Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નો સ્મોકિંગ - અધૂરી પીધેલી સિગરેટ

નો સ્મોકિંગ - અધૂરી પીધેલી સિગરેટ
IFM
નિર્માતા - વિશાલ ભારદ્વાજ - કુમાર મંગત
નિર્દેશક - અનુરાગ કશ્યપ
ગીતકાર - ગુલઝાર
સંગીતકાર - વિશાલ ભારદ્વાજ
કલાકાર - જૉન અબ્રાહમમ આયેશા ટાકિયા, રણવીર શોરી, પરેશ રાવલ

'બ્લેક ફ્રાઈડે' જેવી ફિલ્મ બનાવી ચૂકેલા અનુરાગ કશ્યપ પાસે આશા હતી કે 'નો સ્મોકિંગ'ના રૂપમાં એક ઉત્તમ ફિલ્મ જોવા મળશે. પણ સવા બે કલાકની આ ફિલ્મમાં ફક્ત મધ્યાંતર પહેલાનો ભાગ સારો છે.

ઘૂમ્રપાનના વિરુધ્ધ બનાવવામાં આવેલી આ ફિલ્મ મધ્યાંતર સુધી સારી ફિલ્મની આશા જગાડે છે. મધ્યાંતર પછી લેખક અને નિર્દેશકના રૂપમાં અનુરાગે પ્રયોગના નામે ફિલ્મને એવી ગૂંચવણમાં મૂકી દીધી કે બધો ગડબડ ગોટાળો થઈ ગયો.

કે(જોન અબ્રાહમ)ની જીંદગીમાં સિગરેટનું પ્રથમ સ્થાન છે. તે પછી તેની પત્ની અંજલી(આયેશા ટાકિયા) અને દોસ્તોનો નંબર આવે છે. કે જીંદગી પોતાની રીતે જીવે છે. અને તેમાં કોઈની પણ દખલ તેને પસંદ નથી. અંજલીના કહેવાથી પણ તે સિગરેટ પીવાનું નથી છોડતો. છેવટે અંજલી જ ઘર છોડીને જતી રહે છે.

અંજલીના ગયા પછી કે, સિગરેટ છોડવાનું વિચારે છે. અને બાબા બંગાલી(પરેશ રાવળ)ની પાસે જાય છે. બાબાના ચુંગલમાં ફસાયા પછી તેને સિગરેટ પીવાની છોડવી જ પડે છે. જો બાબાની વાત ન માનવામાં આવે તો તમારી સાથે કોઈ પણ ઘટના ઘટી શકે છે.

અનુરાગે મધ્યાંતર પહેલા વાળો ભાગ ખૂબ જ સુંદર બનાવ્યો છે. આ ભાગની વાર્તામાં તેમણે પોતાની કલ્પનાઓના ખૂબ રંગ ભર્યા છે. ફિલ્મનું પહેલું દ્રશ્ય જે જોન દ્રારા જોવામાં આવેલુ સપનું છે તે બહું જ સરસ છે.

ત્યારબાદ જોન બાબા બંગાલીને મળવા પહેલી વાર પ્રયોગશાળામાં જાય છે. તે દ્રશ્યમાં પણ કલ્પનાશીલતા જોવા મળે છે. બાબા બંગાલીની પ્રયોગશાળા કોઈ અજૂબાથી ઓછી નથી. જ્યાં એક બાજુ તો ભંગારરૂમ છે તો બીજી બાજુ બુરખો પહેરીને ફોન પર વાત કરતી છોકરીઓ છે.

જે રીતે કેટલાક જ્યોતિષિયો જોડે તાડપત્રમાં દરેક વ્યક્તિનું અતીત અને ભવિષ્ય લખેલું હોય છે. તેવી રીતે બાબા બંગાલીની પાસે સિગરેટ પીનારા દરેક વ્યક્તિની વીડિયો કેસેટ છે. જેમાં તેમણે સિગરેટ પીવાની કેવી રીતે શરૂઆત કરી, કેટલી વાર બીમાર પડ્યો, કેટલો ખર્ચો થયો જેવી તમામ ઘટનાઓના દ્રશ્યો છે.

પોતાનો માલ બનાવવાવાળી કંપનીયો પાસેથી પણ અનુરાગે પ્રેરણા લીધી છે. બાબા બંગાલીનું કહ્યુ એકવારમાં નહી માન્યુ તો તે આંગળીઓ કાપી નાખે છે. જો તમે તેની પાસે એક ગ્રાહક મોકલો તો તે તમારી આંગળીઓ પાછી આપી દે છે.

એક દ્રશ્યમાં તેમણે જૉન અને રણવીર શૌરીને બાળકોના રૂપમાં બતાવ્યા છે, જ્યારે તેમણે પહેલીવાર સિગરેટ પીધી હતી. આ દ્રશ્યનું તેમણે નામ આપી આપ્યું છે ' ક્યોંકિ બચપન ભી કભી નૉટી થા' કદાચ તેમનો ઈશારો એકતા કપૂરની સિરિયલો તરફ હતો.

અનુરાગનું કહેવું છે કે જ્યારે એકતાના ધારાવાહિકમાં વીસ વર્ષના લોકો દાદા-દાદી બની જાય છે તો મારી ફિલ્મમાં તીસ વર્ષનો કલાકાર 12 વર્ષંનો બાળક પણ બની શકે છે. ફ્લેશબેક દ્રશ્યોનો તેમણે જુની ફિલ્મો જેવી બતાવી છે. આ દ્રશ્યો દ્રારા અનુરાગે સારી કોમેડી ઉભી કરી છે.

મધ્યાંતર પછીનો ભાગમાં તેમનો વાર્ત કહેવાનો અંદાજ બહુ જ મુશેકેલ ભર્યો થઈ ગયો છે. અહી વાર્તા પર પ્રયોગ હાવી થઈ ગયો છે. એવું લાગે છે કે સરપટ રસ્તા પર દોડતી ગાડી ઉબડ-ખાબડ રસ્તા પર ચાલવા માંડી છે. આ કારણે ફિલ્મનો બધો પ્રભાવ એકદમ જ ઓછો થઈ ગયો છે.

જોન અબ્રાહમે પોતાનો રોલ પૂરી ગંભીરતાથી નિભાવ્યો છે. નિર્દેશકે તેમન વ્યક્તિત્વનો ભરપૂર પ્રયોગ કર્યો છે. આયેશા ટાકિયાએ ફક્ત કામ પતાવ્યું છે. પરેશ રાવળે પોતાના અભિનયમાં કશુ નવુ નથી બતાવ્યુ.

ગીત માટે સિચ્યુએશન ઓછી હતી. 'જબ ભી સિગરેટ પીતા હુઁ' સારુ ગીત છે. બિપાશા પર ફિલ્માવવામાં આવેલું ગીત છેવટે આવે છે. આ ગીતને વચ્ચે મૂકવું જોઈતુ હતુ. રાજીવ રાયની ફોટો ગ્રાફી પ્રભાવશાળી છે.

બોક્સ ઓફિસ પર ફિલ્મ સફળ થવી મુશ્કેલ છે. જો આ ફિલ્મને જોઈને કેટલાક લોકો સિગરેટ પીવાનું છોડી દે તો આ ફિલ્મ સફળ થઈ ગણાશે.

Share this Story:

Follow Webdunia gujarati