ફિલ્મનું નિર્દેશન ટી-સિરીઝે કર્યુ છે, આથી નિર્દેશકે સંગીતને પ્રમુખતા આપવી પડી. બે ગીત 'તડપ' અને 'આ ખુશીસે ખુદકુશી કર લે' તો હિટ થઈ ચૂક્યું છે. અમિત રોયે પોતાના કેમેરાથી બીવડાવવાની અસફળ કોશિશ કરી છે. બીક ઉભી કરવા માટે પાર્શ્વ સંગીતનું મહત્વપૂર્ણ હોવું જરૂરી છે. પણ ફિલ્મનું પાર્શ્વ સંગીત નિરાશાજનક છે.
ફરદીનખાન જાણતાં જ નથી કે બીકના ભાવ ચહેરા પર કેવી રીતે લાવવા. ઈશા દેઓલનો રોલ મુશ્કેલ છે. જે તેણે સારી રીતે નિભાવ્યો છે. ઈશા કોપ્પિકર માટે ફિલ્મમાં કશુ જ નહોતું.