Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફિલ્મ સમીક્ષા : અટેક્સ ઓફ 26/11 પડદાં પરથી નજર હટતી જ નથી

ફિલ્મ સમીક્ષા : અટેક્સ ઓફ 26/11 પડદાં પરથી નજર હટતી જ નથી
P.R
રામ ગોપાલ વર્માએ 26 નવેમ્બરની એ આતંકવાદી ઘટનાને લઈને ફિલ્મ બનાવી છે, જેમા ક્યારેક મુંબઈ જ નહી દેશ હલી ગયો હતો. આ ફિલ્મ પહેલા 7 મિનિટ ટ્રેલરના રૂપમાં આરીજીબી યૂ ટ્યુબ પર પહેલા જ નાખી ચુક્યા છે. ફિલ્મની શરૂઆતમાં આતંકવાદી પાકિસ્તાની સીમામાં ઘુસીને માછીમારોનું જહાજ લૂંટી લે છે અને માછીમારોને મારી નાખે છે.

ત્યારબાદ સમુદ્રના રસ્તેથી બધા આતંકવાદી પહેલાથી જ નક્કી કરેલા સ્થાન પર ચાલ્યા જાય છે. આ 2 કલાકની ફિલ્મમાં આ દર્દનાક દુર્ઘટના બતાવવી એક મોટો પડકાર હતો પણ રામગોપાલ વર્માએ દરેક સ્થળે થયેલ ગોળીબારને ખૂબ જ બારીકાઈથી બતાવી છે. તાજ હોટલ, છત્રપતિ શ્વિવાજી ટર્મિનમ, લિયોપોલ્ડ કેફે, નરીમન હાઉસ, ઓબેરોય હોટલ, કામા હોસ્પિટલ પર થયેલ આતંકવાદી હુમલાની સાચી તસ્વીરો રામ ગોપાલ વર્માએ દર્શાવી છે. ઈંટરવલ પહેલાનું દ્રશ્ય જેમા એક બાળક પોલીસવાળાને જોઈને રડે છે, ખૂબ જ મર્મજ્ઞ છે.

webdunia
P.R
બીજા ભાગમાં દર્શકોને જાણ થાય છે કે કામા હોસ્પિટૃલમાં શુ થયુ હતુ. આ ઉપરાંત અજમલ આમિર કસાબના મગજમાં શુ ચાલી રહ્યુ હતુ, તેની શુ યોજના હતી એ પણ ફિલ્મમાં બતાડવામાં આવ્યુ. એક સમય હતો જ્યારે રામગોપાલ વર્માની ફિલ્મોનો એક સફળ સમય રહેતો હતો. કદાચ આ રામગોપલ વર્માનુ કમબેક કહી શકાય. ફિલ્મનો સૌથી મજબૂત સીન એ છે જેમા કસાબ પોતાના આકાને ઈસ્લામ બચાવવાની વાત કરે છે. બીજી બાજુ નાના પાટેકર દ્વારા અજમલ કસાબની પૂછપરછ આ ફિલ્મની સૌથી મોટી તાકત છે.

webdunia
P.R
ફિલ્મ જોતા પહેલા તમે એવુ જ કહેશો કે આ ઘટનાને ટીવીમાં સમાચાર અને ડોક્યુમેંટ્રી દ્વારા જોઈ ચૂક્યા હતા. પણ જે રામગોપાલ વર્માએ બતાવ્યુ છે તેને શબ્દોમાં વર્ણવી શકાતુ નથી.

અભિનયની વાત કરીએ તો નાના પાટેકરનો આ ફિલ્મમાં જવાબ નથી. આટલો પરિપક્વ અભિનય કદાચ જ કોઈએ કરી બતાવ્યો હશે. ઘણા સમય સુધી ચર્ચામાં રહેનાર આરજીવીના અજમલ કસાબ સંજીવ જયસ્વાલ કસાબની ફોટોકોપી લાગી રહ્યા છે. તેમણે પડદા પર જોતાની સાથે જ તમને તેના પ્રત્યે નફરત થવા માંડશે. ફિલ્મના બાકી કલાકારોએ પણ અભિનય સરેરાશથી ઉપર કર્યો છે.

ટૂંકમાં ફિલ્મ ધ અટેક્સ ઓફ 26/11 એ દર્દનાક દુર્ઘટનાને તમારી સામે જ નથી લાવતી પણ આ ઘટનામાં પોતાનો જીવ ગુમાવનાર લોકોને શ્રદ્ધાંજલિ પણ આપે છે.

બેનર - ઈરોજ ઈંટરનેશનલ એંટરટેનમેંટ
નિર્માતા - પરાગ સંઘવી
નિર્દેશક - રામગોપાલ વર્મા
કલાકાર - નાના પાટેકર, સંજીવ જયસ્વાલ, અતુલ કુલકર્ણી
સેંસર સર્ટિફિકેટ : એ * 1 કલાક 58 મિનિટ 24 સેકંડ
રેટિંગ 3/5

Share this Story:

Follow Webdunia gujarati