Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દબંગ : ફિલ્મ સમીક્ષા

દબંગ : ફિલ્મ સમીક્ષા
IFM
બેનર ; શ્રી અષ્ટવિનાયક સિનેવિઝન લિ, અરબાઝ ખાન પ્રોડક્શંસ
નિર્માતા : ઢિલિન મહેતા, અરબાઝ ખાન, મલાઈકા અરોરા
નિર્દેશક : અભિનય કશ્યપ
સંગીત : સાજિદ-વાજિદ, લલિત પંડિત
કલાકાર : સલમાન ખાન, સોનાક્ષી સિન્હા, અરબાઝ ખાન, સોનૂ સૂદ, વિનોદ ખન્ના, ડિમ્પલ કાપડિયા, મહેશ માંજરેકર, ઓમ પુરી, ટીનૂ આનંદ.

સેંસર સર્ટિફિકેટ - યૂ/એ *2 કલાક 6 મિનિટ

રેટિંગ : 2/5

કેટલાક સ્ટાર્સની અદાઓ દર્શકોને એટલી ગમી જાય છે કે દરેક પાત્રમાં એ એ જ રીતે અભિનય કરે છે જે દર્શકો જોવા માંગે છે. રજનીકાંત ભલે ચોર બને કે પોલીસ તેમનો અભિનય એક જેવો જ રહે છે.

એ જ રીતે સલમાનની પણ સ્ટાઈલ છે. અકડીને રહેવુ. કોઈપણ જાતના એક્સપ્રેશન વગર સંવાદ બોલવા. કોઈનાથી પણ ગભરાવવુ નહી. તેમના વ્યક્તિત્વમાં એક પ્રકારનો દબંગ છે અને તેને ધ્યાનમાં રાખીને જ 'દબંગ' ફિલ્મ બનાવવામાં આવી છે.

સલમાનની આ સ્ટાઈલ ત્યારે જ સારી લાગે છે જ્યારે વાર્તામાં દમ હોય. બીજા પાત્રોને સારી રીતે રજૂ કરવામાં આવ્યા હોય. 'દબંગ'માં સલમાનની અદાઓ છે, પરંતુ વાર્તા શોધતા પણ મળતી નથી. દરેક ફ્રેમમાં સલમાનને એટલુ વધુ મહત્વ આપવામાં આવ્યુ છે કે બીજ પાત્રોને આગળ આવવાની તક જ નથી મળતી.

webdunia
IFM
ફિલ્મના લેખક અને ડાયરેક્ટરનું ધ્યાન એવા દ્રશ્યોને રચવામાં રહ્યુ કે બસ સલમાન જ સલમાન દેખાય. તેમને સારા સંવાદો બોલવા મળ્યા. હીરોગીરી બતાવવાની સંપૂર્ણ તક મળી, પરંતુ વાર્તાના અભાવને આ દ્રશ્યો પણ બનાવટી લાગે છે.

ચુલબુલ પાંડે (સલમાન ખાન)એક પોલીસ ઈંસ્પેક્ટર છે. જે ગૂંડાઓને લૂંટે છે. પોતાની જાતને રોબિનહુડ પાંડે કહે છે. ચુલબુલ પોતાની માતા (ડિમ્પલ કાપડિયા)ને ખૂબ જ ચાહે છે, પરંતુ પોતાના સાવકા પિતા(વિનોદ ખન્ના)અને સાવકા ભાઈ માખન સિંહ (અરબાજ ખાન)થી ચિડાય છે.

રોજા(સોનાક્ષી સિન્હા)પર ચુલબુલનુ દિલ આવી જાય છે. છેદી સિંહ(સોનૂ સૂદ)એક સ્થાનીક નેતા છે, જે ચુલબુલને પસંદ નથી કરતો. માતાના મૃત્યુ પછી ચુલબુલના પોતાના સાવકા ભાઈ અને પિતા સાથે સંબંધો બગડી જાય છે અને તેનો લાભ છેદી ઉઠાવે છે.

તે બંને ભાઈઓ વચ્ચે નફરત વધારી દે છે. કેવી રીતે માખન અને ચુલબુલ વચ્ચેની નફરત મટે છે અને તે છેદીનો સામનો કરે છે એ આ ફિલ્મનો સાર છે.

webdunia
IFM
ફિલ્મની વાર્તા ખૂબ જ નબળી છે. નાયક પોતાની જાતને રોબિનહુડ કહે છે, પરંતુ એવા દ્રશ્યો ગાયબ છે જેમા તે લોકોને મદદ કરી રહ્યો હોય. પોતાના સાવકા ભાઈથી તે કેમ ચિડાય છે, તેની પાછળનુ કોઈ પાક્કુ કારણ નથી બતાતવામાં આવ્યુ, જ્યારે કે તેનો ભાઈ ક્યારેય તેનુ ખરાબ નથી ઈચ્છતો. માખનને તેના માતા-પિતા મંદબુધ્ધિ કહે છે પરંતુ તે હોશિયાર દેખાય છે.

ઈંટરવલ સુધી સમગ્ર ફોકસ સલમાન પર છે. એક સીનમાં તે એક્શન કરે છે, બીજામાં રોમાંસ અને ત્રીજામાં જોરદાર સંવાદ બોલતો જોવા મળે છે, જેની મુખ્ય વાર્તા સાથે કોઈ લેવડ-દેવડ નથી.

એવા ઘણા દ્રશ્યો આમા ઠૂંસાયા હોય તેવુ લાગે છે. જેમ કે સોનાક્ષી સિન્હાને પોલીસ સ્ટેશન પર બોલાવવામાં આવે છે અને તેને હસાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. સલમાન અને સોનાક્ષીની મુલાકાતોનુ દ્રશ્ય વારંવાર ફરીથી આવતુ હોય તેવુ લાગે છે. ગૃહમંત્રીને બોમ્બથી ઉડાવવાનુ દ્ર્શ્ય સગવડપૂર્વક લખાયુ છે.

હીરોગીરી ત્યારે સારી લાગે છે જ્યારે ખલનાયકવાળા પાત્રમાં દમ હોય. તેને શક્તિશાળી બતાવવામાં આવે અને ફિલ્મમાં તેની હાજરીનો સતત અનુભવ થાય. પરંતુ 'દબંગ'ના ખલનાયક સોનૂ સૂદના પાત્રને અંતમાં પ્રકાશિત કર્યુ છે, જેથી ક્લાઈમેક્સ વજનદાર બને, પરંતુ મોટાભાગની ફિલ્મમાં તેઓ ગાયબ રહે છે.

નિર્દેશક અભિનવ કશ્યપે આ ફિલ્મને સંપૂર્ણ રીતે સલમાનના પ્રશંસકોને ધ્યાનમાં મુકીને બનાવી છે, પરંતુ ઘણા બેસિક વાતોને તેઓ ભૂલી ગયા. જો તે બીજા કેરેક્ટર્સ પર પણ ધ્યાન આપતા, તો ફિલ્મ પ્રભાવી બની શકતી હતી. ઉત્તર પ્રદેશના ગામડાના વિસ્તારને તેમણે સારી રીતે રજૂ કર્યો છે.

ફિલ્મનુ સંગીત હિટ થઈ ગયુ છે, તેથી ગીતો સારા લાગે છે. જો કે ગીતોને સિચ્યુએશન વગર જ નાખવામાં આવ્યા છે. 'મુન્ની બદનામ હુઈ' અને 'તેરે મસ્ત-મસ્ત દો નેન'નુ ફિલ્માંકન સારુ છે. એક્સહ્ન સીનમાં નવુ કશુ નથી અને બેકગ્રાઉંડ મ્યુઝિક 'શોલે'ના બેકગ્રાઉંડ મ્યુઝિકની યાદ અપાવે છે.

webdunia
IFM
સલમાન ખાન આ ફિલ્મની આત્મા છે. જેવા તેમના પ્રશંસક તેમને જોવા માંગે છે, એ જ અંદાજમાં તેમને એક્ટિંગ કરી છે. તેના કારણે જ ફિલ્મમાં ઘણા એવા દ્રશ્યો છે જે રાહ્ત આપે છે. મનોરંજન કરે છે. આ ફિલ્મ જોવાનુ એકમાત્ર કારણ એજ છે. જો ફિલ્મમાંથી સલમાનને હટાવી લેવામાં આવે તો આ એક બી-ગ્રેડ મૂવી લાગે છે. ક્લાઈમેક્સમાં તેનુ શર્ટ ફાટવાવાળુ દ્રશ્ય તેમના પ્રશંસકોને ખૂબ જ ગમશે.

પ્રથમ ફિલ્મમાં સોનાક્ષી સિન્હા આત્મવિશ્વાસથી ભરપૂર જોવા મળી. સલમાન જેવા અનુભવી અભિનેતાનો તેણે ખૂબ જ સારી રીતે સાથ આપ્યો. અરબાજ ખાને પણ પોતાનુ પાત્ર સારી રીતે ભજવ્યુ છે. સોનૂ સૂદ પોતાનો પ્રભાવ છોડવામાં સફળ રહ્યા છે. નાનકડા રોલમાં વિનોદ ખન્ના, ઓમપુરી, ડિમ્પલ કાપડિયા, ટીનૂ આનંદ, મહેશ માંજરેકર જેવા મહાન કલાકારો જોવા મળ્યા. મલાઈકા અરોરાએ 'મુન્ની બદનામ હુઈ' પર માદક અભિનય કર્યો છે.

ટૂંકમાં 'દબંગ' તેને જ જોવી ગમશે જેઓ સલમાનના ખૂબ મોટા પ્રશંસક હશે.

Share this Story:

Follow Webdunia gujarati