Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પ્રિંસ : ફક્ત નામનો

પ્રિંસ : ફક્ત નામનો
IFM
નિર્માતા : રેણુ તૌરાની, કુમાર એસ. તૌરાની
નિર્દેશક : કુકીવી ગુલાંટી
સંગીત : સચિન ગુપ્તા
કલાકાર : વિવેક ઓબેરોય, અરુણા શોલ્ડ્સ, નંદના સેન, નીરૂ સિંહ, સંજય કપૂર
યૂ/એ સર્ટિફિકેટ *2 કલાક 15 મિનિટ
રેટિંગ : 1.5/5

નામ મૂકવાથી કોઈ પ્રિંસ નથી બની જતુ એ વાત 'પ્રિંસ' ફિલ્મ પર સંપૂર્ણ રીતે લાગૂ થાય છે. પ્રિંસ નામની આ ફિલ્મ દરેક રીતે કંગાળ છે. કેટલાક હોલીવુડ અને કેટલાક બોલીવુડ ફિલ્મોને જોઈ શિરાજ અહેમદે નવી સ્ટોરી લખી નાખી, પરંતુ સ્ક્રીનપ્લે એટલુ મામુલી છે કે જોઈને ફિલ્મના નિર્માતા પર આશ્ચર્ય થાય છે કે તેઓ આટલા રૂપિયા લગાવવા કેવી રીતે તૈયાર થયા હશે,.

મોટાભાગે કમ્પ્યૂટરની માણસના મગજ સાથે તુલના કરવામાં આવે છે, તેથી આ ફિલ્મમાં મગજ સાથે કોમ્પ્યુટર જેવો વ્યવ્હાર કરવામાં આવ્યો છે. કમ્પ્યુટરની મેમોરીમાંથી ડેટાને હટાવી શકાય છે અને ફરીથી લોડ પણ કરી શાકય છે. કંઈક આવો જ નજારો મગજની સાથે 'પ્રિંસ'માં જોવા મળે છે.

ભારતના વૈજ્ઞાનિકોએ વર્ષોની મહેનત પછી એક એવુ ચિપ તૈયાર કર્યુ છે, જેનાથી મનુષ્યના મગજમાંથી તેની યાદગીરીને ઈરેઝ કરી શકાય છે. એ માણસ ભૂલી જાય છે કે તે કોણ છે. તેને કોણ ઓળખે છે વગેરે વગેરે.

webdunia
IFM
પ્રિંસ નામના ચોરની મેમોરીને પણ ઈરેઝ કરી દેવામા આવી છે. એ પહેલા કે તેની યાદગીરી જતી એ ચિપને પોતાના કબજામાં લઈને એક સિક્કામાં મૂકીને ક્યાય સંતાડી દે છે. સવારે ઉઠ્યા પછી તેને કંઈ જ યાદ નથી રહેતુ. કારણ કે કમ્પ્યુટરની જેમ એ રિસ્ટાર્ટ થઈ ગયો છે.

પ્રિંસ પાછળ કેટલાક બદમાશ પડી જાય છે અને તેને સિક્કા વિશે પૂછે છે. જ્યારે કે પ્રિંસ તો પોતાના વિશે પણ નથી જાણતો. તેને જાણ થાય છે કે માયા નામની તેની ગર્લફ્રેંડ છે, પરંતુ મુશ્કેલી ત્યારે ઉભી થાય છે જ્યારે ત્રણ-ત્રણ માયા તેની જીંદગીમાં આવી જાય છે, અને એ ત્રણેય પણ સિક્કાની શોધમાં છે.

પ્રિંસ સિક્કો શોધી કાઢવા ઉપરાંત પોતાની ગુમાવેલી યાદગીરી પણ પરત મેળવી લે છે. આ કામ કરવામાં તેને કોઈ મુશ્કેલી નથી પડતી, કારણ કે ફિલ્મના રાઈટરે તેને દરેક પગલે મદદ કરી છે.

ફિલ્મનુ કંસેપ્ટ જરૂર નવુ હોઈ શકે છે, પરંતુ સ્ક્રીનપ્લેમાં ઢગલો ઉણપો છે. એક તરફ તો તમે આધુનિક તકનીક અને વિજ્ઞાનનો ઉપયોગ બતાવી રહ્યા છો અને બીજી બાજુ તર્ક-વિતર્કને બાજુ પર મુકી દેવામાં આવ્યા છે.

સ્ક્રીન પર ઘટનાક્રમને એ રીતે રજૂ કરવામા આવ્યો છે જાણે કાર્ટૂન કેરેક્ટર જોઈ રહ્યા હોય. ઘણીવાર પ્રિંસ સ્પાઈડરમેનની જેમ એક્શન કરે છે, જ્યારે કે તેને એક સામાન્ય માણસ બતાવાયો છે. મેમોરી ઈરેઝ કરવાનુ જે દ્રશ્ય સ્ક્રીન પર બતાવવામાં આવ્યુ છે એ ખૂબ જ બકવાસ છે અને તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે.

ફિલ્મમાં એક્શન અને સ્ટાઈલને મહત્વ આપવામાં આવ્યુ છે, તેથી સીન આ વાતોને ધ્યાનમાં મૂકીને લખવામાં આવ્યા છે કે તેને ફિલ્મમાં સ્થાન મળે. કેટલાક કેરેક્ટર તો (જેમ કે રાજેશ ખટ્ટરનુ) કારણ વગર જ મૂકવામાં આવ્યા છે. જેની ફિલ્મની વાર્તા સાથે કોઈ લેવડ-દેવડ નથી.

webdunia
IFM
નિર્દેશક કુકી ગુલાંટીએ બધુ ધ્યાન શોટ ટેકિંગ અને ફિલ્મની સ્ટાઈલ પર આપ્યુ છે. ગન અને હોટ ગર્લ્સને લઈને સ્ટાઈલિશ ફિલ્મ બનાવવાના ચક્કરમાં તેઓ કંટેટ પર ધ્યાન આપવાનુ ભૂલી ગયા અને નિર્માતાના કરોડો રૂપિયા ફૂંકી નાખ્યા.

ફિલ્મને છેલ્લી 30 મિનિટોમાં ખેંચવામાં આવી છે, જ્યારે પ્રિંસ વિલનના જૂતામાં એક ડિવાઈસ લગાવી દે છે જેથી તેને જાણ થાય કે વિલન ક્યા છે અને ફિલ્મ ડર્બનથી પાકિસ્તાન-અફગાનિસ્તાન બોર્ડર પર પહોંચી જાય છે. અંતમાં એવુ કરવામાં આવ્યુ છે જેથી સીકવલની શક્યતા બની રહે.

વિવેક ઓબેરોયનો અભિનય નિરાશાજનક છે. લેધર જેકેટ પહેરીને જુદા જુદા પોઝ આપીને ગન ચલાવતા રહ્યા. અરુણા શિલ્ડસની ફિગર સારી છે, પરંતુ એક્ટિંગ બાબતે એ જીરો છે. નંદના સેને ખબર નહી કેમ આવો રોલ કેમ સ્વીકાર્યો. નીરુ સિંહ પ્રભાવિત નથી કરતી. સંગીતના નામ પર ફક્ત એક ગીત શ્રેષ્ઠ છે.

ફિલ્મના એક્શન સીન ઉલ્લેખનીય છે. ફોટોગ્રાફીમાં એરિયલ શોટ્સનો શાનદાર ઉપયોગ કરવામાં આવ્યો છે. બેકગ્રાઉંડ મ્યુઝિક સારુ છે. ટૂંકમાં ફિલ્મ 'પ્રિંસ' એ સુંદર શરીરની જેવી છે જેમા પ્રાણ નથી.

Share this Story:

Follow Webdunia gujarati