નોટ એ લવ સ્ટોરી : ફિલ્મ સમીક્ષા
નિર્માતા - સુનીલ બોહરા, શૈલેશ આર.સિંહ નિર્દેશક - રામગોપાલ વર્મા સંગીત - સંદીપ ચૌટા કલાકાર - માહી ગિલ, દીપક ડોબિયાલ, અજય ગેહી, જાકિર હુસૈન સેંસર સર્ટિફિકેટ : એ *1 કલાક 49 મિનિટ *8 રીલ રેટિંગ : 3/5 પ્રેમ અને પરિસ્થિતિઓને કરણે ઘણીવાર માણસ એવી હરકત કરી નાખે છે કે જેના વિશે તેણે ક્યારેય વિચાર્યુ પણ નથી હોતુ. કીડી પણ ન મારનાર વ્યક્તિ પરિસ્થિતિઓવશ ક્કોઈ વ્યક્તિનુ ખૂન કરવા ઉપરાંત એ લાશના ટુકડે ટુકડા પણ કરી નાખે છે. '
નોટ એ લવ સ્ટોરી'માં પોતાની ગર્લફ્રેંડ અનુષા(માહી ગિલ)ને ફિલ્મ મળવાની ખુશીમાં રોબિન (દીપક ડોબિયાલ) તેને સરપ્રાઈઝ આપવા મુંબઈ આવી ગયો. આશીષ (અજય ગેહી)ની સાથે રાત વિતાવનારી અનુષા દરવાજા પર રોબિનને જોઈને ગભરાય જાય છે, કારણ કે તેના બેડરૂમમાં આશીષ નગ્ન અવસ્થામાં સૂતેલો છે. તેમની પાસે દસ સેકંડથી પણ ઓછો સમય છે, કારણ કે આશીષ જાગીને બેડરૂમની બહાર આવી ગયો છે. આવી પરિસ્થિતિમાં દરવાજો ખોલીને રોબિનને તે ખોટું બોલે છે કે આશીષ એ તેની સાથે બળજબરી કરી છે અનુષાના પ્રેમમાં પાગલ રોબિન ગુસ્સાથી લાલચોળ થઈ જાય છે અને કંઈ પણ સમજ્યા વિચાર્યા વગર આશીષની હત્યા કરી દે છે. લાશની સામે જ તે સેક્સ કરે છે. થોડીક જ મિનિટનું આ દ્રશ્ય કંપાવી નાખે છે અને વિચારવા મજબૂર કરી દે છે કે પરિસ્થિતિવશ માણસને હેવાન બનતા સમય પણ નથી લાગતો.
નીરજ ગ્રોવર હત્યાકાંડથી પ્રેરિત થઈને રામગોપાલ વર્માએ આ ફિલ્મ બનાવી છે. હકીકતમાં આ ઘટના બની ગઈ છે, તેથી આ ફિલ્મ વિશ્વસનીય લાગે છે. આખી ફિલ્મ ચાર ભાગમાં વહેંચાયેલી છે. હત્યા પહેલાનો ભાગ જેમા અનુષા હીરોઈન બનવા સંઘર્ષ કરી રહી છે. એ થોડો નબળો છે. હત્યાવાળુ દ્રશ્ય જોરદાર છે. હત્યા પછી લાશને ઠેકાણે લગાવવી અને પોલીસના હાથે પકડાય જવુ એ રોચક છે. ત્યારબાદ કોર્ટવાળુ દ્રશ્ય થોડુ ડ્રામેટિક છે. પરંતુ દરેક ભાગ પર નિર્દેશકો રૂઆબ જોવા મળ્યો છે. પ્રેમમાં માણસ કેવુ રૂપ બદલે છે તેની મિશાલ કોર્ટવાળા દ્રશ્યમાં જોવા મળે છે. રોબિન અને અનુષા બંને ફસાય ચુક્યા છે. પોતાની જાતને બચાવવા તેઓ પ્રેમ પણ ભૂલી જાય છે અને પોતપોતાના વકીલો દ્વારા એકબીજાને દોષી બતાવે છે. અનુષા આ બધુ નથી જોઈ શકતી કારણ કે તેની અંદર રોબિન પ્રત્યેનો પ્રેમ ફરી જાગી જાય છે. તે રોબિન સામે પોતાની ભૂલ સ્વીકારે છે અને રોબિન તેને કિસ કરીને એક રીતે માફ કરી દે છે. પાત્રોની મનોદશાને પડદાં પર ઉતારવી સહેલી નથી. રોબિન અને અનુષાના પ્રેમની તીવ્રતા અને હત્યા પછી નો ભય રામૂએ એ રીતે ફિલ્માવ્યો છે કે પાત્રોના દર્દ, પ્રેમ અને ભયને દર્શક પણ અનુભવ કરે છે. ઘણા દિવસો પછી રામૂએ પોતાના નિર્દેશનની કમાલ બતાવી છે. તાજેતરના વર્ષોમાં આ તેમની શ્રેષ્ઠ ફિલ્મ છે. આ ફિલ્મ એ રામૂની યાદ અપાવે છે જેણે એક સમયે રંગીલા, સત્યા, ભૂત જેવી ફિલ્મો બનાવતો હતો.
નિર્દેશક એ ઘટનાને એવી ને એવી રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે અને પોતાની તરફથી કોઈનો પક્ષ નથી લીધો. ફિલ્મમાં આગળ શુ થવાનુ છે, એ સૌને ખબર છે, પરંતુ શ્રેષ્ઠ પ્રસ્તુતિકરણને કારણે ફિલ્મ થ્રિલર જેવી લાગે છે. ફિલ્મની ઓપનિંગ કેટલાક લોકોને ખૂંચી શકે છે ફિલ્મને બે-ત્રણ લોકેશંસ પર ફિલ્માવી છે અને વધુ પાત્રો પણ નથી છતા પણ નીરસતા હાવી થતી નથી. દીપક ડોબિયાલ એ જનૂની પ્રેમીનુ પાત્ર સારી રીતે ભજવ્યુ છે. જો કે મોટાભાગના સમય એ તેના એક્સપ્રેશન એક જેવા રહ્યા છે. માહી ગિલ બધા પર ભારે પડે છે. લાશના ટુકડા કરવામાં આવે છે અને કેમેરા માહીના ચેહરા પર છે. અ સીનમાં ભય, ગ્લાનિ, ધૃણા જેવા ઘણા એક્સપ્રેશન માહીએ પોતાના ચહેરા દ્વારા બતાવ્યા છે. પોલીસ ઈંસપેક્ટરના રૂપમાં જાકિર હુસૈન એ પોતાની છાપ છોડી છે. ફિલ્મોનું રોકાણ ઓછુ કરવા માટે રામગોપાલ વર્માએ ડાયરેક્ટર ઓફ ફોટોગ્રાફીને નથી રાખી અને કેનન 5ડીથી ફિલ્મને શૂટ કરી છે. કેમેરા એંગલ્સ ફિલ્મને જુદુ જ લુક આપે છે. રિયલ લોકેશંસ અને ઓછામાં ઓછા ક્રૂ મેંબર રાખવાને કારણે ફિલ્મ ઓછા રોકાણમાં બની છે. ફિલ્મનુ બેકગ્રાઉંડ મ્યુઝિક શ્રેષ્ઠ છે ફિલ્મનુ નામ ભલ નોટ એ લવ સ્ટોરી હોય, પરંતુ આમાં એક લવસ્ટોરી છુપી છે, અને આ પ્રેમને કારણે જ બંને પ્રેમી ક્રૂરતાપૂર્વક પોતાના અપરાધને અંજામ સુધી પહોંચાડે છે.