિશ્વાસ કરો કે ન કરો પણ ફિલ્મ તમને જરૂર ગમશે. કારણ કે કન્નન દ્વારા સ્ટોરી રજૂ કરવાની રીત અનોખી છે. ખાસ કરીને ફિલ્મના પ્રથમ ભાગમાં ઈમરાનના બાળપણનો ફ્લેશબેક શાનદાર છે. કન્નન આ વાતનો પણ ખ્યાલ રાખે છે કે ફિલ્મની મુખ્ય સ્ટોરીની સાથે લવ સ્ટોરી પણ સાથે જ ચાલે છે.

'એક થી ડાયન' કોઈ હોરર ફિલ્મ જેવી નથી અને છેલ્લે ફિલ્મ એકદમ બદલાય જાય છે. જ્યારે ફિલ્મનુ સસ્પેંસ ખુલે છે તો તમે ચોકી જશો. જોકે ક્યાક ક્યાક ફિલ્મની સ્ટોરી પહેલા જ સમજાય જાય છે. અને ઈંટરવલ પછી તેની ગતિ થોડી ધીમી થઈ જાય છે. પણ ફિલ્મના ભયાનક દ્રશ્યો અને ક્લાઈમેક્સ તરફથી વધતા આવનારા ટ્વિસ્ટ્સ આ કમીઓને છુપાવી લે છે.

વિશાલ ભારદ્વાજનુ સંગીત સારુ છે અને ફિલ્મ મુજબનુ છે. ફિલ્મના મૂડ મુજબ કેમરામેને ફેમ્સમાં અંધારુ રાખ્યુ છે. પન ક્યારેક ક્યારેક આ અંધારુ આંખોને ખૂંચે છે. વિઝુઅલ ઈફેક્ટ્સ લાજવાબ છે. ફિલ્મનુ બેકગ્રાઉંડ વાતાવરણ વધુ બીવડાવનારું છે.

ઈમરાન હાશમીએ લાજવાબ કામ કર્યુ છે અને પોતાના ખભા પર આખી ફિલ્મનો ભાર ઉઠાવ્યો છે. આ તેમના શાનદાર ફિલ્મોમાંથી એક રહેશે. કોંકણા સેન શર્માએ પહેલીવાર હોરર ફિલ્મ કરી છે. તેનો અભિનય પણ સારો છે. પહેલી બે ફિલ્મોમાં નાના શહેરની યુવતીનુ પાત્ર ભજવનારી હુમાએ પોતાના આ નવા અવતારમાં આત્મવિશ્વાસ બતાવ્યો છે. કાલ્કિ કોઈચલીને પણ કામ સારુ કર્યુ છે. પણ તેનુ પાત્ર ફિલ્મના છેલ્લા ભાગને ભ્રમિત કરે છે.

ટૂંકમાં 'એક થી ડાયન' એક કલ્પનાશીલ અને શાનદાર સૂપરનેચરલ થ્રિલર છે. ફિલ્મની સ્ટોરી આજના સમયની છે. પણ તેમા ડાકણો સાથે સંકળાયેલ માન્યતાને જોડીને દિલચસ્પ સ્ક્રીનપ્લેમાં સારી રીતે રજૂ કરવામાં આવી છે. આ એક અનોખી ફિલ્મ તમે જરૂર જુઓ.

Share this Story:

વેબદુનિયા પર વાંચો

સમાચાર જગત જ્યોતિષશાસ્ત્ર જોક્સ મનોરંજન લાઈફ સ્ટાઈલ ધર્મ

Follow Webdunia gujarati