પેઈંગ ગેસ્ટ : સ્વાગત કરવા લાયક નથી
નિર્માતા : રાજૂ ફારૂકી નિર્દેશક - પારિતોષ પેંટર સંગીત - સાજિદ-વાજિદ કલાકાર - શ્રેયસ તલપદે, સેલિન જેટલી, આશીષ ચૌધરી, રિયા સેન, જ આવેદ જાફરી, નેહા ધૂપિયા, ચંકી પાંડે, સયાલી ભગત, વત્સલ સેઠ, જોની લીવર, પેંટલ અસરાણી. '
પેઈન ગેસ્ટ' રજૂ થવાના થોડા કલાક પહેલા જ આ ફિલ્મ સાથે સંકળાયેલા સુભાષ ઘઈએ કહી દીધુ કે આ ફિલ્મ જોવા માટે મગજ ઘરે મૂકીને આવો. ચાલો ઘઈ સાહેબની વાત માની લીધી, પરંતુ તેમ છતાં 'પેઈંગ ગેસ્ટ્સ' જોઈને નિરાશા સાંપડે છે. મગજ ઘરે મૂકીને આવવાની વાત કહીને તમે જવાબદારીથી હાથ ઉપર નથી કરી શકતા. એ વાત સાચી કે આ પ્રકારની ફિલ્મોમાં લોજિક શોધવાની કોશિશ ન કરવી જોઈએ. પરંતુ ઓછામાં ઓછી ફિલ્મ તો સારી હોવી જોઈએ. લોજિકને સાઈડમાં મૂકવાથી લેખક અને નિર્દેશકને વધુ સ્વતંત્રતા મળી જાય છે. ફિલ્મમાં કશુ જ નવુ નથી. સેકડોવાર રીપિટ થયેલા દ્રશ્યો આ ફિલ્મમાં પણ જોવા મળે છે.
ચાર યુવાનો (શ્રેયસ તલપદે, જાવેદ જાફરી, આશીષ ચૌધરી અને વત્સલ સેઠ) મોજ-મસ્તીની સાથે જીંદગી જીવી પસંદ કરે છે. તેમની નોકરી જતી રહે છે અને મકાન માલિક ઘરમાંથી કાઢી મૂકે છે. નવા ઘરની શોધ કરતા તેમની મુલાકાત મકાન માલિક બલ્લૂ (જોની લીવર) સાથે થાય છે બલ્લુ તેમની આગળ મોટી શરતો મૂકી દે છે. એ તેમને જ પેઈંગ ગેસ્ટ રાખશે જેનુ લગ્ન થઈ ચૂક્યુ છે. શરત સાંભળીને ચારેયનુ માથુ ચકરાય છે. એ રહ્યા કુંવારા, પત્ની ક્યાંથી લાવે ? છેવટે બે મિત્રો (શ્રેયસ અને જાવેદ) મહિલાનો વેશ ઘારણ કરે છે અને બલ્લૂને બેવકૂફ બનાવે છે. આ હાસ્ય ફિલ્મમાં ગુન્હાની વાર્તા પણ જોડવામાં આવી છે. રોની(ચંકી પાંડે) બલ્લૂનો ભાઈ છે અને એ તેને પરેશાન કરે છે. બલ્લૂની તરફથી ચારેય મિત્રો તેનાથી છુટકારો મેળવે છે. વાર્તાના નામ પર ફિલ્મમાં કંઈ જ નથી. ફિલ્મકારનો એક જ ઉદ્દેશ્ય છે દર્શકોને હસાવવુ. નાના નાના હાસ્ય દ્રશ્ય મૂકવામાં આવ્યા છે. મોટાભાગના દ્રશ્યોનુ આ વાર્તા સાથે કોઈ નિસ્બત નથી. આ દ્રશ્યો જોઈને હસુ નથી આવતુ. સ્ક્રીનપ્લેમાં એટલો દમ નથી કે વાર્તા વગર એ દર્શકોને બાંધી શકે . ફિલ્મમાં હાસ્યની ઘણી તક હતી પરંતુ નવુ વિચારવામાં નિર્દેશક અને લેખક પારિતોશ પેંટર નિષ્ફળ રહ્યા.
ફિલ્મનો અંત તો સીધેસીધો 'જાને ભી દો યારો'માથી ઉઠાવી લીધો છે. જેમ એક નાટકનુ મંચન થાય છે અને બધા પાત્રો એ નાટકનો ભાગ બની જાય છે. પરંતુ ફિલ્મના આ ભાગમાં પણ હાસ્ય તો દૂરની વાત છે પરંતુ ચહેરા પર સ્મિત પણ નથી આવતુ.
અભિનયમાં શ્રેયસ તલપદે અને જાવેદ જાફરી પ્રભાવિત કરે છે. આશીષ ચૌધરેરે અને વત્સલ સેઠનો અભિનય સુધર્યો છે. હીરોની તુલનામાં સેલિના જેટલી, નેહા ધૂપિયા, રિયા સેન જેવા ભારે નામ છે, પરંતુ તેમને ઓછા દ્રશ્યો મળ્યા છે અને તેમના ગ્લેમરનો પણ ઉપયોગ નથી કરવામાં આવ્યો. સયાલી ભગત માત્ર સંખ્યા વધારે છે. જોની લીવર, પેંટલ, અસરાણી અને ચંકી પાંડેન હંસાવવાના બધા પ્રયત્નો વ્યર્થ થઈ ગયા.
ફિલ્મનુ સંગીત એક વધુ નિરાશા છે. સાજિદ-વાજિદે એકથી એક બેકાર ધૂન બનાવી છે. બધુ મળીને ટૂંકમા પેઈંગ ગેસ્ટમાં મનોરંજન લાયક કશુ જ નથી.